My Word Of The Year


Image of the Weekઆ વર્ષ નો મારો શબ્દ


-નેન્સી ગિબ્સ

આ વર્ષ નો મારો શબ્દ છે “સાંભળો”.

આ એક એવો શબ્દ છે જેનો અર્થ તેના સંગીત માં છે. સાંભળો એ શાંત શબ્દ છે, અંગ્રેજી માં ‘લિસન’ જેમાં “લ” જરાક ગળેલો “I” થોડો ભીરુ અને હળવેક થી આવતો “s”. જે શબ્દો ને શોષી ને તેના ઘોંઘાટ ને માત કરે છે, શબ્દો, જેને આ વર્ષ ને ઓપ આપ્યો છે, જે ત્રાડ નાખીને ગરજે છે. આપણી આસપાસ ના અવાજો જયારે હીન અને કુરૂપ બને ત્યારે સંભાળવું અઘરું થઇ જાય છે.
અને આ ભેદ ભરેલા સમય માં સાંભળવું એ એક વિશિષ્ટ પ્રકાર ની હિંમત માગી લે છે.

“હિંમત માત્ર એ નથી કે તમે જેને માનો છો તેના માટે ઉભા રહો”, ડગ એલ્મંડો તેમના હાર્વર્ડ ના વિદ્યાર્થીઓ ને કહે છે કે “ક્યારેક તમે જે બાબત માં શરૂઆત માં બિલકુલ માનતા નથી, તેને બેસી ને શાંતિથી સાંભળવા માટે હિંમત જોઈએ.”

કહેવાનો અર્થ એ નથી કે આપણે જો માત્ર વધુ સાંભળીયે તો આપણા ઘા રુઝાઈ અને આપણી બધી કશ્મકશ દૂર થાય. તેનો અર્થ એવો પણ નહીં કે આપણે આપણા તમામ સંસ્કારો ને છોડી દેવાના; પણ એક નમ્રતા ના ગુણ ને ઉજાગર કરવાની રીત છે. ધર્મશાસ્ત્રી રેનોલ્ડ નાયબર કહે છે કે “આપણે આપણા પ્રતિદ્વંદ્વી ની ભૂલ માં આપણું સત્ય શોધવું અને આપણા સત્ય માં આપણી ભૂલ શોધવી, તેમજ ડહાપણ છે.” વિપક્ષી વિચારો ને ધ્યાનથી અને હિંમતથી સાંભળીયે તો આપણો અભિગમ ઊંડો બને અને આપણી દલીલો વેધક – ખાસ કરીને આપણા જાહેર જીવનમાં.

આપણે આપણી અંદર ની પશુવૃતિ ને શાંત કરીએ, તેનો સમય હવે સરતો જાય છે. આપણા જાહેર ઝગડાઓ, રાજકારણી લડાઈઓ આ બધાય એ આપણી મિત્રતા અને પરિવાર ને ચેપ લગાવ્યો છે, આપણા વિવરણ નું સ્તર નીચું કરી દીધું છે, આપણી સંસ્થાઓ ને બટ્ટો લાગ્યો છે, અને આપણી શાંતિ વેરણ છેરણ થઇ ગઈ છે. હું ક્વેકર સ્કૂલમાં મોટો થયો છું, જ્યાં દરરોજ મૌન સાધના થતી. ૯ વર્ષ ના બાળક માટે આ સરળતાથી થઇ શકે તેવું નહોતું. પણ ત્યારે મેં જાણ્યું, અને હવે પણ વારંવાર તે યાદ કરવાની જરૂર છે કે આપણે આપણી અંદરના કોમળ અને ડાહ્યા અવાજ ને નહીં સાંભળી શકીએ જો આપણે સતત બોલતા રહીશું અને રાડો પાડીએ ત્યારે તો કદી નહીં.
તેને બદલે ચાલો સાંભળીયે. આશ્ચર્ય ને આમંત્રણ આપીએ. સુક્ષ્મ માં નીવેષ કરીએ. અને મૌન ને આધીન થઈએ.

- નેન્સી ગિબ્સ હાર્વડ કેનેડી સ્કુલ ના પ્રોફેસર છે અને ટાઇમ મેગેઝીન ના મુખ્ય સંપાદક રહી ચુક્યા છે.

મનન ના પ્રશ્નો:
૧.) આપણા પ્રતિદ્વંદ્વી ની ભૂલ માં આપણું સત્ય શોધવું અને આપણા સત્ય માં આપણી ભૂલ શોધવી, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) ધ્યાનથી અને હિંમતથી વિપક્ષી મુદ્દા ને સાંભળી અને તમે તમારી સમજણ ઊંડી કરી હોય તેવો અનુભવ વર્ણવો.
૩.) જીવન માં આશ્ચર્ય ને કેવી રીતે આમંત્રણ આપશો?
 

Nancy Gibbs is a visiting professor at Harvard Kennedy School; and former Editor in Chief at TIME. Excerpt above from here.


Add Your Reflection

6 Past Reflections