Opening Thy Palm


Image of the Weekમુઠ્ઠી ખોલવી – રવીન્દ્રનાથ ટાગોર

હું ઘેર ઘેર ભિક્ષા માંગતો નગર ની ગલીમાં હતો, જયારે, તારો સોનેરી રથ દુર એવી રીતે દ્રશ્યમાન થયો જાણે એક દીવ્યસ્વપ્ન અને હું વિચારવા લાગ્યો, કોણ છે આ રાજાઓ નો રાજા !

મારી આશાઓ વધી અને મેં વિચાર્યું મારા કાળ (ભૂખ્યા) દિવસો નો હવે અંત આવી રહ્યો છે, અને હું માગ્યા વગર મળનારી ભિક્ષા માટે અને આસપાસ ધૂળ માં વેરાયલી સંપદા ની રાહ જોતો ઉભો.

હું ઉભો હતો ત્યાં રથ થોભ્યો. તે મારી સામે નજર કરી અને નીચે ઉતરી ને મારી સામે સ્મિત કર્યું. મને લાગ્યું કે આખરે મારા જીવનનું ભાગ્ય ઉઘડ્યું. અને ત્યાંજ અચાનક, તે તારો જમણો હાથ મારા તરફ લંબાવી ને કહ્યું “મને આપવા તારી પાસે શું છે?”

અરે, રાજા આ કેવી મશ્કરી કે ભિખારી પાસે મુઠ્ઠી ખોલીને તું માગે ! હું મૂંઝાયેલ અને દુવિધા માં ઉભો રહ્યો અને પછી મેં ધીમે રહી ને મારા ખિસ્સામાંથી એક નાનો મકાઈ નો દાણો કાઢીને તને આપ્યો.

દિવસ ને અંતે અચંબો ઉપજ્યો, જયારે મેં મારી થેલી જમીન પર ઠાલવી ને ખાલી કરી ત્યારે એક મકાઈ ના દાણા જેટલું સોનું બાકીના ક્ષુદ્ર ઢેરમાંથી મળ્યું. અને હું પોક મુકીને રડ્યો, એ આશાએ કે કાશ, ત્યારે મારું હ્રદય ખોલીને મેં તને મારું બધુજ આપી દીધું હોત.

-રવીન્દ્રનાથ ટાગોર પહેલાં ભારતીય હતાં જેમને સાહિત્યમાં નોબેલ ખિતાબ ૧૯૧૩માં મળ્યો.

મનન ના પ્રશ્નો:

૧.) ભેંટ માં તમે કેવું સોનું ઉગાડી શકો છો?
૨.) તમે કયારેય દરિદ્રતા ના ભાવ માંથી સમૃદ્ધિ ના ભાવ માં પલટાયા હો તો વર્ણવો.
૩.) સમૃદ્ધિ નો ભાવ કેવી રીતે ઊંડાણમાં કેળવી શકીએ?
 

Rabindranath Tagore was the first non-European to win the Nobel Prize for Literature in 1913.


Add Your Reflection

14 Past Reflections