સંપત્તિ શું છે?
-રાયન હોલીડે
સંપત્તિ શું છે? ખુબ બધું હોવું, નહીં? આ સમીકરણ ના ચલ તત્વો ઘણા સહેલા છે. તમારી પાસે શું છે, તમારી પાસે શું આવ્યું, અને તમારી પાસેથી શું ગયું. આ બધું પ્રમાણસર એકબીજા સાથે વહેચાયેલું હોય, તો તમે સલામત છો. જોકે આ સમીકરણમાં આપણે છુપાયેલા ચલ તત્વો ને ભૂલી જઈએ છીએ, જે મોટાભાગે આપણી સાપેક્ષ “જરૂરીયાતો” અને “માંગણીઓ” નું સ્વરૂપ ધારણ કરે છે.
મોટાભાગના લોકો પોતાની સંપત્તિ, ખુબ પરિશ્રમે, જેટલું કમાઈ શકે તેટલું કમાઈ ને સંચિત કરે છે. એટલેજ તો તેઓ ખુબ મહેનત કરે છે. એટલેજ તેઓ આટલું જોખમ ઉઠાવે છે. એટલેજ તેઓ રોકાણ કરે છે. આ બધું એટલે નહીં કે તેઓ સલામતી ઈચ્છે છે---પણ એટલે કે તેઓએ પોતાની જાત ને એમ કહ્યું છે, કે, તેમને હજી વધારે, વધારે અને વધારે ની જરૂર છે, અને જેટલું છે, તે પુરતું નથી.
સેનેકા, અતિ ધનિક વ્યક્તિએ, આવું કર્યું. નિરો જેવા તાનાશાહ તેનાથી મળનારા નાણાંની લાલચ થી પ્રેરાય ને પસંદ કર્યું. જો તેને માત્ર એકવાર પોતાની સલાહ માની હોત (જે તેને એપીક્યુંરસ પાસથી મળી હતી): “જો તારે પાઈથોકલ ને ધનવાન બનાવવો હશે, તો તેના પૈસા માં વૃદ્ધિ નહીં, પરંતુ, તેની કામના માંથી બાદબાકી કર.”
એક પવિત્ર ભલા વ્યક્તિ માટે ધનિક હોવાની ઈચ્છા કંઈ ખોટી નથી. એ આરામ, સલામતી અને સૃષ્ટિનું ભલું કરવા માટે જઈ તકો પૂરી પાડે. વૈરાગી તમને એક મિનીટ તમારી સંપત્તિ ની વ્યખ્યા વિષે વિચારીવાનું કહે છે- અને તમારી પાસે કદાચ તે બધુંજ હોય જે તમને જરૂર નું હોય.
આ સંપત્તિ ના સમીકરણ નો કોયડો ઉકેલવાના અનેક રસ્તા છે, અને તમારે માટે કદાચ ગુણાકાર ને બદલે બાદબાકી વધું સરળ બને. અને પછી બેંક માં પડેલા નાણાંની પાછળ વધું શૂન્યો જોડવા કરતા તમારી ધનિક કોને કહેવાય તેની સમજણ મેળવવી વધું મહત્વ ની અને સહેલી છે,.
The Daily Stoic માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) તમારી સંપત્તિ ની વ્યાખ્યા શું છે?
૨.) તમે ક્યારેય ગુણાકાર ને બદલે બાદબાકી કરવાથી સંપત્તિ નો અનુભવ કર્યો છે?
૩.) જરૂરતો અને માંગણીઓ વચ્ચે ને ભેદ ને કેવી રીતે પારખી શકીએ?
Excerpted from The Daily Stoic.