My Neighbor's Corn

Author
Naren Kini
34 words, 24K views, 16 comments

Image of the Weekમારા પાડોશી ની મકાઇ
- નરેન કિણી

એક ખેડૂત ઉત્તમ મકાઈ ની ખેતી કરતો. દર વર્ષે તેને મકાઈની ગુણવત્તા માટે ઇનામ મળતું. એક વખત, એક પત્રકારે તેની મુલાકાત લીધી, અને તેના વિષે કૈક રસપ્રદ જાણવા મળ્યું, કે, તે કેવી રીતે આ ખેતી કરતો. પત્રકારે જાણ્યું કે તે ખેડૂત તેના ખેતર ના બીજ તેના પાડોશી ખેડું સાથે વહેંચતો.


પત્રકારે પૂછ્યું, “ તમને તમારા સારા માં સારા બીજ આ પાડોશી સાથે વહેંચવા કેવી રીતે પોષાય, જયારે તેઓ તમારી સામે દર વર્ષે પ્રતિયોગીતા માં ભાગ લે છે. “?


ખેડૂતે જવાબ માં કહ્યું, “ કેમ સાહેબ, શું તમે નથી જાણતા? જયારે મકાઈ પાકે ત્યારે વાતો પવન તેની પરાગરજ ને ખેતર થી ખેતર ફેલાવી દે છે. જો મારા પાડોશી નબળી મકાઈ ઉગાડે, તો આ પરાગનયન ની પ્રક્રીયા દ્વારા મારી મકાઈ સતત ઉતરતી કક્ષાની બને. જો મારે સારી મકાઈ ઉગાડવી હોય, તો મારે મારા પાડોશી ને પણ સારી મકાઈની ખેતી કરવામાં મદદ કરવી જોઈએ.”


આવુંજ આપણા જીવનનું છે. જેમને અર્થપૂર્ણ રીતે જીવવું છે, તેઓએ બીજાના જીવન સંપન્ન થાય તેવી મદદ કરવી જ જોઈએ, કારણકે જીવન નું મુલ્ય તેનાથી છે, કે, તેને બીજા કેટલા જીવન ને સહારો આપ્યો. પ્રતિસાદ અને આનંદ ની ગુણવત્તા નો આધાર આપણા વિચારો ની ગુણવત્તા અને પ્રેમ જે આપણે વહેંચીએ અને ફેલાવીએ તેના પર છે.


તો જેઓ આનંદને પસંદ કરે છે તેઓએ બીજાને ખુશી મેળવવા માં મદદ કરવી જોઇશે, કારણકે એક નું મંગલ બધાંના મંગલ સાથે બંધાયેલું છે.


નરેન કિણી સીલીકોન વેલી માં ઉદ્યોગપતિ હોવાની સાથે હાર્ટફૂલનેસ ધ્યાન ના સાધક છે, તેઓ સંગીત, લેખન અને ચિત્રકલા ના ચાહક છે.

મનન ના પ્રશ્નો:
૧.) તમારી ઉત્તમ ભેંટો આજુબાજુવાળા સાથે વહેંચવી તે વિષે તમે શું માનો છો?
૨.) તમને એવો અનુભવ થયો છે કે તમારી વહેંચેલી ભેંટ તમને પાછી મળી હોય?
૩.) રોજબરોજ ના નિર્ણયો વખતે જીવન પ્રત્યે ના ઊંડા વિચારમાં કેવી રીતે સ્થિર રહેશો?
 

Naren Kini is an entrepreneur in the Silicon Valley, Heartfulness meditator for decades, and loves music, writing and drawing. The artwork above is his own sketch. He will also be a guest on our Awakin Call this Saturday.


Add Your Reflection

16 Past Reflections