Universal Humans In Training

Author
Gary Zukav
29 words, 17K views, 9 comments

Image of the Weekઅભ્યાસુ વૈશ્વિક મનુષ્યો – ગેરી ઝુકાવ


આપણે અત્યારે માનવ ચૈતન્ય ની માંહે ના અભૂતપૂર્વ પરિવર્તનને આરે છીએ. અભૂતપૂર્વ. આપણી સમજ આપણી પાંચ ઈન્દ્રીયો ની પરે વિસ્તરી રહી છે. સંકલિત થઈને તે એક વ્યવસ્થા બને છે જેનો પ્રાદુર્ભાવ સ્થૂળ સ્વરૂપે થાય છે. હવે આપણે એક નવી ઇન્દ્રીય વ્યવસ્થા ને પામી રહ્યા છીએ: આપણે બહુલક સંવેદનશીલ બની રહ્યા છીએ. આપણે હવે પંચઇન્દ્રીય પ્રજાતિ માંથી બહુઇન્દ્રીય પ્રજાતિ બની રહ્યા છીએ, અને આ અતિ ઝડપે બની રહ્યું છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ; આ ત્રણેક પેઢીઓ સુધી માં થઇ જશે. ઉત્ક્રાંતિ હવે સ્થૂળ વિકાસ સાથે બંધાયેલ નથી જેને ૪૦હજાર વર્ષ લાગી જાય. આ ઉત્ક્રાંતિ અત્યારે તમારી અંદર થાય છે.


બહુઇન્દ્રીય બનવાથી તમારી પોતાના પ્રત્યે ની સમજ અને સંવેદનશીલતા માં ફર્ક પડે છે. તમને સમજાય છે કે, તમે મન અને તન કરતાં ઘણા વધારે છો, કે તમારામાં એક અમર તત્વ છે. આ તમારી સૃષ્ટી પ્રત્યે ની સમજ ને બદલાવે છે. દાખલા તરીકે, હવે આપણે પ્રભાવ ને અલગ રીતે સમજીએ છીએ. જયારે પંચઇન્દ્રિય સમજ હતી ત્યારે, બળ કે પ્રભાવ એટલે પોતાના કાબુ માં કરવું કે હેરફેર કરવાનું સામર્થ્ય ધરાવવું એવું હતું. આ પંચઇન્દ્રિય માટે દવા હતી પણ હવે તે ઝેર છે. બહાર બળ કે પ્રભાવની ખેવના કરવી, તે હવે હિંસક અને ઘાતક બની ગયું છે. સાચો પ્રભાવ -કે પ્રભાવ ની સમજ – નિરભ્ર પ્રભાવ -એ હવે આત્મા સાથે સ્વત્વ ની સંલગ્નતા સાધવામાં છે. તમારા સ્થૂળ અનિત્ય તત્વ નું તમારા શાશ્વત, અનંત, નિત્ય તત્વ સાથેનો સુમેળ. તમારું એવું તત્વ જે જીવન માં ઐકય અને સુમેળ અને સહભાગીતા અને ભક્તિ સાધે છે.


અને આ બધું વૈશ્વિક માનવ બનવાનું કારણ બને છે. વૈશ્વિક માનવ એ સૃષ્ટીનો પુખ્ત નાગરિક છે. જો આપણે પોતાને સૃષ્ટી ના બાળકો ગણીએ, તો આ તેવા રમકડા થી રમવા જેવું છે. આ છબી હવે આપણા કંઈ કામની નથી. તે આપણને સંકુચિત કરે છે. તે આપણને આપણી ભેંટો આપતાં અટકાવે છે. તે એવી છબી છે જેમકે એક ઘેંટુ પોતાના ગોવાળ ને માંગતું હોય.


વૈશ્વિક માનવ દેશ ની પરે છે. વૈશ્વિક માનવ સંપ્રદાય ની પરે છે. વૈશ્વિક માનવ જાતિની પરે છે. વૈશ્વિક માનવ વંશ ની પરે છે. આ બધા વૈક્તિક ગુણો છે, પણ આત્મા ને આમાંનો એકેય નથી. આ બધા ગુણો આપણે માટે શિખવાની તક પૂરી પાડે છે. વૈશ્વિક માનવનો પહેલો પ્રજાધર્મ જીવન પ્રત્યે છે, અને બાકી બધું પછીથી. દાખલા તરીકે, હું વૈશ્વિક માનવ પહેલાં, અને પુરુષ પછી. હું વૈશ્વિક માનવ પહેલાં અને અમેરિકી પછી. હું વૈશ્વિક માનવ પહેલાં અને દાદા પછી. તો હું વૈશ્વિક માનવ પહેલાં અને બાકી બધું બીજા ક્રમે.


આપણે બધા અભ્યાસુ વૈશ્વિક માનવો છીએ.


--ગેરી ઝુકાવ ઘણા પુસ્તકો ના લેખક છે. તેમને સાબરમતી આશ્રમમાં આપેલ ભાષણ માંથી આ ઉદધૃત છે, અને આમાંનું ઘણું તેઓ પોતાના નવા પુસ્તક માં ઉમેરશે.


મનન ના પ્રશ્નો:
૧.) વૈશ્વિક માનવ વિષે તમારી શું સમજણ છે?
૨.) તમે કયારેય તમારા સ્વત્વ ને તમારા આત્મા સાથે સંલગ્ન કર્યો છે? તો વર્ણવો.
૩.) મન અને તન ની પરે પણ તમારું એક અમૃત તત્વ છે, તેવી જાણકારી કેવી રીતે રાખી શકીએ?
 

Gary Zukav is the best selling author of many books. The above excerpt is from a speech he gave at the Gandhi Ashram in India, and includes ideas that he hopes to cover in a forthcoming book.


Add Your Reflection

9 Past Reflections