What Is Holding It Together?

Author
Nora Bateson
50 words, 22K views, 10 comments

Image of the Weekકોણ તેને જોડે છે?


નોરા બેત્સોન


તમારે માટે અસીમિત નિરાંત. શબ્દો માટે સુરક્ષિત પાનાં, પોતાના સત્ય નો આસ્વાદ લેતાં. તેમને રેશમી પથારીમાં ભાવાત્મક સ્વપ્નાઓ સાથે સુવા દો. તેમને પડવા દો, નદીની જેમ, જે પર્વત ની કોરે થી, વણાંકો બદલતી, નીચે ધસી આવે છે. ભાષા ના પહેરણ ઓઢી ને આવતા અધૂરા વિચારો, કયારેક કવિ બનીને તમને ત્યાં લઇ જાય, જ્યાં તમે જોઈ શકો, તમારું વિરાટ સ્વરૂપ.

શબ્દો ખુબ લિજ્જતદાર છે, પણ વધારે કહી નથી શક્તા. ઘણીવાર તે ભાવાર્થ ની ગહનતા ને સામા સુધી પહોચાડવામાં નાકામ બને છે. પણ તેનો ઉપયોગ શ્વાસ, સંકેત, ઝલક અને જીવન વચ્ચે ના સ્પંદનો ના વિવરણ માટે મિશ્રિત કરીને કરી શકાય છે. કદાચ લેખન એ જ્ઞાનચર્મ પર જરાક ખોતરવા માફક છે, જેના વડે દર્દ, મેલ અને દિવસ નું રક્ત વહી જતાં સંગીત અંદર પ્રવેશ કરે.

આ બહોળા ચક્રવ્યૂહ જેની ક્રિયાઓ માં આપણે બધા સામેલ છીએ તેની વ્યાખ્યા કરવા માટે કોઈ ભાષા નથી. પરસ્પર નિર્ભરતા નું રૂપ સમજવા આપણી પાસે નામ નથી. જીવનના આ નાજુક તાણાવાણા નું વિવેચન કરવું એ તેને નષ્ટ કરશે, પણ તેની ઝાંખી ના કરવી તે તો ખતરનાક છે. આપણે માટે તો શબ્દો જ બધું છે. આ કેમ, અને કેમ આવું કર્યું, એ બધું મહત્વનું છે.

એક ઉલટું કેલીડોસ્કોપ -સંમિલિત કરનારું- કદાચ ટુકડાઓ ભંગ થયેલ વ્યવસ્થા ને કય ના કાંચ દ્વારા જોવા માં મદદ કરે. કોઈક પરીકથા માં એક પરી પાસે આવું યંત્ર હોય શકે. આપણે જે જોઈએ છીએ, તેની અસર આપણે જે કરીએ તેના પર થાય છે, બંને સ્તરે, વૈશ્વિક ચિંતન અને રોજીંદી નાની બાબતો વિષે. આપણી સમજણ ની પરિસીમા ની સાથે ખેલવું, આપણું જ્ઞાન, અને સંસ્કૃતિ ના આલેખ છેડવા, તે એવું છે કે લીંબુ નો રસ એક અદ્રશ્ય શાહી પર ફેરવી અને તેને પ્રકાશિત કરવા ની કોશિશ, અને આપણી મુક ચોખટને જેની અંદર આપણે વસીએ છીએ.

પરસ્પર સંબંધ ની શાહી કાર્યદક્ષતા, શૈક્ષણિક અન્વેષણ અને રોજીંદા જીવન ની મામુલી બાબતો ના સીમાડા ની આરપાર રક્ત ની જેમ વહે છે. શાસ્ત્ર અને સિદ્ધાંત બંને લૌકિકતા થી ખરડાઈ ને
સામ-સામે આવી ગયા છે. આવા દ્રશ્યો ના સંચય ને કોણ સાથે રાખે છે? કોણ કંઈપણ સાથે જોડી શકે છે? ગુંદર તો ઉપરછલ્લો છે, તે નહીં હોય. દોરો હોય શકે, સીવી શકે અને સાંધી શકે, જે ફાટેલું હોય તે- દ્રષ્ટિકોણ ના સાંધા ને છોડીને- કદાચિત. આ સાચો પ્રશ્ન લાગે છે- એવું શું છે જે બધાને એકત્ર રાખે છે?- અને આ પ્રશ્ન એકલોજ આંતરખોજ નું મૂળ બની શકે. હકીકતે કાંતિ ની ખોજ, આ બધી બોઝિલ વળતર ની ગરબડ, કે પછી નદી ના વ્હેણ માં ધોવાઇ ગયેલો જીવન સાર, કરોડરજ્જુ માટે આટલું ઘણું છે. કદાચ ?

નોરા બેત્સોન ના પુસ્તક “Small Arcs of Larger Circles” માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) તમે એવી શોધ માં લાગો કે, “કોણ બધું જોડીને રાખે છે?” તો તમારે માટે શું જવાબ ઉત્પન થાય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે ટુકડાઓ માં ભંગ થયેલ વ્યવસ્થા ને તમે ઐકય ના કાંચ દ્વારા જોઈ શક્યા હો?
૩.) જીવન ના નાજુક તાણાવાણા ને કોઈપણ વ્યાખ્યા માં બાંધ્યાં વગર જોવા માં શું મદદ કરશે?
 

Nora Bateson's excerpt from the opening chapter of her book, Small Arcs of Larger Circles.


Add Your Reflection

10 Past Reflections