What Can You Trust?


Image of the Weekતમે શેનો વિશ્વાસ કરી શકો?- ડગ પાવર્સ



આજના યુવાનો ના મનમાં એક મોટી દુવિધા છે, કે, તેઓ પોતાના અનુભવમાંથી શેનો વિશ્વાસ કરી શકે.



૧૯૫૦ અને ૬૦ માં, આપણે સંપ્રદાય, મહાવિદ્યાલય, વિચારધારા અને અર્થશાસ્ત્રીઓ પર વિશ્વાસ કરતાં. અનેક ક્ષેત્રો માં જુદીજુદી કક્ષા ના નિષ્ણાંતો હતા. વ્યક્તિઓ માનતા કે તેમની શાખ છે અને તેઓ સમાજ અને સંસ્કૃતિની રચના ના પેચીદા તંત્ર ને પોતાની ઉત્તમ રીતે સમજવાનો પ્રયત્ન કરતાં.



પછી તેઓ માં રહેલ આ વિશ્વાસ સંપૂર્ણપણે પડી ભાંગ્યો, અને લોકો ને સમજાયું નહીં કે ક્યાં નજર કરવી. ૬૦ અને ૭૦ ના દાયકામાં સત્તાધીશો સામે બળવો કરવાનું ચાલ્યું, ત્યારે આપણી પાસે એવા સત્તાધીશો હતા જેની સામે આપણે બળવો કરીએ, ત્યારે હજી કંઇક અસ્તિત્વ હતું ; આપણે અડધા વ્યક્તિત્વ અને અડધા બળવાખોર હતા. છતાંય કંઇક માળખું હતું. જો કે, હવે, ક્યાંય જોવા જેવું નથી રહ્યું, જ્યાં આપણે સત્તા કે માળખું કોઈપણમાં વિશ્વાસ કરી શકીએ. ઈરાદાઓ હવે શુદ્ધ નથી રહ્યાં . આપણે સાધારણપણે જ એવું નથી માનતા કે કોઈની શાખ છે – અને જો કોઈની શાખ હોય, તો પણ, તેઓ ના બીજા ઈરાદાઓ પણ હોય શકે છે.




તો હવે મોટી સમસ્યા એ છે કે ક્યાં નજર કરવી. હવે, આ શરુ કરતાં સત્તા નો સવાલ આવે, પણ પછી , ઊંડું વિચારતા આ સવાલ એકબીજા પર આવીને ઉભો રહે છે – સંબંધો માં , શું આપણે એકબીજા પર વિશ્વાસ કરી શકીએ છીએ? અને પછી આપણે એવી જગ્યાએ પહોંચ્યા છીએ જ્યાં આપણે આત્મવિશ્વાસ ગુમાવી બેઠા. એટલે હવે, આપણે આ રસ્તે એવા બિંદુ પર પહોંચ્યા જ્યાં આપણે માત્ર આપણી ક્ષણિક લાગણી ના આવેશ પર વિશ્વાસ કરીએ છીએ. મને તો ખાત્રી નથી કે આપણે આનો વિશ્વાસ કરી શકીએ, કારણકે આ બહુ અસ્થિર છે. તો, મૂળ સમસ્યા એ છે: આપણે ક્યા આધાર તરફ નજર કરવી જ્યાંથી આપણે આપણા વિચારો અને કર્મો નક્કી કરવા, અને આપણે ક્યા આધારે આ વિચારો અને કર્મો નું મૂલ્યાંકન કરીશું, અને જીવન જેના પર આપણો ભરોસો છે.



----ડગ પાવર્સ એક શિક્ષક, વિદ્વાન અને સાધક છે. તેમના એક લેખ માંથી ઉદધૃત



મનન ના પ્રશ્નો:



૧.) તમે શાનો આધાર લઈને તમારા કર્મો નક્કી કરો છો?
૨.) તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે ઘણી જૂની સંસ્થા પરથી તમારો વિશ્વાસ ઉઠી ગયો અને તમારે પોતાનો આધાર શોધવો પડ્યો હોય, તો વર્ણવો.
૩.) તમારું માર્ગદર્શન કોણ કરે છે, જે સ્થિરતા થી હંમેશ તમારે માટે હાજર પણ હોય?

 

Doug Powers is teacher, scholar and a seeker. Excerpt above is taken from this article.


Add Your Reflection

28 Past Reflections