The New And Ancient Story Of Interbeing


Image of the Weekનવી અને પ્રાચીન એવી “ઇન્ટર બીઈંગ” ની કથા

-ચાર્લ્સ આઈનસ્ટીન

સૂર્ય કેમ ચમકે છે? શું આ અમુક વાયુતત્વ ના સંયોગ થી પ્રદીપ્ત થતું અણુ મિશ્રણ છે? કે પછી આનો ઉદભવ જીવનને પ્રકાશ અને હુંફ આપવા થયો છે? વરસાદ કેમ પડે છે? શું તે પણ એક નિરર્થક અને આંધળી રાસાયણિક પ્રક્રીયા જેમાં બાષ્પીભવન અને દ્રવીકરણ થયા કરે તેનું પરિણામ છે? કે પછી આ જીવન માટે નું જળ છે? તમે કેમ તમારું જીવનસંગીત આપવા આગળ આવો છો? કે પછી આ માત્ર અનુવાંશિક શક્તિ નું પ્રદર્શન કે પછી સાથી ને આકર્ષવાની રીત, કે આ સુંદર જગતમાં કંઇક આપી જવાનો પ્રયાસ? આ પ્રશ્નો ના પહેલા જવાબો થી આપણે ભયભીત થઈએ પણ આ બીજા જવાબ કંઇક સત્ય નો અંદેશો આપે છે.

દરેક સંસ્કૃતિ માં, હું જાણું છું ત્યાં સુધી, અને હું જેને કહું છું તેવી જગત ની કથા સમાયેલી છે. આ કથા કેટલાય રહસ્યો, અર્થો, કથાઓ, શબ્દો, ચિન્હો, કર્મકાંડ અને સમજ ને વણે છે, જે બધું મળીને જગત ની વ્યાખ્યા તૈયાર કરે છે. આ કથા કહે છે કે આપણે કોણ છીએ, આપણે કેવી રીતે સ્ત્રી કે પુરુષ બનવું, શું મહત્વનું અને મહામુલું છે, શું સાચું, શું પવિત્ર અને માનવજાત નો આ પૃથ્વી પર શું ઉદેશ્ય અને ભૂમિકા છે.

જગત ની પ્રબળ સંસ્કૃતિ જેને આપણે પાશ્ચાત્ય કહીએ છીએ, તેમાં પણ એક જગત કથા રહેલ છે. હું તેને અલગતાવાદ ની કથા કહું છું. આ કથા આપણને અલગ વ્યક્તિઓ તરીકે સ્થાપે છે અને માનવજાત ને પ્રકૃતિ થી અલગ માને છે. અહિયાં, કંઇક આપવું સરળતા થી નથી આવતું. હકીકતે, આ કથા કહે છે કે આપણો અંદર નો સ્વભાવજ સ્વાર્થ નો છે, અનુવાંશિક સ્તરે પણ. જો હું તમારા થી અલગ હોવ, તો, મારા માટે જે વધું હોય તે તમારે માટે ઓછું થવું જોઈએ.

અલગતાવાદ ની આ કથા માં વિશ્વાસ પણ સરળતાથી નથી આવતો. દુનિયા આપણી દુશ્મન છે, અને તેમાં અનેક અલગ વ્યક્તિઓ આપણા પ્રતિસ્પર્ધીઓ છે, માનવ કે બીજા, જે બધા ને આપણે હરાવીએ તોજ સુખ નું જીવન જીવી શકીએ- જીવજંતુ, ખડ, રશિયનો, કે કોઈપણ. આ બધાં ઉપરાંત પ્રકૃતિ નો વેગ પણ આપણો હરીફ છે, કારણકે તે એકદમ અવ્યવસ્થિત છે અને બ્રહ્માંડ ને અનિશ્ચિતતા તરફ દોરે છે. આપણા થી પરે કોઈ બુદ્ધિમતા કે ઉદેશ્ય નથી. એટલેજ, દુનિયામાં મનુષ્યો માટે આરામદાયક વાસ ઉભો કરવો હોય, તો આપણે બધા પર આધિપત્ય સ્થાપી અને આ પરિબળો ને અંકુશમાં લાવવા પડશે, પછી આપણી જાત ને તેઓ થી અલગ કરી બચાવી રાખવાના, અને આપણા ઉદેશ્ય માટે તેઓ નો ઉપયોગ કરવો. આ અલગતાવાદનું કથન છે.

