Why We Listen Better To Strangers Than Family


Image of the Weekઆપણે કેમ પરિવાર કરતાં બહાર ના લોકો નું વધુ સાંભળીયે – કેટ મર્ફી


તમે જયારે કોઈને ખુબ નજીક થી ઓળખો, ત્યારે, અજાણપણે તેઓની બાદબાકી કરવા લાગો, કારણકે, તમને એમ છે કે, તમે જાણો જ છો કે તેમનો પ્રતિભાવ શો હશે. આ એવું કે તમે એક રસ્તે વાંરવાર જતાં થાવ પછી તે રસ્તા પરનાં નિર્દેશ ના પાટિયા કે આજુબાજુના પ્રાકુતિક દ્રશ્ય ને નજરઅંદાઝ કરતાં થઈ જાવ.


પણ લોકો હંમેશ બદલાઈ છે. આપણી રોજીંદી ક્રિયાઓ અને પરસ્પર સંવાદ નો સરવાળો આપણને ઘડતો રહે છે, એટલે આપણે ક્યારેય ગયે મહીને, કે અઠવાડિયે કે ગઈકાલે હતા, તેવા નથી હોતા.


સંસર્ગ-સંપર્ક નો આ પૂર્વગ્રહ, ત્યારે દેખાઈ છે જયારે, પ્રેમીયુગલ એવું અનુભવે કે તેઓ એકબીજાને જાણતા જ નથી અથવા તો માં-બાપ ને એવી ખબર પડે, કે, તેઓની કલ્પના બહાર ના કામ તેમના બાળકો કરે છે.
આ ત્યારે પણ ઉત્પન્ન થાય છે જયારે બે લોકો ખુબ સમય સાથે ગાળે અને તેઓ ના અનેક સરખા અનુભવો હોય.


સમાજ શાસ્ત્રીઓ એ, એવું ફરી ફરી ને બતાવ્યું છે, કે, ગાઢ સંબંધો ને લોકો એક અજાણી વ્યક્તિ જેટલો જ ઊંડાણ થી સમજે છે, અને કદાચ તેથી પણ બદતર.


આ સંસર્ગ-સંપર્ક પૂર્વગ્રહ ને કારણે આપણને તો આપણા સ્વજન ને ધ્યાનપૂર્વક સાંભળતા નથી પરંતુ આપણા સ્વજન પણ આપણને ધ્યાન ન આપે તેવું બનતું હોય છે. આનાંથી સમજ માં આવે કે, ગાઢ સંબંધ માં રહેલ વ્યક્તિઓ કેમ એકબીજાથી વાત છુપાવે કે ખાનગી બાબત રાખે.


તો આ બાબતે શું કરવું જોઈએ? બ્રિટિશ નૃવંશશાસ્ત્રી અને ઉત્ક્રાંતિ મનોવૈજ્ઞાનિક રોબીન ડનબર કહે છે, કે, ગાઢ સંબંધો ને સાચવવા “રોજીંદો સંવાદ” પ્રાથમિક જરૂરીયાત છે. એનો અર્થ એમ કે, એવું પૂછવું, “ તું કેમ છે?” અને ખરેખર તેના જવાબ ને ધ્યાનથી સાંભળવો.


મોટેભાગે દંપતિ, અથવા માતા-પિતા પોતાના બાળકો સાથે ના સંવાદ ને ટુંકાવી નાખે છે, માત્ર ઘર સંચાલન પુરતું, જેમકે, આજે રાત્રે શું જમશું, કે કોણ કપડાં ધોશે, કે ક્યારે રમવા જવાનું છે, વગેરે. મિત્રો તેમની કાર્યસિદ્ધિ કે કાર્ય નું વર્ણન કરી ને અટકી જશે. આમાં જે રહી જાય છે, તે છે, તેમનાં મનમાં જે ખરેખર ચાલે છે – તેમની ખુશી, સંઘર્ષ, આશા અને ભય. ક્યારેક તો મિત્રો કે પરિવાર સાથે લોકો એટલે હળવો સંવાદ કરે, કેમકે, તે માને છે, કે, બધાને બધી ખબર છે, અને એવો ભય પણ કે શું નવું બહાર આવે.


પણ પ્રેમ શું છે, જો તે બીજાની ઉત્ક્રાંતિ ની કથાને ધ્યાનથી સાંભળવાની ઉત્કંઠા પ્રદર્શિત ન કરી શકે?
આવું બેધ્યાનપણું એ એકલતા ની ભાવના ઉત્પન્ન કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.



કેટ મર્ફી “You’re Not Listening: What You’re Missing and Why It Matters.” ના લેખિકા છે, આ તેમાંથી ઉદધૃત



મનન ના પ્રશ્નો:

૧.) પ્રેમ એ “બીજાની ઉત્ક્રાંતિ ની કથા ને સાંભળવા ની ઉત્કંઠા છે” આ વિષે તમે શું માનો છો?

૨.) તમે ક્યારેય સંસર્ગ-સંપર્ક ના પૂર્વગ્રહ માંથી બહાર નીકળી ને ગાઢ સંબંધ માં બીજાને ધ્યાનથી સાંભળી શક્યા છો? તો વર્ણવો.

૩.) તમે કેવી રીતે, બીજા શું કહેવાના છે, તે વિષે પૂર્વ જાણકારી વિના, તેની ખોજ સંવાદ વખતે થાય, તે માટે પ્રયત્ન કરશો?
 

Kate Murphy is the author of “You’re Not Listening: What You’re Missing and Why It Matters.” Excerpted from this article.


Add Your Reflection

24 Past Reflections