હું જેટલી મહેનતથી સેવા કરું, હું વધુ પ્રેમ કરું છું – લીન ટ્વીસ્ટ
થાકીને ચુર થવું તે મૂળથી ઉખળી જવા જેવું છે. અને હું એમ માનું છું, કે, આપણે સમજીએ છીએ તેવું તે સંલગ્ન નથી, ખુબ લાંબા સમય સુધી, થાકીને ચુર થવા સુધી, કામ કરવું અને પછી શાક અને પાણી ને બદલે પિઝ્ઝા ને કોલા થી પેટ ભરવું. આ બધું ભેગું થઈને તેમાં રમત રમે છે- મારું સૂચન એમ નથી કે, તમે કામ કરીને મરી જાવ. પણ ખરું થાકીને ચુર થવું એ મૂળમાંથી આપણને અલગ કરે છે. અને ત્યાં આવું થાય છે.
આપણે બધાં એ સમય ને જાણીએ છીએ જયારે આપણે ઉંચે ઉડતાં હતા: ચોવીસ કલાક અને સાતે દિવસ કામ કરતાં અને આપણે તેવું કરવું હતું, અને તેનું જે પરિણામ લાવતાં તે એટલું ઉત્સાહકારક હતું, કે, આપણે રોકાઈ શકીએ તેમ ન્હોતાં. આ એક દાખલો છે, મૂળ સાથે એવી રીતે સંલગ્ન રહેવું, કે, શરીર તમારી સાથે જાય .
આ સાથે હું એવું માનું છું, કે, પોતાની કામ કરવાની શક્તિ નું પણ ધ્યાન રાખવું જોઈએ. આ બીજી બાબત છે જેને માટે હું જવાબદાર છું : મારી પોતાની શક્તિઓનું જતન કરવું, અને તે મૂળમાંથી પ્રકટે છે. આ ધ્યાનમાંથી પ્રકટે છે. આ પ્રકૃતિમાં રહેવાથી પ્રકટે છે. આ પ્રકટે છે, પરિવાર, પતિ અને બાળકો તરફ ના ઉત્કટ પ્રેમ ના સાનિધ્ય થી. પ્રભુ પ્રત્યે ના ઉત્કટ પ્રેમમાંથી. ચૈતન્યજગત માટેના ઉત્કટ પ્રેમમાંથી . શામન પ્રત્યે ના પ્રેમમાંથી. જયારે હું આ પ્રેમના સાનિધ્યમાં હોવ ત્યારે હું કંઈપણ કરી શકું. અને આ સચ્ચિદાનંદ નું મૂળ છે.
એક વખતે અમે આયરલેંડ માં નોબેલ પારિતોષિકો ની એક પરિષદ માં હતા. ત્યાં અમે દુનિયાભરના યુદ્ધક્ષેત્ર માંથી સ્ત્રીઓ ને આમંત્રિત કરી. આ પરિષદ અત્યંત સંઘર્ષાત્મક હતી.
બીજા દિવસે, એક સમયે, હું ઈરાન થી આવેલા, ૪ વકીલ મિત્રો જેમને શિરીન ઈબાદી સાથે કામ કર્યું હતું, તેની સાથે ભોજન લઈ રહી હતી. ત્યાં એક ગાડી આવી અને તેમાંથી ૬ સ્ત્રીઓ બહાર આવી. મારા મિત્રોએ ગાડી ઉભી રહેતી અને આ સ્ત્રીઓ ને બહાર આવતી જોઈ અને તેઓ દોડી ને બગીચા તરફ ગયાં અને આનંદ થી રડવા લાગ્યા. તે બધાં વકીલ હતાં અને તેઓએ પકડાઈ જતાં પહેલાં સાથે કામ કર્યું હતું. જેવી સ્ત્રીઓ ગાડી માંથી બહાર આવી, જેઓ વર્ષો જેલમાં હતા અને કરુણ યાતનાઓ વેઠી હતી, તેઓ એકબીજા તરફ દોડયા અને ભેટી પડ્યા અને પછી ઘાસમાં રડતા અને નાચતા આળોટ્યા. આ દ્રશ્ય ની યાદ પણ મારી આખો માં આંસુ લાવે છે.
તે રાત્રે અમે પાર્ટી રાખી હતી, જે ખુબ આનંદદાયક, તોફાની, કર્કશ પણ સૌથી મજેદાર હતી, જ્યાં મેં સ્ત્રીઓ ને એકબીજા સાથે આવી રીતે નાચતાં પહેલીવાર જોઈ મારા જીવનમાં; કોંગો, ઇથોપિયા, હોન્ડુરસ થી આવેલી બહેનો, જેમને નર્ક ની યાતના ભોગવી હતી – જે તેમને ભોગવ્યું, તેની તમે કલ્પના પણ ન કરી શકો.
આ મહા અનુભવમાંથી, અને મને આવા ઘણા અનુભવો છે, મેં એવું મેળવ્યું, કે, દુઃખ અને સુખ બંને એકજ છે. બધું જોડાયેલું છે. અનેકવાર ઊંડા લોકો દુઃખ માં ઉતરે છે, કારણકે તેઓ માં આનંદ ની પણ ઉત્કટ શક્તિ હોય છે.
આ, મેં ઘણીવાર જોયું છે, આફ્રીકી સ્ત્રીઓ માં, તેઓ અત્યંત સંઘર્ષમય જીવન જીવે છે. પણ જયારે તેઓ ઉત્સવ મનાવે – જેનો કોઈક મોકો તેઓ દરરોજ શોધી કાઢે, ગીતો ગાયને, નાચીને કે એકબીજાને ખવડાવીને -ત્યારે જે આનંદમાં હોય તે ચકિત કરી દે. હું રવાન્ડા ગઈ હતી, જાતીસંહાર પછી અને તે આનંદ મેં ત્યાંના લોકો માં જોયો. ઇથોપિયામાં ભૂખમરા પછી હું ગઈ હતી. માનવ ની આનંદ માં રહેવાની શક્તિ કદાચ અપરંપાર છે.
હું આ મારામાં જોઉં છું. મારી આનંદ માં રહેવાની શક્તિ વધે છે, જ્યારે દુનિયા ના સંઘર્ષો નો સામનો કરવાની અને તેને જીરવવાની શક્તિ વધે છે. આંનદ, હળવાશ, મજાક અને છુટકારા ની મારી શક્તિનું વર્ધન મારી દુઃખદ અંધારા સહન કરવાની શકિત થી થાય છે. અને આ અંધારા સમય ને જીરવી જવાની શકિત નું વર્ધન મારી આનંદ ની શક્તિ માં છે. હું જેટલી મહેનતથી સેવા કરું, હું વધુ પ્રેમ કરું છું.
--- લીન ટ્વીસ્ટ પચામમાં સંધી ના સ્થાપક છે. ઉપરોક્ત તેમની એક મુલાકાત માંથી ઉદ્ધૃત
મનન ના પ્રશ્નો:
૧.) જેમ વ્યક્તિ દુઃખ માં ઊંડો ઉતરે તેમ તેની આનંદ અનુભવ કરવાની શક્તિ નું વર્ધન થાય, આ કથન વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય દુનિયા ના દુઃખો નો સામનો કરતાં આનંદ ની શક્તિ માં વર્ધન, અથવા તો આનંદ કરતાં દુઃખો નો સામનો કરવાની શક્તિ માં વર્ધન થયું હોય, તેવો અનુભવ થયો હોય, તો વર્ણવો.
૩.) તમારી સેવા કરવાની શક્તિ નું જતન કેવી રીતે કરશો?