આ કથામાં કૃતજ્ઞતા ને ક્યાં સ્થાન છે? ભેટ માટે ક્યાં જગ્યા છે? અલગતાવાદ ની કથા પ્રમાણે તમારે માનવ સ્વભાવ થી ઉપર ઉઠી ને, દુનિયા ના નિયમો થી ઉપર ઉઠીને, નિસ્વાર્થ, ઉદાર કે પરમાર્થી થવું પડે. સારા વ્યક્તિ બનવું, એ, એક પ્રકાર ની જીત છે, જાત પર મેળવવા ની જીત. આ એજ પ્રકૃતિ ની પ્રબળતા છે, માત્ર આ વખતે અંતર તરફ ફેરવેલી.

હવે મારે કેહવું પડશે કે, આ વાર્તા ઝડપથી નકામી થતી જાય છે. તેના વૈજ્ઞાનિક પાસાઓ જે પ્રજોત્પતિ, જીવ કે પદાર્થ ને સમજાવે છે તેનો પણ ક્ષર થઈ રહ્યો છે. જટિલતા ના સિદ્ધાંત પ્રમાણે આપણે સમજીએ કે ગરબડમાંથી કયાંક એકાએક સ્થિરતા આવે છે, આપોઆપ, બહાર થી કંઈપણ કર્યા વગર. પર્યાવરણ ના સિદ્ધાંત પ્રમાણે, એક નું કલ્યાણ બીજા ના કલ્યાણ થી અલગ નથી. તો, મને વરદાન ની વાત કરવી છે, ઉદારતા અને કૃતજ્ઞતા જે અન્ય કથા ના પાસા છે, જે નવી છતાંય પુરાણી કથા છે, જેને હું “ઇન્ટર બીઈંગ” કહું છું.

ઇન્ટર બીઈંગ ની આ કથા માં, જીવન એક વરદાન છે. આ દુનિયા અને તેમાં રહેલું બધું એક ઉપહાર છે. આપણે આપણું જીવન નથી કમાણા. આપણે સૂર્ય કમાઈ ને નથી લાવ્યા; તેનો પ્રકાશ કંઈ આપણી મહેનત ની દેન નથી. આ છોડ ઉગે તે શક્તિ પણ આપણી કમાણી ની નથી. પાણી પણ આપણી કમાણી નથી.આપણી ઉત્પત્તિ કે શ્વાસ પણ આપણી કમાઈ નથી. આપણું હ્રદય ધબકે છે અને આપણું કાળજું ચયાપચય ની ક્રિયા આપોઆપ કરે છે. જીવન એક સોગાત છે.

--ચાર્લ્સ આઈનસ્ટીન એક લેખક છે જે “ગીફ્ટ સંસ્કૃતિ” ને પ્રોત્સાહન આપે છે. આ તેમના બ્લોગ માંથી ઉદધ્રુત છે.

મનન ના પશ્નો:
૧.) “ઇન્ટર બીઈંગ” વિષે તમારુ શું માનવું છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે જીવન અને તેમાં રહેલું બધું એક ભેટ છે?
૩.) જીવન પ્રત્યે કૃતજ્ઞતા કેળવી ને જીવવામાં શું મદદ કરશે?
 

Charles Eisenstein is an author who encourages a gift culture. This excerpt was from a blog post.


Add Your Reflection

9 Past Reflections