જે તમારું નથી તેનો ત્યાગ કરો
– શૈલા કેથેરિન
ડાહ્યા લોકો જતું કરવાની મહત્તાને સમજે છે ---આપણે જે ઝંખીયે કે જે મેળવીએ, તેને પણ જતું કરવું. ધ્યાનની સાધના આમતો ઉપરની કક્ષા મેળવવા કરતા વધારે જતું કરવાની છે. આધ્યાત્મિકતા નું જીવન તમને એવું આમંત્રણ આપે છે કે, જેટલું તમને બંધનકર્તા છે તેનો ત્યાગ કરો, એ ભલે તમારા સોણલા સ્વપ્ન, નુકસાનકર્તા વલણ, ધારણાઓ, દ્રષ્ટિકોણ કે પ્રિય ભૂમિકા, આસ્થા અને આદર્શ હોય.
“જો તમારે દુઃખી ન થવું હોય, તો વળગી રહેવાનું બંધ કરો” બુદ્ધ ની તમામ શિખામણનો આ મુખ્ય સાર છે. પણ જો તમે આટલી સરળ સુચના નો અમલ ન કરી શકો, અને ઝંખો (જેમ આપણામાં ના ઘણા કરે છે) વધું જટિલ અભિગમ જે તમને સતત કાર્યરત રાખે જ્યાં સુધી આખરે તમે વળગી ને થાકી જાવ, સદીઓથી સાધકોએ આવી કેટલીયે સાધનાઓ નો જંગ ખડકયો છે.
અને છતાંય, કયારે પણ સાધના માં તમને એ ન સમજાય કે શું કરવું, તો જતું કરો.
આ કોઈ વધારા નું કામ નથી. એ તો, સરળતાથી, ઉત્પન્ન થાય છે જયારે તમે ચોંટવા નું બંધ કરો.: એક ક્ષણના અનુભવ માંથી ઉભી થતી પ્રજ્ઞા નો પ્રાદુર્ભાવ. સમાન્ય જ્ઞાન આપણને કહે છે, “જયારે તમે ખેંચાઈ રહ્યા નો અનુભવ કરો ત્યારે, પટ્ટા ને છોડી દો.” જયારે તમે પકડી રાખવાના દુઃખ થી પીડાઓ અને સમજો કે આ પકડવું જ તમારા દુઃખ નું કારણ છે, ત્યારે તેનો ઉપાય દેખીતોજ સ્પષ્ટ છે.
અમુક લોકો એવા ભયમાં રાચે છે કે જતું કરવાથી તેમના જીવન નું મુલ્ય, આરોગ્ય, ક્ષમતા, સિદ્ધિ કે મિલ્કત ઓછી થઈ જશે. આના વિષે બુદ્ધ કહે છે, “જે તમારું નથી, તેનો ત્યાગ કરો, આ ત્યાગ તમને તમારા મંગલ અને આનંદ તરફ લઇ જશે.” આ એક ગહન ચિંતન ને આમંત્રિત કરે છે, કે હકીકતે પોતાનું કહી શકીએ તેવું શું છે. સ્થૂળ અને માનસિક તત્વો ના અનિત્ય સ્વભાવ ને જેમ ઊંડાણથી સમજીએ, તેમ આપણે દ્રષ્ટિકોણ, ઈન્દ્રીઓ નો અનુભવ, અને સ્થૂળ તત્વોનો સંગ્રહ બાદ કરતા જઈએ. ઉપરછલ્લી રીતે એમ લાગે કે, આનો અર્થ એમ, કે, આપણે બધુંજ છોડી દેવાનું છે, પણ સાથેજ સમજણ પ્રગટે કે કંઈજ સંગ્રહિત ન હોય તો છોડવાનો પ્રશ્નજ ઉભો નથી થતો. તો આ માલિકીભાવ નો ત્યાગ જ મહાન છે.
ધ્યાન માં ત્યાગ કરવો તેમાં કોઈ નુકસાન નથી. અનિત્ય ને સમજવું, એ વસ્તુ કે સ્થિતિનો, ક્યારેય પકડમાં ન આવવાના સ્વભાવ પ્રત્યે પ્રજ્ઞા પ્રગટ કરે છે. જયારે આ મૂળ વાત સમજાય ત્યારે ભય ને સ્થાન નથી રહેતું. આ પ્રજ્ઞા નો પ્રાદુર્ભાવ એક અદભુત આનંદ ઉત્પન્ન કરે છે, જે બધાં ક્ષણિક વિલાસ ની પર છે, અને જે થોડો રહી ગયેલો ભય હોય, કે, જે પકડ માં નથી તેના પર અધિપત્ય મેળવવા દોરે, તેને હળવો કરે છે.
શૈલા કેથેરિન ધ્યાન ના આચાર્ય છે, જેઓ ઊંડાણમાં કેવી રીતે ગ્રહણ કરી શકીએ તેવી સાધનામાં પારંગત છે. તેમના પુસ્તક
“Focused and Fearless” માંથી ઉદધૃત.
મનન ના પ્રશ્નો:
૧.) “ત્યાગ જેમાં નુકસાન નથી”, તે તમારે માટે શું છે?
૨.) તમને ક્યારેય “પટ્ટો છોડી દીધો હોય” તેવો અનુભવ થયો હોય, તો વર્ણવો.
૩.) રોજબરોજ ના જીવન માં વસ્તુ સ્થિતિ ની અનિત્યતા ને કેવી રીતે ધ્યાન માં રાખી શકીએ?