મોનેટ ઓપરેશન ની ના પાડે છે
– લીસ્લ મુલર
ડોક્ટર, તમે કહો છો કે કોઈ તેજોવલય નથી
પેરીસ ના માર્ગ ના દીપક ની આસપાસ
અને હું વૃદ્ધ થવાને કારણે થયેલું પતન જોઉ છું.
અને હું કહું છું કે, મેં મારું આખું આયુષ્ય
આ દ્રષ્ટિ, જે ગેસ ના દીવા ને ફરિશ્તા ની જેમ જુએ છે,
તે મેળવવામાં વિતાવ્યું છે,
હળવું બનતા, ધીમે ઓગળતું અને આખરે ખોવાતું
તમે જે ખૂણાનો અફસોસ કરો છો, તે તો મને દેખાતો પણ નથી,
એવું શીખવું કે, જે રેખાને હું ક્ષિતિજ કહું છું, તે છે જ નહીં,
અને આકાશ અને પાણી, બંને અલગ છે, પણ એકજ તત્વ ના.
ચોપન વર્ષ લાગ્યાં એ જોવામાં કે રોવેન નું દેવળ
સૂર્ય કિરણ ના સમાંતર પટ્ટાઓ નું બનેલું છે,
અને હવે તમારે યુવાવસ્થા ની ભ્રાંતિ નું પરાવર્તન કરવું છે:
સ્થિત ઉપર અને નીચે ના ખ્યાલ, ત્રીપરીમાણીય જગ્યા નો ભ્રમ,
વેલ અને પુલ જેને તે લીપ્ટેલી છે, તેને અલગ કરતો.
હું તમને કેમ કરીને સમજાવું,
પાર્લામેન્ટ દરેક પસાર થતી રાતે ઓગળતી જાય છે,
થેમ્સ નદી નું વહેતું શમણું બનવા?
મારે એવી સૃષ્ટિ માં પાછા નથી ફરવું, જ્યાં,
બધા એકબીજાથી અજાણ છે,
જાણે કે ટાપુઓ એક મહાખંડ ના ખોવાયેલા બાળકો નથી.
જીવન એક પ્રવાહ છે, અને પ્રકાશ જેને સ્પર્શે તે બની જાય,
પાણી બને, પાણી પર તરતાં કમળ બને,
નીલું, ગુલાબી અને પીળું બને,
અને સફેદ અને આસમાની દીવા,
નાની મુઠ્ઠીમાંથી સરકતો સૂર્યપ્રકાશ,
એટલા ઝડપથી એક માંથી બીજામાં જાય, કે તેને
વણવા મારે પીંછી માં રહેલા લાંબા વાળ ની જરૂર પડે.
ત્યારેજ તો હું પ્રકાશ ની ગતી નું ચિત્ર દોરી શકું!
આપણા તોળેલા આકારો, આ સીધા છે,
બળી ને હવા સાથે મળી જાય, અને આપણા
હાડ, ચામ અને કપડાં ને ધુંવાડો બનાવે.
ડોક્ટર, જો તમે જોઈ શક્તા હોત કે કેવી રીતે
સ્વર્ગ પૃથ્વી ને પોતાના આલિંગન માં લે છે,
અને કેવી રીતે હ્રદય આ નીલરંગી અનંત વરાળ જેવી
સૃષ્ટી પર હક્ક મેળવવા અનંત વિસ્તરે છે.
-લીસ્લ મુલર
ચિત્રકાર ક્લોડ મોનેટ ને મોતીઓ આવે છે અને ડોક્ટર ને શસ્ત્રક્રિયા કરવી છે ત્યારે મોનેટ ના પાડે છે. તેને પ્રકાશ નું ચિત્ર દોરવું છે. તે ઝાંખા ખૂણા જોઇને ખુશ થાય છે, કે આ જીવન માત્ર ના જોડાણ નું પ્રમાણ છે.
મનન ના પ્રશ્નો:
૧.) તમે જે જુઓ અને પછી તેનો અર્થ કરો, તેમાં, શું, જોડાણ દેખાય છે?
૨.) તમે ક્યારેય જીવન નું જોડાણ જોયું છે?
૩.) એવી દ્રષ્ટિ કેવી રીતે કેળવીએ કે ભેદભાવ ઓગળી જાય?