જેટલું માનવીય તેટલું પ્રકૃતિ છે
– એલન વોટ્સ
માનવ પણ એક વૃક્ષ જેટલો જ પ્રકૃતિ થી જોડાયેલો છે, ભલે તે માટીમાં ખુંપેલો નથી અને પોતાના બે પગ પર મુક્ત રીતે હાલે ચાલે છે, પણ કોઈપણ રીતે તે આત્મ નિર્ભર, સ્વયંસંચાલિત કે આત્મ નિર્દિત અસ્તિત્વ નથી. કારણકે વૃક્ષ, જીવડા કે માખી ની જેમ, તેના જીવનનો આધાર પણ ઈશ્વર કે પ્રકૃતિ ની સૃષ્ટી પર ની શકિત, જે પણ હોય તે, તેના પરિબળો ઉપર છે. કોઈક ગૂઢ ઉદ્ગમ સ્થાન થી તેના તરફ ચૈતન્ય નો પ્રવાહ અવિરત વહે છે; એ માત્ર જન્મ સમયે અંદર અને મૃત્યુ સમયે બહાર તેમ નહીં- તે એક સાધન છે, હંમેશ વહેતાં ઝરણાં માટે, એ ઝરણું જે તેની નસ માં રક્ત લઈને વહે છે, જે તેના ફેફસાં ને હવા લઈને શ્વસન કરવા ચલાવે છે, જે તેનું ભોજન ધરતી માંથી પૈદા કરે છે અને સૂર્ય કિરણ ને તેના ચહેરા પર લાવે છે. આપણે તેના શરીર ના એક અણુમાં નજર કરીએ તો સમગ્ર બ્રહ્માંડ દેખાય, કેમકે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સતત તેની જાણવણી કરે છે; તેના મનનાં ઊંડાણમાં ડૂબકી લગાવીએ તો ફરી દેખાય, કેમકે તેમાં આદિકાળ જીવન ની પ્રાચીન ઈચ્છાઓ છે, બંને માનવ અને પશુજન્ય, અને જો હજી ઊંડાણમાં જોઈએ તો છોડ અને પથ્થરો સાથે પણ નાતો પ્રગટ થાય.
માનવ આત્મા નો પ્રકૃતિ સાથે નો અલગાવ, એ, સાધારણ કહીએ તો સામાજીક વિકાસ ની દેન છે. આ અલગાવ વાસ્તવિકતા કરતાં ઘણો વધારે દ્રશ્યમાન છે, કારણકે જેમ પ્રકૃતિ ને ઈંટ, પથ્થર અને યંત્રો થી પાછી ધકેલવા માં આવે છે, તેમ તેની માનવ પર વધુ ગહેરી અસર થાય છે, મોટેભાગે એક વણજોયતા, હિંસક અને કષ્ટદાયી મહેમાન તરીકે. હકીકતે માનવ નું સર્જન, તેની કળા, તેનું સાહિત્ય, ઇમારતો, પ્રકૃતિ ના સર્જન જેમકે પક્ષીઓ નો માળો કે મધપુડા થી માત્ર ગુણ માં અલગ છે, પણ સ્વભાવ માં નહીં. માનવ સર્જન વધુ વિપુલ અને પ્રવીણતા વાળું હોય છે, પણ તેની આજ પ્રવીણતા, તેના ભય સાથે ભળી અને તેની અલગાવ ની ભાવના ને સતેજ કરે છે, તેવું વિચારતો કરે કે, તે જ સર્જનહાર છે, તેનો હક્ક છે અને તે પ્રકૃતિ થી વેગળો છે. કારણકે એ તેના અભિમાન ની વિરૃદ્ધ છે કે તે તેવું કબૂલે કે તેની આ ઉત્તમ હોંશિયારી અને બધું સર્જન તેને પ્રકૃતિ નો માલિક નહીં પણ સેવક બનાવે છે. પોતાની હોંશિયારી ની નજર થી ટોકાયેલો અને ભય થી ભયભીત અને બેબાકળો, તે અલગાવ માં મુક્તિ મેળવવા ની કોશિશ કરે છે અને પ્રકૃતિ સાથે ઐક્ય સાધવામાં નહીં,-“જેની સેવા એ પૂર્ણ મુક્તિ છે”.
માનવ નો આ અધિપત્ય મેળવવા નો સંઘર્ષ ભવ્ય અને કરુણ છે; પણ કંઈ કામ નો નથી. અને તે જે કરે છે તેમાં એવી મુશ્કેલી નથી, જેટલી તે જે વિચારે છે તેમાં છે. જો તે પ્રકૃતિ સાથે ઐક્ય મેળવવા નો પ્રયત્ન કરે અલગાવ ને બદલે, તો તે સાધારણ રીતે કહેવાતું “પ્રકૃતિ તરફ નું વળવાનું” નથી; તેને કંઈ પોતાનું શહેર, યંત્રો નો ત્યાગ કરી ને જંગલ માં જઈને ઝુંપડા માં રહેવાની જરૂર નથી. તેને માત્ર તેનું વલણ બદલવા ની જરૂર છે, અલગાવ ને કારણે તે જે ભોગવે છે, તે તો આડકતરી રીતે માત્ર ભૌતિક સ્તરે છે. તેના મનમાં તેનો ઉદભવ વધુ ઉગ્ર હોય છે.
"The Meaning of Happiness: The Quest for Freedom of the Spirit in Modern Psychology and the Wisdom of the East." માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) પ્રકૃતિ ની સેવા ઉત્તમ મુક્તિ છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય પ્રકૃતિ સાથે અલગાવ ને બદલે ઐક્ય સાધ્યું છે?
૩.) કેવી રીતે તમે અલગાવ ના ફાસ માંથી નીકળી ને પ્રકૃતિ સાથે ઐક્ય સાધી શકો?