ઈશ્વર નો આકાર છે?
- આર્થર ઓસ્બોર્ન
એક દિવસ ભારત ના મહાન સંત રમણમહર્ષિ પાસે એક વ્યક્તિ એ આવી ને પ્રશ્ન કર્યો, “શું ઈશ્વર ને આકાર છે?
મહર્ષિ એ પ્રતિઉત્તર કર્યો “કોણ કહે છે ઈશ્વર ને આકાર છે?” એટલે તે વ્યક્તિએ જોર દઈને પૂછ્યું, “જો ઈશ્વર નિરાકાર હોય તો તેમને આકાર આપી અને મૂર્તિપૂજા કરવી તે ખોટું નથી?”
મહર્ષિ ના જવાબ ની તેની સમજણ એવી હતી કે, “કોઈ નથી કહેતું કે ઈશ્વર ને આકાર છે.” પણ તેનો ખરો અર્થ જે પૂછ્યું તેમાં સ્પષ્ટ પ્રગટ થતો હતો, “ઈશ્વર ને રહેવા દે, પહેલાં એ કહે કે “તારો” આકાર છે.”
“હા, મારે આકાર છે, જે તમે જોઈ રહ્યા છો, પણ હું ઈશ્વર નથી. “ “તો શું તું આ હાડ, ચામ, માંસ, મજ્જા, લોહી નો બનેલો અને સારા પોશાક માં સજ્જ થયેલો, આ શરીર છે?”
“હા એવુંજ હશે; એટલેજ મને મારા આ શારીરિક આકાર માં હોવાનું ભાન છે.”
“હવે તું એને તે શરીર કહે છે, કારણકે તને તેનું ભાન છે, પણ શું તું શરીર છે? જયારે તું ગાઢ નિદ્રામાં હોય છે, તેનાં અસ્તિત્વ થી બેખબર, તો એ તું છે?”
“હા, કારણકે હું આજ શારીરિક આકાર માં છું જયારે નિંદ્રાધીન હોવ, અને જ્યાં સુધી સુઈ ના જાવ, અને જેવો ઉઠું કે જોવું છું કે જેવો સુતો હતો તેવોજ ઉઠ્યો છું.”
“જયારે મૃત્યુ થાય ત્યારે?” પ્રશ્નકર્તા જરાવાર થોભીને કહે છે, “ત્યારે, મને મરેલો માનીને શરીર ને દફન કરે છે.”
“પણ તે તો કહ્યું કે તું શરીર છે. તો જયારે દફનાવવા માટે લઇ જવામાં આવે ત્યારે તે કેમ પ્રતિકાર નથી કરતું, “ના, ના, મને નહીં લઇ જાવ! આ મિલ્કત મેં મેળવી છે, આ કપડાં જે મેં પહેર્યા છે, આ બાળકો જે મેં પૈદા કર્યા, આ બધું મારું છે, અને મારે તેની સાથે રેહવું છે !”
મૂંઝાયેલ આંગતુક હવે કબુલ કરે છે કે તે ભૂલથી સમજી બેઠો કે તે આ શરીર છે, અને કહ્યું, “હું આ શરીર ની માંહે નો પ્રાણ છું, શરીર નથી.”
પછી મહર્ષિ એ સમજાવ્યું, “આજ સુધી તું ચોક્કસપણે એવું માનતો હતો કે તારે આકાર છે અને તું આ શરીર છે. આજ મુખ્ય અજ્ઞાન છે જે બધી મુશ્કેલી નું મૂળ છે. જ્યાં સુધી આ અજ્ઞાન ન હટે, જ્યાં સુધી તું તારા નિરાકાર તત્વ ને ન પિછાને, ત્યાં સુધી ઈશ્વર આકાર છે કે નિરાકાર છે, અને તેની મૂર્તિ પૂજા કરવી કે નહીં, એ વિવાદ અસ્થાને અને નિરર્થક છે. જ્યાં શુધી વ્યક્તિ પોતાને નીરાકાર સ્વરૂપે નહીં જોઈ શકે ત્યાં સુધી નિરાકાર ઈશ્વર ની સાચી ભક્તિ શક્ય નથી.“
-"Ramana Maharshi and the Path of Self Knowledge". માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) તમે પોતાને શરીર નહીં પણ તેમાં રહેલા પ્રાણ રૂપે કેવી રીતે સમજી શકો?
૨.) તમે નિરાકાર છો, એવો તમને ક્યારેય અનુભવ થયો છે?
૩.) નિરર્થક વિવાદથી દુર રહીને કેવી રીતે આત્મજ્ઞાન મેળવી શકીએ?