મારું જીવન સભર છે પણ તેમાં ભરાવો નથી
– પીસ પીલ્ગ્રીમ
મારી પ્રોઢાવસ્થામાં મને સમજાવા લાગ્યું કે, આપણે દ્વૈત વ્યક્તિત્વો હોય છે, કે દ્વૈત સ્વભાવો, દ્વૈત ઈચ્છાઓ જેની સાથે દ્વૈત દ્રષ્ટિકોણ . અને કારણકે દ્રષ્ટિકોણ એટલા જુદાજુદા હતા, કે જીવનના તે તબક્કા દરમિયાન આ દ્વૈત વ્યક્તિત્વો અને દ્વૈત દ્રષ્ટિકોણ વચ્ચે ખુબ સંઘર્ષ ભોગવ્યો. એટલે ત્યારે પર્વત અને ખીણો હતી - ઘણા પર્વત અને ખીણો.
આવા સંઘર્ષ વચ્ચે, એક અનોખો, પર્વત ની ટોચે પહોંચવા જેવો અનુભવ આવ્યો, અને ત્યારે મને પહેલીવાર ભાન થયું કે આંતરિક શાંતિ કોને કહેવાય. મેં ઐકય નો અનુભવ કર્યો – ઐકય તમામ માનવ બંધુઓ માટે, ઐકય સમગ્ર રચના સાથે. ત્યારબાદ મને ક્યારેય જુદાઈ નો ભાસ નથી થયો. આ પર્વત ની ટોચે તો હું વારંવાર આવી શકું, અને પછી ત્યાંજ લાંબા સમય સુધી સ્થિત થાવ, હા ક્યારેક તેમાંથી જરાવાર લપસી પણ જતી. પણ પછી એક અદભુત સવાર આવી, જયારે હું ઉઠી અને મને ખબર હતી કે હવે મારે ક્યારેય ખીણ માં પાછું નહીં ઉતરવું પડે.
મને ખાત્રી થઇ ગઈ કે, હવે મારો સંઘર્ષ પૂરો થયો, અને આખરે, મેં મારા જીવન ને આંતરિક શાંતિ ની ખોજ માં સફળતા થી વિતાવ્યું છે. અને આ એક પાછું ન ફરી શકાય તેવું બિંદુ. તમે ક્યારેય સંઘર્ષ તરફ પાછા ન ફરી શકો. હવે સંઘર્ષ પૂરો થયો છે કારણકે તમે હવે સાચું જ કરશો, અને તમને તેવું કરવા કોઈના ધક્કા ની પણ જરૂર નથી.
તે છતાંય ઉર્ધ્વગતિ સમાપ્ત નથી થતી. મારા જીવન ની મહાન ઉર્ધ્વગતિ તો જીવન ના ત્રીજા ચરણ માં આવી, પણ, તેમાં એવું કે, જાણે જીવન ના અટપટા કોયડા નું મધ્યબિંદુ ઉકેલાય ગયું અને સ્પષ્ટ થયું અને હવે તે નહીં બદલે, અને તેની આજુબાજુ ની ધારે કોરે બીજા ટુકડાઓ ગોઠવાશે. આ વૃદ્ધિ ને ધાર છે, પણ ઉર્ધ્વગતિ તાલબદ્ધ છે. એક ભાવ રહે કે, તમે હંમેશ સારી વસ્તુઓ થી ઘેરાયેલા છો, જેમકે પ્રેમ, આનંદ અને શાંતિ. અને આ રક્ષાત્મક ઘેરાવ છે, અને તેની સ્થિરતા એવી અડોલ છે કે તમને ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરવા સજ્જ કરે છે.
દુનિયા તમારી સામે જોઇને એવું માનશે કે તમે ઘણી મુસીબતો નો સામનો કરો છો, પણ હંમેશ આંતરિક સાધનો તેનો ઉકેલ લાવવા છેજ. કંઈપણ અઘરું નથી લાગતું. એક ધીરજ, શાંતિ અને આરામ રહે છે – કશાય સાટે ઝઝૂમવાનું કે કસવાનું નથી. જીવન સભર અને ઉત્તમ છે, પણ ક્યારેય તેમાં ભરાવો નથી.
આ એક અતિ મહત્વ ની બાબત હું શીખી છું: જો તમારું જીવન તમારા ભાગ ની જીવનની કૃતિ સાથે સંવાદિતા માં હશે, અને જો તમે સુષ્ટિ ના નિયમો ને આધીન રહેશો, તો તમારું જીવન હંમેશા સભર અને ઉત્તમ રહેશે અને તેમાં ભરાવો નહીં થાય. જો જીવનમાં ભરાવો હોય, તો, તમે જરૂરત કરતા વધુ કરો છો, અને રચના ના ભાગરૂપે જે જરૂરી છ, તેનાથી ક્યાંય વધારે કાર્ય કરો છો.
-----પીસ પીલ્ગ્રીમ, એટલે મીલ્દ્રેદ નોર્મન, તેઓએ ૧૯૫૩માં શાંતિ યાત્રા શરૂ કરી અને ૨૫૦૦૦ મિલ ચાલ્યા પછી ગણવાનું બંધ કરી દીધું, તેઓ ચાલતા રહ્યા, આખું અમેરિકા તેમને ૬ વખત ચાલી કાઢ્યું, જીવનભર તેઓ ચાલ્યાં. તેઓ કોઈ પૈસા લઈને નહોતાં નીકળ્યાં, કે ન તેમને કોઈના પૈસા સ્વીકાર્યા. જ્યાં સુધી કોઈ ખાવાનું ન આપે ત્યાં સુધી ભૂખ્યાં રહે કે પછી પ્રકૃતિ માંથી કંઈ મળે તો. અને કોઈ સુવાની જગા ના આપે તો બસ સ્ટેન્ડ કે મકાઈ ના ખેતર માં પણ સુઈ રહેતા.
મનન ના પ્રશ્નો:
૧.) સંઘર્ષ અને સંવાદી ઉર્ધ્વગતિ વચ્ચે ના ભેદ ને કેવી રીતે સમજશો?
૨.) તમને એવો અનુભવ થયો છે જ્યાં તમે જીવન ના ભરાવા માંથી નીકળી અને સભર અને ઉત્તમ જીવન તરફ વળ્યાં હો ?
૩.) જીવનમાં ભરાવો કર્યા વિના સભર કેવી રીતે બનાવી શકીએ?