ધ્યાન નું વિરોધાર્થી કર્મ નહીં, પ્રત્યાઘાત છે – રીચાર્ડ રોર
એવું લાગે છે, કે, આપણો સમાજ અત્યારે જે રીતે પડકાર સામે, કે રાજકારણમાં રહેલ વિવાદાસ્પદ બાબત વિષે અથવા અધ્યાત્મિક મંતવ્યો માટેની વાત ઉચ્ચારવામાં અતિ ઉણો ઉતર્યો છે. મને એમ લાગે છે, કે, આ વિપરીત ધ્રુવો વચ્ચે નો એકમાત્ર રસ્તો પુનઃ મૌન નું મહત્વ સમજવાનો છે.
મૌન નું પોતાનું જીવન હોય છે. તે માત્ર શબ્દો ની આસપાસ અને તેની નીચે રહેલ છબીઓ અને બનાવો પુરતું સિમિત નથી. તેનું એક આગવું અસ્તિત્વ છે, જેની સાથે આપણે સંલગ્ન થઈને તેને આત્મીયતા થી જાણી શકીએ. ફિલસુફી ની દ્રષ્ટિએ આપણે કહીએ કે અસ્તિત્વ એક મૂળ ગુણ છે, જે બધાં ગુણોની મોખરે આવે. મૌન બધાં સત્યો નું મૂળ છે – એક નગ્ન અસ્તિત્વ, જો તમે ઈચ્છો તો. શુદ્ધ અસ્તિત્વ એ, જેમાંથી બધું ઉગે અને તેમાંજ પરત ફરે. અથવા તો, મને એમ કહેવું ગમે કે, આ સત્ય ઈશ્વર ની સૌથી નજીક છે.
જયારે આપણે મૌન ને જીવંત, આદિકાળથી પ્રકટ અસ્તિત્વ સમજી ને સંલગ્ન બનીએ, ત્યારે, બીજું બધું –ઊંડાણથી અનુભવીએ - આજ એક પાત્ર દ્વારા. મૌન એ કોઈ ગેરહાજરી નથી, પણ મૂળ પ્રાકટ્ય છે. દરેક “હું જાણું” ના ભાવ ને, આ મૌન, નમ્રતા અને ધીરજથી “હું નથી જાણતો” દ્વારા વીંટે છે. તે દરેક પ્રસંગ, વ્યક્તિ, પશુ અને બધી રચનાઓ ની સ્વાયત્તતા અને માન જાળવે છે.
સ્પષ્ટતા માટે, હું જે મૌન ની વાત કરું છું, તેમાં અન્યાયની ઉપેક્ષા નથી. બાર્બરા હોમ્સ સમજાવે છે તેમ: “આપણા માં ના અમુક લોકો મૌન નો પૂર્ણ અનુભવ કરી ને તેમાંથી અધ્યાત્મિક પોષણ મેળવે છે; બીજા જેઓ બળપૂર્વક મુક છે, તેઓ અધ્યાત્મિક ઐકય માટે હર્ષનાદ ને શોધે છે, જે એક વિરોધી પોકાર છે. હવે આમાં કોઈ એક “મધ્ય બિંદુ” શોધવો ભયકારક છે, આપણે પોકાર ના પેટાળમાં પણ મૌન શોધવું, અને “આમેન” કહેવામાં રહેલ વિરામ શોધવો, તે ઉદ્ધાર તરફ પહેલું પગલું છે.”
આપણે આ જગ્યાએ પહોંચવાનો રસ્તો શોધવાનો છે, ત્યાં રહેવાનું છે અને આ આંતરિક મૌનને આધીન થવાનું છે. ઉપરછલ્લું મૌન કોઈ કામનું નથી, જો, અંતરના ઊંડાણમાં મૌનનો અભાવ હોય. અંતરના ઊંડાણમાં રહેલ મૌનમાંથી જે પણ પ્રકટ થશે તે વધુ સ્પષ્ટ હશે.
મૌન વિના આપણે આપણા અનુભવો ને ખરી રીતે નથી અનુભવી શક્તા. આપણે અહીં છીએ પણ ઊંડાણથી અહીં નથી. આપણા ઘણા અનુભવો છે, પણ તેમાં આપણને બદલવાની, જાગૃત કરવાની, કે આપણને હર્ષ અને શાંતિ આપવાની શક્તિ નથી જે સૃષ્ટીપર નથી, એવું જીસસ કહે છે (જોન ૧૪.૨૭) માં.
અંતરમાં અને બહારમાં જો થોડા અંશે મૌન નહીં હોય, તો આપણે ખરેખર જીવિત નથી, અને ક્યારેય ક્ષણ નો સ્વાદ નથી લઈ શક્તા. ચિંતન નું વિરોધાર્થી કર્મ નહીં, પણ પ્રત્યાઘાત છે. આપણે એવા શુદ્ધ કર્મ ની રાહ જોવી જોઈએ જે અંતર ના ઊંડા મૌન માંથી પ્રકટે.
--રીચાર્ડ રોર ન્યુ મેક્સિકો માં એક ફ્રાંસીસી ધર્મગુરુ છે. તેઓ Center for Action and Contemplation (CAC) ના સંસ્થાપક છે. તેઓ ફ્રાંસીસી રૂઢી પ્રમાણે ચિંતન, ખાલી થવું , કરુણાભાવ વ્યક્ત કરવો, એવું, મુખ્યત્વે સામાજિક રીતે તિરસ્કૃત થયેલા લોકો ને શીખવે છે.
મનન ના પ્રશ્નો:
૧.) શુદ્ધ કર્મ અંતર ના ઊંડા મૌન માંથી પ્રકટે છે, આ વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) તમે ક્યારેય પોકાર ના પેટાળમાં પણ મૌન અને “આમેન” કહેવામાં રહેલ વિરામ નો અનુભવ કર્યો છે ? તો વર્ણવો.
૩.) આ મૂળભૂત પ્રાકટ્યને આધીન રહેવામાં શું મદદ કરશે?