નદી પાછી ન ફરી શકે – ખલીલ જિબ્રાન
એવું કહેવાય છે કે સમુદ્રમાં પ્રવેશ કરતાં પહેલાં, નદી ભય થી ધ્રુજે છે.
તે પાછું વાળીને, પોતે જે માર્ગ કાપતી આવી છે, તેના ભણી એક નજર કરે છે,
પર્વતો ની ટોચ, લાંબા વળાંકો વાળા રસ્તા જે જંગલ અને ગામડાઓ માંથી પસાર થયા,
અને તેની સામે જોવે છે, આ અફાટ સમુદ્ર, જેમાં પ્રવેશ એટલે સદા ને માટે લુપ્ત થવું.
પણ હવે કોઈ રસ્તો નથી.
નદી પાછી નહીં ફરી શકે.
કોઈપણ પાછું નહીં ફરી શકે.
પાછું ફરવું અસ્તિત્વ માટે અશક્ય છે.
નદીએ હવે આ જોખમ ઉઠાવવું પડશે,
સમુદ્ર માં પ્રવેશવાનું, કારણકે ત્યારેજ
ભય ઓગળશે, કારણકે ત્યારે નદી એ જાણશે,
કે, આ, સમુદ્ર માં લુપ્ત થવાનું નથી, પણ પોતે
સમુદ્ર બનવાનું છે.
----ખલીલ જિબ્રાન
મનન ના પ્રશ્નો:
૧.) સમુદ્ર બનવું, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે, કે, તમે તમારું અસ્તિત્વ ગુમાવવા ના ભય માં હો, જયારે ખરેખર તો તમારું અસ્તિત્વ એવી ઉંચી કક્ષા પર પહોંચવાનું હોય જેની તમને કલ્પના પણ ન હોય?
૩.) આપણે પોતે આપણી અંદર નદી જેવું અસ્તિત્વ છોડી ને કેવી રીતે સમુદ્ર જેવું અસ્તિત્વ હર ક્ષણે અપનાવીએ?