તમે તમારા મનને ચલાવો છો કે તમારું મન તમને ચલાવે છે?
- યોગી ભજન
તમારા માં એક વિલક્ષણ સહિષ્ણુતાનું ભાન હોવું જોઈએ, કોઈ ગમે તે કરે કે ગમે તે કહે, કોઈપણ રીતે તમારી ઉપર પ્રહાર કરે, કે તમારી પાસેથી શું તેમને કઢાવવું હોય -પણ તમે શાંત રહો. આ મહાસાગર ની ક્ષમતા છે -તેમાં કેટલી નદીઓ વહી ને જાય છે? તે સ્થિર, અચલ ને શાંત રહે છે.
આપણા બધાંમાં એક ચીજ છે જેનું નામ મન છે. આ મનનું કામ વિચારવાનું. માનવ શક્તિ ને તે અનેક દિશાઓ માં રમાડે છે. તે તેની ફરજ છે. તે એટલા માટે આપ્યું છે કે માનવ ના સમગ્ર અસ્તિત્વ નો અભ્યાસ થાય અને તેની ઉન્નતિ થાય. તે બે કામ કરે છે . તે માનવ ને ભેદન ની શક્તિ આપે છે, અને, તે જ, ભેદન ની શક્તિ નો નાશ કરે છે. આ બંને બાજુ છે.
તમે એવું ના કહી શકો કે, તમારું મન આ છે, અને તે નથી. તમારું મન આ પણ છે અને તે પણ છે, બંને. આ સત્ય ની ક્ષણ છે: જો તમે તમારા મનને નહીં ચલાવો, તો તે તમને ચલાવશે. બીજો કોઈ ઉપાય નથી. કાં તો તમે તમારા મનને રસ્તો બતાવો, અથવા તે તમને દોરી જશે. જો મન તમને દોરી જશે, તો તમે બધી શક્તિ, ઐશ્વર્ય, આનંદ, વાસના, રૂપ અને શસ્ત્રો, તોપ કે બોંબ વડે પણ -ક્યાંય નહીં પહોંચી શકો.
મન તમારી શારિરીક સંવેદનાનો આધાર લઇ ને દોરે છે. તે તમને ક્યારેય, તમે જે અધ્યાત્મિક રીતે અનુભવતા હો, તે તરફ નહીં દોરે. એટલે તમારો ભૌતિક વિકાસ મોટોજ થતો જાય, પણ તમારો માનસિક વિકાસ સંકોચાતો જાય, અને તમારા આત્મા ને તેનું ભેદન કરીને નીકળવા નો કોઈ અવકાશ નથી.
એકવાર તમારા મન ઉપર નો તમારો કાબુ ગયો, કે મન તમને કાબુ માં કરશે. પછી નીકળવા નો કોઈ રસ્તો નથી. એ જો/કે તો વાળી પરિસ્થિતિ છે. જયારે મન નું તમારા પર નું આધિપત્ય હોય ત્યારે ચૈતન્ય નિષ્ક્રિય બને છે.
આધ્યાત્મિક તાલીમ આકરી હોય છે, હું કબુલ કરું છું, પણ આ ધારદાર આકરાપણા સિવાય, મન સાંભળતું નથી. મન તમને તેવા ખૂણે ને રસ્તે લઇ જાય જ્યાં તમારે નથી જાવું, છતાંય તમે જાવ છો.
દુર્ભાગ્ય સૌભાગ્યની ખાત્રી આપે છે અને સૌભાગ્ય પાછળ દુર્ભાગ્ય આવે તે, તેઓ જાણે સમાંતર બહેનો છે. તેને વિખૂટું ન પાડી શકાય. આ સૌભાગ્ય/દુર્ભાગ્ય ના ચક્કરમાંથી નીકળવા, તમારે મન પર પૂરો કાબુ હોવો જરૂરી છે, અને આ મન તમને જાણે, અને તમારે આ મનને જાણવાનું છે, અને આવું કરવા માટે ધ્યાન છે. ધ્યાન ની સાધના એ મનને કાબુમાં કરવા ની કળા છે.
આપણે મનુષ્યો છીએ, એટલે આપણે સીધું વિચારવું પડશે, સીધું જીવવું પડશે, અને સીધું રહેવું પડશે. આ રીતે આપણે સૌભાગી અને સમૃદ્ધ બનીશું કારણકે આપણે સહેલાઈથી સમજ માં આવીશું, સહેલાઈથી વિશ્વાસપાત્ર બનીશું; અને સહેલાઈથી માન્યતા મેળવીશું.
મનન ના પશ્નો:
૧.) મન આપણી ભેદન શક્તિ ને મદદ પણ કરે છે અને તેને નડતરરૂપ પણ થાય છે, તે વિષે તમારી શું સમજ છે?
૨.) મન તમને દોરે તેને બદલે અધ્યાત્મિક સાધના દ્વારા તમે ક્યારેય મન ને દોરી શક્યા છો?
૩.) મન ઉપર કાબુ કેવી રીતે મેળવી શકીએ?
યોગી ભજન આધ્યાત્મ ના આચાર્ય હતા. ૨૦૦૧ માં કરેલા ન્યુ મેક્ષિકો માં તેમના ઉદબોધન માંથી ઉદધૃત.