જયારે કોઈ તમને ધ્યાનથી સાંભળે છે
– જોન ફોક્સ
જયારે કોઈ તમને ધ્યાનથી સાંભળે,
એ ખંડિત કપ ને ઝાલવા જેવું,
જે તમારા બાળપણ થી છે,
જેને તમે ઠંડા, તાજા પાણીએ ભરાતો જુઓ.
જયારે તે ટોચ પર આવી ને સ્થિર બને,
ત્યારે જાણે તમે સમજાયા.
તે જયારે છલકાય અને ત્વચા ને સ્પર્શે,
ત્યારે તમારા પર પ્રેમ ની વર્ષા થઈ.
જયારે કોઈ તમને ધ્યાનથી સાંભળે
તમે રહો છો તે ઓરડો એક નવજીવન પામે છે,
અને જ્યાં બેસીને તમે તમારી પહેલી કવિતા રચી
તે તમારા મનની આંખ સામે એવું ઝગમગી ઉઠે
જાણે સુવર્ણ પ્રાપ્તિ !
જયારે કોઈ તમને ધ્યાનથી સાંભળે
ત્યારે પૃથ્વી પર ના તમારા ઉઘાડા પગ
જેને કોઈ પ્યારો છેટે ભાસતો દેશ,
જાણે પાસે અહીં અને મહી ભાસે.
---જોન ફોક્સ
મનન ના પ્રશ્નો:
૧.) કોઈને ધ્યાન દઈને સાંભળવા, તે વિષે તમારી શું સમજણ છે?
૨.) તમને ક્યારેય કોઈએ ધ્યાન થી સાંભળ્યા હોય તેવો અનુભવ થયો હોય તો વર્ણવો.
૩.) ધ્યાન થી સાંભળવા માટે શું મદદ કરશે?
by John Fox