Greatest Of All Religions


Image of the Weekસૌથી મહાન ધર્મ


-પીર-ઓ -મુર્શિદ ઇનાયત ખાન


હઝરત ઈનાયત ખાન કહે છે, “જીવનનો અભ્યાસ કરવો એ સૌથી મોટો ધર્મ છે, અને તેનાથી ઉચ્ચ કે રસપ્રદ બીજો કોઈ અભ્યાસ નથી.”


આપણે બે રીતે આપણી ગતિવિધિ પર નિયંત્રણ મેળવી શકીએ. એક તો આપણા મનોબળ પર આત્મવિશ્વાસ; એવું જાણવું કે આજે આપણે હાર્યા, અને કાલે તેવું નહીં કરીએ. બીજું એ કે, આપણા ચક્ષુ ખુલી જાય, અને આપણે જીવન ની દરેક ગતિવિધિ નું બારીકાઇથી નિરીક્ષણ કરીએ. અંધારા માં આપણે પડી જઈએ, પણ અજવાળામાં આપણને દેખાઈ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.


તો આ જીવનનું સૂત્ર છે: આપણે આપણી આંખો પૂરી ખુલ્લી રાખીને ચાલવું પડે. આપણે જીવનનો અભ્યાસ કરવો જોઈએ, અને તપાસ કરવી જોઈએ કે, આપણે કેમ કંઇક બોલીએ છીએ, અને કેમ અમુક રીતે વર્તન કરીએ છીએ. અત્યાર સુધી આપણે એટલે નિષ્ફળ થયા છીએ કે આપણી આંખો પૂરી ખુલ્લી નથી. આપણું અધ:પતન થયું, અને આપણે દિલગીર થયા, અને પછી બધું ભૂલી ગયા, અને કદાચ ફરી આપણું પતન થયું. આવું એટલે કે આપણે જીવન નો અભ્યાસ ન કર્યો. જીવન નો અભ્યાસ એ ઉત્ક્રુષ્ટ ધર્મ છે, અને તેનાથી ઉચ્ચ અને રસપ્રદ બીજો કોઈ અભ્યાસ નથી. જેને કર્મ ના દરેક પાસા પર પ્રભુતા મેળવી છે, તેઓ જીવન નો, બીજા બધા થી ઉપર અને દરેક સ્વરૂપ માં અનુભવ કરી શકે છે. તેઓ વિશાળ સમુદ્રનાં તરવૈયા સમાન છે, જે જીવન સાગર ઉપર તરે છે પણ ડૂબી નથી જતાં.


કાશ, આપણને ખબર હોત કે જીવન નો અભ્યાસ આપણને શું કહી શકે છે! કોઈક બ્રિટિશ મ્યુઝિયમમાં જઈને તે ઇમારત માં રહેલું દરેક પુસ્તક વાંચે, અને છતાંય તેને સંતોષ ન થાય. આ કોઈ અભ્યાસ નથી, કે સંશોધન નથી, નથી કોઈ ખોજ જે જ્ઞાન આપે; આ તો પ્રત્યક્ષ જીવન ના અનુભવોમાંથી પસાર થવાનું છે, જીવનના હરેક પાસા માં, હરેક પડાવ માં કે ચક્રવાતમાં, દ્રષ્ટાભાવ રાખવો; એજ જીવન નો આદર્શ પ્રગટ કરે છે...જીવન સામે, એક વ્યક્તિ પર્દા પર ચાલતું નાટક જોવે છે તેમ નહીં જુઓ. પરંતુ એક વિદ્યાર્થી જે વિદ્યાપીઠ માં ઉચ્ચ શિક્ષણ મેળવતો હોય તેવી રીતે જુઓ.


આ કોઈ ચલચિત્ર નથી; કે કોઈ મનને બહેલાવાવા ની જગ્યા જ્યાં આપણે આપણા જીવન ને વેડફી નાખીએ. આ તો અભ્યાસ ની જગા છે, જ્યાં દરેક દુઃખ, દરેક હ્રદયભંગ એક મહામુલી શીખામણ લઈને આવે છે. આ એક શીખવાની એવી જગા છે જ્યાં પોતાના દુઃખમાંથી, કે બીજાના દુઃખમાંથી શીખામણ મળે છે; જે લોકો એ આપણા તરફ ઉદારતા દાખવી છે તેવા અને જેઓ ક્રૂર બન્યાં તેવા પાસેથી પણ શીખવાનું છે. એવી જગ્યા જ્યાં બધાંજ અનુભવો, એ નિરાશાજનક હોય, કે સંઘર્ષ ભર્યા, કે પીડા કે આનંદ, સુખ અને સગવડના, આ બધાંજ જીવન નો સાર સમજવા માં ભાગ ભજવે છે, અને તે શું છે તેવી સમજણ પ્રગટ કરે છે. તો શું આપણે પ્રકૃતિના ધર્મ પ્રત્યે જાગરુક બનીશું, જે એકમાત્ર ધર્મ છે. જેમ તેને વધુ જાણીએ, તેમ આપણું જીવન મહાન બને, અને બીજા માટે આપણું જીવન આશિર્વાદ રૂપ બને.


-ઈનાયત ખાન વૈશ્વિક સુફીમત ના ગુરુ છે


મનન ના પ્રશ્નો:
૧.) જીવનનો અભ્યાસ એ સૌથી મોટો ધર્મ છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) પ્રકૃતિ ના ધર્મ પ્રત્યે તમે ક્યારેય જાગરુક બન્યા છો, તો તેવો પ્રસંગ વર્ણવો
૩.) જીવન ના અભ્યાસુ બનવામાં શું મદદ કરે છે?
 

Inayat Khan was a teacher of Universal Sufism.


Add Your Reflection

9 Past Reflections