Life May Itself Be A Koan


Image of the Week
જીવન જ કદાચ એક કોઅન-(કોયડો) છે- રેચલ નાઓમી રેમન

ઝેન ની એક કોયડા ની સાધના છે, જ્યાં ઝેન ગુરુ એકબીજાને અથવા ગુરુ પોતાના શિષ્ય ને પ્રશ્ન કે કોયડો પૂછે. આ કોઅન એક અટપટી આંટી છે, એક રહસ્ય જે તર્કસંગત મગજ દ્વારા ઉકેલવું અશક્ય છે. આના ઉકેલ ની ચાવી શિષ્ય ના પ્રશ્ન માટે ના તદ્દન નવા દ્રષ્ટિકોણ તરફ અંતરદ્રષ્ટી થવામાં પડેલ છે.

કોઅન નો કોયડો શિષ્યને આપતી વખતે ગુરુ તેની સાથે અંતર્ગત થઈ અને ગહન રહસ્ય તરફ ઇંગિત કરે છે. ટેવ વશ થયેલા મન ને અટકાવ માં રહેવા દેવું, એક ફળદ્રુપ અંધકારમાં છોડીયે, ત્યારે કદાચ અનાયાસ આપણે એક ફળદ્રુપ અને ગર્ભિત એવા બેખબર પ્રદેશ માં પ્રવેશ કરીએ જે ઝેન ની ભાષા માં “બિગિનર્સ માયન્ડ” કહેવાય.

કોઅન ના ઉકેલ માટે, રહસ્ય પ્રત્યે કંઇક વિશ્વાસ, એક શ્રદ્ધા, કે જવાબ છેજ, અને સમય આવ્યે મળશે તેવી ભાવના ની ખાસ જરૂર હોય છે. જયારે ઉત્તર અને પ્રશ્નકર એકબીજા તરફ આગળ વધે ત્યારે જવાબ આપોઆપ પ્રગટ થશે. કોઅન નો જવાબ આમતો સાવ સહેલો અને આપણી સામે જાણે હમેંશ જ તાકતો હોય તેવો હોય છે, પણ આપણે તેને ક્યારેય જોયો નહીં. તેના તરફ એક નજર થઈ કે, એવું લાગે કે આપણે બીજી બાબતો તરફ કઈ રીતે વળી ગયા, અને હવે તેવી જૂની રીતે બધી વસ્તુઓ તરફ ક્યારેય નહીં જોઈ શકીએ. આપણી દ્રષ્ટી બદલાય જાય જયારે આપણે નવીન રીતે આ અજાણ ને મળીએ.


એક સારા વિજ્ઞાન માફક, કોઅન ના જવાબ ને મન ની સમજ ની બહાર રહેલી કરામત પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે, જયારે આ સમજ પ્રગટે ત્યારે આ કરામત પ્રત્યે તે ખુબ અહોભાવ લઈને આવશે, તેમાં તેને પ્રકૃતિ ની પ્રજ્ઞા નો અહેસાસ થશે. એક આશ્ચર્ય. જેને આપણને હતાશ કર્યા, તે રહસ્ય પ્રત્યેજ, માન ની લાગણી ઉત્પન થાય. અને આપણે તે અને તેમાંજ છીએ તેવો ભાવ થાય.


જીવન ના ઘણા પ્રશ્નો જે આપણી સામે આવે છે, તે આવા ઝેન ગુરુ પોતાના શિષ્ય ની આગળ મૂકતા કોઅન-કોયડાઓ જેવા હોય છે. અને તેનો અર્થ અને પ્રજ્ઞા પણ જીવનની કથા માંથી પ્રગટે છે, જેમ આ કોઅન નો ઉકેલ. આ ઉકેલ ની રાહ જોવી એ જન્મ ની રાહ જોવા જેવું છે. આપણે કથા સાંભળી લઈએ કે જીવી લઈએ, ત્યારે તેના અર્થ આપણી અંદર ગર્ભિત બને છે. ક્યારેક આ ગર્ભાધાન ને અનેક અઠવાડિયા કે વર્ષ પણ લાગી જાય છે. અને ક્યારેક એક કથા ગર્ભ માં હોય, અને આપણે અનેક અર્થ ને જન્મ આપીએ, દરેક બીજા કરતાં ઉંડો. મેં જીવેલી કે સાંભળેલી ઉત્તમ કથાઓ આવી છે.


ખરેખર કષ્ટ કે બીમારી કોઅન છે. જીવન પોતેજ એક કોઅન છે. જે લોકો, ઝેન શિષ્ય જેમ કોઅન નો સામનો કરે છે, તેમ જીવન નો સામનો કરે, તો, તેઓ એક અધ્યાત્મિક પક્ષેપપથ તરફ ગતિ કરે, એવા અનુભવો દ્વારા જે બીજાને હાર કે કડવાશ માં ઉતારે. તેવા અનુભવો થી માત્ર તેમનું શરીર જ નહીં, પણ તેમના અંતરના ગુણો પણ પલટાય છે.

---રેચલ નાઓમી રેમન “Relationship Centered Care and Integrative Medicine” ના અગ્રતા છે. તેઓ એ તૈયાર કરેલ “Healer’s Art” નો કોર્ષ અમેરિકા ની મોટાભાગની મેડીકલ સ્કુલ અને અન્ય સાત દેશો માં શીખવાય છે. 'Kitchen Table Wisdom' માંથી ઉદ્ધૃત.

મનન ના પ્રશ્નો:
૧.) ગર્ભ માં એક કથા હોવી પણ તેના અનેક અર્થ ને જન્મ આપવો તેને તમે કેવી રીતે સમજો છો?
૨.) તમે ક્યારેય ઝેન શિષ્ય જેમ કોઅન નો સામનો કરે તે માફક જીવન નો સામનો કર્યો છે, તો વર્ણવો?
૩.) પ્રકૃતિ ની પ્રજ્ઞા માટે ઊંડી સમજ અને માન કેવી રીતે ઉત્તપન કરી શકીએ?
 

Rachel Naomi Remen is a pioneer of Relationship Centered Care and Integrative Medicine. Her groundbreaking curriculumn, the Healer’s Art is now taught yearly in more than half of American medical schools and in medical schools in seven countries abroad.  Excerpt above from 'Kitchen Table Wisdom'.


Add Your Reflection

26 Past Reflections