પ્રેમ ભાવાવેશ નથી
- બાર્બરા ફ્રેડરિકસન
પ્રેમ, જેનો અર્થ સકારાત્મકતા ના અનુકંપન ની શુક્ષ્મ ક્ષણો એવો કરાયો છે, તે તમામ સકારાત્મક ભાવ નું અતિ ઉપજાઉ પરિણામ હોવું જોઈએ. એકજ સ્થિતિ ના તેના ગુણ ને કારણે, અને સર્વત્ર ફેલાવ, અને બે કે તેથી વધારે મન અને શરીર વચ્ચે ના તેના પ્રતિધ્વની થી, પ્રેમની શક્તિનો વ્યાપ વધારે છે, જે દ્રષ્ટિકોણ બ્હોળો કરવાની અને એવા સાધનો ઉભા કરવામાં મદદ કરે છે.
પ્રેમ તેથીજ, માત્ર સકારાત્મક ભાવ નથી, પણ, આ તો એક ક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે સંવેદનશીલ બનીને આપણા વ્યક્તિત્વ કરતાંય વિશેષ નો ભાગ બની શકીશું. જીવન નો અર્થ કોઈ કાલ્પનિક અને અવાસ્તવિક આદર્શો કે “તેઓ પછી ખુશીથી જીવ્યા” જેવા પ્રેમ માંથી નથી, પણ જેમ કળા ના ઈતિહાસકાર નિકોલસ કહે છે તેમ “રોજ-બરોજ- ના સુક્ષ્મ આદર્શો અને સહભાગી સકારાત્મકતા માંથી ઉપજશે. પ્રેમને સકારાત્મકતા ના અનુકંપન ની જેમ જોવાથી ભાવાવેશ ના સિદ્ધાંત ની આસપાસ રહેલી સીમા ઝાંખી બને છે.
ઘણા, બધા ભલેના હોય તો પણ, ભાવાવેશ નું વૈજ્ઞાનિક વર્ણન સંવેદના ની વ્યક્તિગત અસર ના રૂપ ને સ્થાપિત કરે છે, જે એક વ્યક્તિ ના તન અને મન માં રહેલ છે. તેનાથી વિપરિત, સકારાત્મકતા ના અનુકંપન નો સિદ્ધાંત, સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ અને માન્યતા, જે ભાવાવેશ ને લોકો વચ્ચે થતાં સંવાદ થી ઉદભવે છે, તેની સાથે જોડાઈ છે. આવા ભાવોને લોકો ની સંપત્તિ ની જેમ, સંકુચિત રીતે જોવા -તે એક પાશ્ચાત્ય પ્રકૃતિ નું લક્ષણ હોય શકે જ્યાં કેન્દ્ર માં રહેલ પદાર્થ ને તેના પ્રાસંગિક પરિવૃત્ત થી ઓળખાય છે. તેનાથી વિપરિત, પ્રેમ ને એક સકીર્ય પ્રક્રિયા તરીકે મુકવા થી તે આસપાસ ને ઉકેલે છે અને બે અથવા તેથી વધારે વ્યક્તિઓ તે સંવાદ માં છે તેને એક કરે છે, અને સકારાત્મક ભાવ ના સમાજ અને સામાજીક કાર્ય ની સંભાળ કરે છે.
પ્રેમને સકારાત્મકતા ના અનુકંપન ની જેમ જોવાથી લોકો કેવી રીતે પોતાના સંબંધો, પરિવાર અને સમાજ ને ગાઢ કરી શકે તેનો વ્યવહારિક પક્ષ બહાર આવે છે. આને મહેનત પૂર્વક સીધા ગાઢ કરવામાં એવું લાગે કે જાણે કોઈ અજાણ્યા માણસ ને કહેવું કે “મારા પર વિશ્વાસ કર” અને એકેય વિશ્વાસ પાત્ર કાર્ય ના કરવું. તેનાથી વિપરિત, સમજવું કે, સંબંધ, પરિવાર અને સમાજ એવી રીતે ગાઢ બને કે સકારાત્મકતા લોકો ની વચ્ચે હોય અને તે તેમના સકારાત્મક આયોજન અને પ્રાથમિકતા ને બહાર લાવે. એવા કાર્યો અને સુરક્ષિત પ્રસંગો ઉભા કરવા થી ક્ષણ પ્રતિક્ષણ માં સંવેદનાત્મક અનુબંધ ઉભો કરી શકીએ જે આગળ જતાં આજ સકારાત્મક ભાવો માં પલટાય અને બધા વચ્ચે તેની વહેંચણી હોય, તે આ સામાજીક અનુબંધો ને બાંધવામાં મદદ કરે છે અને તે માટે નો માર્ગ બની જાય છે. આ નિર્દેશન ત્યાં વધારે મહત્વ નું છે જ્યાં અર્વાચીન સંસ્કૃતિ છે અને લોકો ઘણા કાર્યો એક સાથે કરે છે અને યાંત્રિક અનુકરણ ની મદદ થી સામાજીક અનુબંધો ને સ્થાપવામાં પ્રયત્નશીલ છે. ઉર્સુલા લે ગીન પ્રમાણે, “પ્રેમ ખાલી પથ્થર ની જેમ ત્યાં પડ્યો નહીં રહે: તેને ઘડવો જોઈએ, રોટલી માફક; દરવખતે, અવનવો.”
મનન ના પ્રશ્નો:
1.) પ્રેમ એક ક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે સંવેદનશીલ બનીને આપણા વ્યક્તિત્વ કરતાંય વિશેષ નો ભાગ બની શકીશું તે વિષે તમારું શું મંતવ્ય છે.
2.) તમે ક્યારેય પ્રેમ નો આવો અનુભવ કર્યો છે ?
3.) સકારાત્મકતા ના અનુકંપન જીવન માં ઉભા કરવામાં શું મદદ કરશે?