ઉચ્ચ સ્થિતિ તરફ સંકેત
-યુબી ૪૦
ચાંદ અને તારા ઉંચે બેઠા ક્યાંય
પૃથ્વી અને વૃક્ષ તેની નીચે છવાઈ
હવા, સુગંધી હાલરડાં સમી વાય
તારે અને મારે માટે, રાત ને શીતલ બનાવી જાય
પાંખો વડે પંખી મુક્ત ઉડે,
લીવૈથન ગુસ્સેલ દરિયા ને વશ કરે,
ફૂલો મધમાખી ની વાટ જુએ,
અને આ સૂર્યોદય, મારી અંદર નવજીવન નો સંચાર કરે,
દરેક દિવસ ના પ્રત્યેક કલાકે, હું કંઇક વધુ શીખું,
જેવું આ વધુ શીખું, કે પહેલાં વિશેનું ઓછું જાણું
ઓછું જાણું, કે વધુ આસપાસ નજર કરું,
ઊંડાણથી ઉચ્ચ સ્થિતિ ના કોઈક સંકેત ની ખોજમાં....
વહેતાં પાણીમાં માછલી તરે
જેમ મારી આંખો લહેરાતા ખેતર પર ફરે
આ માદક પીણું,
છે, બળતાં સૂર્ય ના પ્રેમ નો પ્યાલો
સ્વપ્ન માં હું ખોળું એજ જાણીતો રસ
થાકેલ ચહેરા પર જેમ વરસાદ નો હળવો સ્પર્શ
કે, મીઠું ચુંબન અને હૂંફાળ આશ્લેષ
જાણે કોઈ અન્ય જગ્યા અને સમય વિશેષ
દરેક દિવસ ના પ્રત્યેક કલાકે, હું કંઇક વધુ શીખું,
જેવું આ વધુ શીખું, કે પહેલાં વિશેનું ઓછું જાણું
ઓછું જાણું, કે વધુ આસપાસ નજર કરું,
ઊંડાણથી ઉચ્ચ સ્થિતિ ના કોઈક સંકેત ની ખોજમાં....
યુ બી ૪૦ એક પોપ સંગીતકારો નું બેન્ડ છે, આ તેમની રચના 'Higher Ground' નું ભાષાંતર છે.
મનન ના પ્રશ્નો:
૧.) તમારે મતે એવું નવું શું શીખો કે “પહેલાં વિશેનું ઓછું જાણું”?
૨.) તમને કયારેય એવો અનુભવ થયો છે કે તમે ઊંડાણથી ઉચ્ચ સ્થિતિ ના કોઈક સંકેત ની ખોજ કરી હોય?
૩.) તમારી જાત ને ખાલી કરી અને ઉચ્ચ સ્થિતિ માટે ઊંડી જિજ્ઞાસા કાયમ રાખવામાં શું મદદ કરશે?