From Transaction To Trust

Author
Mark Manson
43 words, 18K views, 9 comments

Image of the Weekસોદા થી વિશ્વાસ સુધી – માર્ક મેન્સન




જીવન ની મહત્વ ને મુલ્યવાન બાબતો, મૂળથી, લેણદેણ સ્વરૂપે નથી હોતી. અને તેને માટે સોદેબાજી કરવી, એ તેનો નાશ કરવા બરોબર છે. તમે આનંદ મેળવવા ષડ્યંત્ર રચવાનું ; તે નહીં જ કરી શકો. પણ મોટેભાગે લોકો આવું કરવાની કોશિશ કરે છે, ખાસ કરીને ત્યારે, જયારે તેઓ મદદ અથવા સ્વપ્રગતી માટે સલાહ લેવા જાય – ત્યારે જાણે કહેતાં હોય, “ મને આ રમત ના નિયમો શીખવો અને હું આ રમત રમું”, જાણે તેઓ બેખબર છે, કે, આનંદ માટે ના કોઈ નિયમો નથી અને કોઈ તમને આનંદ માં રહેવામાં આડું નથી આવતું.




જે લોકો જીવનમાં સોદા અને નિયમો બનાવે છે તેઓ સ્થૂળ જગત માં ઘણું મેળવે છે, પરંતુ, ભાવજગત માં પંગુ અને એકલા રહી જાય છે. આવું એટલે કે સોદા ના સંબંધો કપટ ના પાયા ઉપર ઉભા હોય છે.




વડીલો એ સમજવું જોઈએ કે સોદેબાજી એક અનંત ચક્કર છે, અને જીવનમાં ખરી કિંમત અને અર્થપૂર્ણ બાબતો તો કોઈ શર્ત કે સોદેબાજી વગર મળે છે. તેને માટે સમજદાર માબાપ અને શિક્ષક ની જરૂર છે, જે યુવાનો ની સોદેબાજીમાં ના ફસાઈ. આનો ઉત્તમ રસ્તો છે, શરતો વગર, સાચો દાખલો બેસાડવો. યુવાનો ને વિશ્વાસ શીખવવા તેના પર વિશ્વાસ કરવો. આદર શીખવવા તેનો આદર કરવો. અને પ્રેમ શીખવવા તેને પ્રેમ કરવો. જો તમે પ્રેમ, આદર કે વિશ્વાસ ને જબરદસ્તીથી ઠોકી નહીં બેસાડો – તો આખરે, જે આ બાબતો ને શરતી બનાવી શકે છે- તે તમે માત્ર વહેવા દો, અને સમજો કે, એક સમયે યુવાનોની સોદેબાજી હારશે અને તેને બિનશરતી થવાની કિંમત સમજાશે, જયારે તે તૈયાર હોય.




બિનશરતી રીતે વર્તવું અઘરું છે. તમે કોઈ ને પ્રેમ કરો, એવું જાણી ને, કે, તમને સામે પ્રેમ નહીં મળે, તે છતાંય તમે તેવું કરો. તમે કોઈ પર વિશ્વાસ કરો, એવું સમજીને, કે, તમને દગો થઈ શકે છે. કારણકે બિનશરતી વલણ અપનાવવા અમુક અંશે શ્રદ્ધા ની જરૂર છે – એવી શ્રદ્ધા કે તમારું ધાર્યું પરિણામ ના આવે, તો પણ, આ કર્યું તે સાચું છે, તેવો વિશ્વાસ રહે.




મનન ના પ્રશ્નો:


૧.) બિનશરતી વલણ અપનાવવા અમુક અંશે શ્રદ્ધા ની જરૂર છે, આ વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) તમે ક્યારેય બિનશરતી રીતે જીવન ની સમજણ ને ઉભી થવાનો મોકો આપ્યો છે, તો વર્ણવો.
૩.) સોદેબાજી થી વિશ્વાસ તરફ કેવી રીતે વળી શકીએ?
 

Mark Manson is a best-selling author.


Add Your Reflection

9 Past Reflections