Grateful For Nothing

Author
Gregg Krech
47 words, 17K views, 8 comments

Image of the Weekકંઈજ ન બન્યાં માટે કૃતજ્ઞતા


– ગ્રેગ ક્રેચ


તમે જો આ વાંચતા હો, તો એવી શક્યતા છે કે તમારું જીવન કદાચ સલામત છે -એટલું સલામત કે તેની ચિંતા તમારા મન ઉપર નથી. તો જયારે કંઈ ન બને, ત્યારે તમે અમસ્તા કૃતજ્ઞતા નથી અનુભવતા. તમે સલામતી ઈચ્છો છો, જેમ તમે એમ ઈચ્છો કે દીવાલ પરનું બટન દાબો અને વીજળી પ્રકાશિત થાય. પણ જયારે તમારા મૃત્યુ ની શક્યતા હોય કે પછી તમારું ઘર નષ્ટ થવાની તમને અપેક્ષા હોય, ત્યારે “કંઈ ન બન્યું” તે એક ચમત્કાર છે.


આજ આપણી કસોટી છે: આપણા હ્રદય અને મનને કોઈપણ વાવાઝોડાં ની હાજરી વગર કૃતજ્ઞતાનો સ્પર્શ કરવા દેવાનો. જીવન અને કૃપા, કે જેને વડે આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને રાત્રે નિશ્ચિંત બની સુઈ જઈએ તેનું મુલ્ય સમજવું. એવું જાણવું કે સલામતી એક ભેંટ છે જેના પર આપણો કોઈ અધિકાર નથી. એવું બને કે આપણે વાવાઝોડાં માંથી બચી જઈએ પણ બીજે દિવસે હ્રદયરોગ નો હુમલો આવે. આપણું જીવન એક તાંતણે ટીંગાયેલું છે. આવો વિચાર આપણને ગભરાવે છે, એટલે આપણે તેને ખાળીએ છીએ. પણ આ તાંતણો તો આપણા જન્મ થી છે. અને ક્યારેક એના અસ્તિત્વ ની નોંધ લેવી જરૂરી છે, જેથી આપણે તેને પ્રત્યે કૃતજ્ઞ રહી શકીએ.


“કંઈ ના બન્યું” એ એટલું રોમાંચક નથી. એ એક ફિલ્મ જેટલું મનોરંજક નથી. એ બુદ્ધિ ની કસોટી સ્વરૂપ નથી, કે બિલાડીના બચ્ચા જેવું મોહક પણ નથી. તમે જયારે અતિશય ખરાબ ની અપેક્ષા કરી હોય અને કંઈ ન થાય, એ ઉત્સવ જેવું છે. એવા ઉત્સવ જેવું કે, આપણા બધાં દુઃખો, મુશ્કેલીઓ, અને દબાવ કે નાણાંભીડ કે સંબંધો માં સંઘર્ષ હોવા છતાંય જીવંત છીએ, શ્વાસ લઈએ છીએ, અને આ ક્ષણમાં સલામત છીએ.


તો એક ક્ષણ નો ઉપયોગ કરો અને બેસો. અને “કંઈ નથી બન્યું” નો શ્વાસ લો. અને કૃતજ્ઞતા નો ઉચ્છવાસ લો. માત્ર શ્વાસ લઇ શકો છો તેના માટે ની કૃતજ્ઞતા. હવે આ ખરેખર કંઇક છે !


-ગ્રેગ ક્રેચ એક લેખક, કવિ અને જાપાનીઝ મનોવિજ્ઞાની છે


મનન ના પ્રશ્નો:
૧.) “કંઈ જ નથી બન્યું” તેને તમે કેવી રીતે સમજો છો?
૨.) કંઈ જ ન બન્યું હોય તેના માટે તમે કયારેય કૃતજ્ઞતા અનુભવી હોય તો વર્ણવો.
૩.) એક એક શ્વાસ પ્રત્યે કેવી રીતે કૃતજ્ઞતા કેળવી શકીએ?
 

Gregg Krech is an author, poet, and one of the leading authorities on Japanese Psychology in North America. Excerpt above from Gratefulness blog.


Add Your Reflection

8 Past Reflections