જયારે મારું જીવન સંકટમય હોય
ક્રિસ્ટીના ફેલ્ડમેન
થોડા વર્ષો પહેલાં, એક બુઝુર્ગ સાધુ તિબેટ ની જેલ માંથી ભાગી અને ભારત આવ્યા. તેમની જયારે દલાઈલામા સાથે મુલાકાત થઇ, ત્યારે તેમને પોતાના જેલના દિવસો ને યાદ કર્યા, અને તેમને કેટલી મુશ્કેલી પડી, કેટલો માર સહન કરવો પડયો, અને ભૂખ એકલતા અને ત્રાસ જે તેમને ભોગવ્યો તેની વાત કરી.
એવે વખતે દલાઈલામા એ તેમને પ્રશ્ન કર્યો કે , “તમને એવું ક્યારેય લાગ્યું કે તમારું જીવન સાચેસાચ સંકટમાં છે ?"
બુઝુર્ગ સાધુ નો જવાબ હતો, “હકીકતે, મને સાચેસાચ સંકટ ત્યારે લાગ્યું, જયારે હું મારા જેલરો પ્રત્યે કરુણા ગુમાવી દઈશ તેવો ભય લાગ્યો.”
આવી વાતો સાંભળી ને ક્યારેક આપણે ચકિત અને શંકિત બનીએ છીએ. આવે વખતે આપણે કરુણામય વ્યક્તિ અને કરુણા ની ભાવના બંને ને આદર્શ માનવા તરફ લલચાય જઈએ. આપણે એવું વિચારીએ કે આ લોકો મહાન સંતો છે, અને તેમની પાસે એવી શક્તિ છે જે આપણી પાસે નથી. તે છતાંય અતિ દુ:ખ ની કથાઓ સામાન્ય માણસ ની કથા હોય છે, જેને પોતાના આત્મા ની ઊંચાઈ મેળવી છે. પોતાની અંદર આત્મા ની જાગૃતિ મેળવવા, એ અતિ મહત્વ નું છે કે આપણે કરુણા ને આદર્શવાદ કે અદભુત કંઇક ન માનીએ. આપણી કરુણા, આપણી પીડા ને સ્વીકારવા ના પ્રયત્નમાંથી ઉભી થાય છે, અને નહીં કે તેમાંથી ભાગી છુટવાથી.
આપણું જીવન કદાચ આવા સંકટ કે ભયજનક પરિસ્થિતિમાં ક્યારેય નહીં આવે; તે છતાંય સંતાપ અને પીડા જીવન ની અનિવાર્ય બાબતો છે. આપણે કોઇપણ આપણા હ્રદયની આસપાસ એવી દિવાલો નહીં ચણી શકીએ જે અભેદ્ય હોય અને જીવન ની બાબતો ને તેમાં ન પ્રવેશવા દે. હા, જીવનની આ પીડા નો સામનો કઈ રીતે કરવો તે આપણે પસંદ કરી શકીએ: આપણા હ્રદયના દ્વાર બંધ કરી, મન ને ટૂંકા બનાવી, શરીર ને સંકોરી, અને આપણે દુઃખતા હ્રદયે, અસ્વિકાર ની પરિસ્થિતિ માં જીવી શકીએ. અથવા તો, આપણે હ્રદય ના ઊંડાણમાં ડૂબકી લગાવી અને આંતરિક હામ, સ્થિરતા, ધૈર્ય અને પ્રજ્ઞા ને ઉજાગર કરીએ જે આપણું ધ્યાન રાખે.
આવું આપણે કરીએ તો જાણીએ કે કરુણા કોઈ સ્થિતિ નથી. એ તો આ નાજુક અને અકળ દુનિયા માં જીવવા નો રસ્તો છે. તેનું કાર્યક્ષેત્ર, માત્ર તમારી દુનિયા, જેમાં તમે જેની કાળજી કરો કે પ્રેમ કરો તેના સુધી સિમિત નથી, પણ દુનિયા માં જે તમને ધમકાવે, હેરાન કરે અને નુકસાન કરે તેના સુધી પણ સમાન પહોંચે છે. તે એક એવી દુનિયા છે જ્યાં અસંખ્ય જીવો એવા છે જેને આપણે કદી નહીં મળીયે અને તેઓ અસહ્ય જીવન વ્યતીત કરે છે.
માનવ જીવનની યાત્રા નું અંતિમ લક્ષ એ જાણવા નું છે, કે, આપણું હ્રદય કેટલું સમાવી શકે છે. આપણી બીજાને દુઃખ દેવાની શક્તિ અને કોઈકના દુઃખ ને દૂર કરવાની શક્તિ આપણી અંદર બાજુ બાજુ માં રહેલી છે. જો આપણે બીજાનું દુઃખ દૂર કરવાની શક્તિ ને વધારવાનું પસંદ કરીએ, જે આમતો માનવ માત્ર માટે અઘરું છે, તો આપણે પામીશું કે, આપણું હ્રદય વ્યાપક છે અને ઘણું સમાવી શકે છે, અને પછી આપણે બીજાના ઘા રૂઝાવા નું શીખીશું -નહીં કે જે પક્ષપાત કરતી બાબતો છે તેનો વ્યાપ કરવો – આ બાબતો આપણને અલગ કરે છે.
----ક્રિસ્ટીના ફેલ્ડમેન ન્યુ ઇંગ્લેન્ડ માં વસે છે અને ધ્યાન ના ગુરુ છે.
મનન ના પ્રશ્નો:
૧.) તમારે મતે કરુણા શું છે?
૨.) તમે ક્યારેય કોઈના દુઃખ દૂર કરવા ની શક્તિ ને વધારી છે?
૩.) આ શક્તિ ને વધારવા માટે શું મદદ કરશે ?