સત્સંગ માં રહેવું
-આદ્યશાંતિ
અહિયાં આપણે સનાતન સત્ય ને જાણવા મળીયે છીએ. સત્સંગ માં રહેવું એટલે સત્ય ની સાથે રહેવું. સત્સંગ માં તમે પૂછો કે “હું કોણ છું?’ અથવા “હું શું છું?”, પોતાના વિષેની કોઈપણ લીપી કે ભૂમિકા વિના, પોતાના વિષેની કોઈપણ કથા વગર. આપણી આ ભૂમિકાઓ કે કથાઓ, એ, આપણે નથી. સત્ય, આ બધી કથા કે લીપી વિનાનું, આ ક્ષણ માં તમે જે છો, તે છે. પ્રબુદ્ધતા એ આપણી ઓળખમાં આવતો ક્રાંતિકારી બદલાવ છે, તમને એમ છે કે, તમે, તમે છો, પણ તમે તે નથી. તમે શાશ્વત અસ્તિત્વ છો. હવે જાગૃત થવાનો સમય છે. કાલે નહીં. હમણાં.
અહિયાં તેવો આશીર્વાદ છે કે કોઈપણ લાભ કે લેખન વગર નિશસ્ત્ર બનવું. મન જયારે સંપૂર્ણ નિશસ્ત્ર બને છે, ત્યારે એકદમ સંકેત શૂન્ય બને છે. “હું” એક અભિનેતા છે, જે અત્યાર સુધી અભિનય કરતો આવ્યો છે. આપણે જોઈએ, શોધીએ, પણ આ “હું” ની પરે કંઈપણ કે કોઈપણ નથી મળતું. એક ખાલી પડઘો હોય છે, બસ. આમ, જેમ તમે વધુ ને વધુ જતું કરતા જાવ, તેમ આ ભૂમિકા પાછળ કોઈ અભિનેતા નથી રહેતો. આ શબ્દો ની પરે નો અસ્તિત્વનો અનુભવ છે. તમે જે છો, તે તમારા હોવાના ખ્યાલ કરતા પ્રધાન છે. જે લોકો જાણે છે, કે તેઓ કોણ છે, તે કોઈપણ શાસ્ત્ર કે કથા ના આધાર વિના પ્રબુદ્ધ છે.
મન તો આ પ્રબુદ્ધિ ના અનુભવ ને પણ નિશસ્ત્ર થવાના ભય થી પોતાનો ગણે છે. એટલે આ પવિત્ર સિદ્ધાંત પણ ક્યારેક અસ્તિત્વ ની સામે સુક્ષ્મ રક્ષણ માટે વપરાય છે, જે એક સિદ્ધાંત માં બાંધી શકાય નહીં. “હું કોણ છું”, તે એક જીવંત અસ્તિત્વ છે, જે તમે હંમેશ છો અને આ ઘડીએ છો. તમે માનવ અસ્તિત્વ નથી, પરંતુ અસ્તિત્વ છો જે માનવ સ્વરૂપે પ્રગટ્યો છે. તમે જેમ અનુભવ ને આધારે અજ્ઞાત માં પ્રવેશો તેમ તમે વધુ નિશસ્ત્ર બનો છો. આ અજ્ઞાત ની બરોબર વચ્ચે એક સ્પષ્ટ તેજોમય જાગૃતિ છે. આ જાગૃતિ ને પોતાની અંદર જાણવાથી, તમે પ્રબુદ્ધ બનો છો.
આ તમારી અંદર જે પ્રબુદ્ધતા છે, તેનું પોતાનું એક કાર્ય છે. તેને તમારી કાર્યસૂચી સાથે કંઈ લાગતુંવળગતું નથી. તે પોતાની નિયત ગતિ પ્રમાણે ગતિશીલ છે. એટલે તેને માટે કૃતજ્ઞ રહેવું.
આવી વેળાએ, જ્યારે તમે સંપૂર્ણ નિશસ્ત્ર બન્યાં અને બધાંજ શાસ્ત્રો અને કથાઓ ને જતી કરી, ત્યારે તમને લાગે કે તમે કંઈ લાભ નથી મેળવ્યો આ પ્રબુદ્ધતાથી. તેને કોઈ મુશ્કેલી નું સમાધાન ના કર્યું. તે તમારે માટે કશું ના લાવી. પણ આ બધાં માં મહત્વ નું એ છે, કે, હવે તમને આ બાબતો ની પરવા નથી. સત્સંગ માં વ્યક્તિ ની જાગૃતિ તેના શાશ્વત અસ્તિત્વ તરફ થાય છે અને પછી તે સાચું જીવન જીવી શકે છે.
--આદ્યશાંતિ દુનિયા ના પ્રખ્યાત ધ્યાનઆચાર્ય છે.
મનન ના પ્રશ્નો:
૧.) સત્સંગ માં રહેવું તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમારી કાર્યસુચી ની તમને પરવા ન થતી હોય તેવો કોઈ સમય તમે અનુભવ્યો છે?
૩.) અનુભવ ના આધારે અજ્ઞાત પ્રવેશ કઈ રીતે કરી શકાય?