Live Like The Roar In A Lion's Throat


Image of the Weekસિંહ ના ગળા ની ત્રાડ ની માફક જીવો

– પવિત્રા મહેતા

શું તમે તમારા દિવસો, કોઈક ના ખિસ્સામાં ભુલાયેલ ટિકિટના ટુકડા ની જેમ જીવો છો? જેમકે હવે નાટક પાછળ રહી ગયું? જેમકે એક સાંજે તમે જીવનનું નાટક જોવા નીકળ્યાં, અને અડધે થી એમ થયું, કે, તે, તેના પ્રવેશ શુલ્ક જેટલું પણ મહત્વ નું નથી.

બીજી રસિક બાબતો એ તમારું ધ્યાન ખેંચી લીધું, અને તમને કહેવામાં આવ્યું છે, કે ચળકે તેટલું સોનું ન હોય, તે છતાંય આપણે કેટલા જલ્દીથી ચળકાટ થી લોભાઈ જઈએં અને એવું ભોજન જેનાથી જીભ ભરાઈ જાય પરંતુ પેટ નહીં અને આત્મા તો ક્યારેય નહીં.

આપણે કેવા નકામી બાબતો માં રાચતાં રહીએ અને જોશીલા, જોખમી, પણ સંપૂર્ણ જીવન ના કાર્ય ને નબળા, શુષ્ક અને ભાવશૂન્ય કાર્ય માં પલટાવીએ છીએ.

શું તમે તમારા દિવસો એવી રીતે વ્યતીત કરો છો, જાણે રેફ્રીજરેટરમાં પાછળ પડેલી એક લેબલ વગર ની બોટલ? એવી બોટલ કે કોઈ ને ધ્યાનમાં નથી કે તેમાં શું છે. તમે શું તમારા દિવસો એવી રીતે વ્યતીત કરો છો, જાણે એક મોજું, જેની બીજી જોડ નથી અને અઠવાડિયા કે વર્ષો થી તે ધોવાયું નથી.

વિચારો. ગહનતા થી વિચારો. તમારો શું ઘાટ છે અને તમે કેવા પાત્રમાં સ્થિત છો? અને આ પ્રશ્નો હળવાશ થી પૂછવા કે જવાબ આપવા માટે નથી.

જીવો, જાણે સિંહ ના ગળાની ગુફામાં રહેલી ત્રાડ. જીવો, જાણે કે ગરમ તેલ માં નાખેલો રાઈ નો દાણો—જે ફૂટીને પોતાની લહેજત બધામાં પ્રસરાવે. મીણબત્તીમાં રહેલ વાટ ની જેમ જીવો. ઝગમગતી. પ્રખર. જીવંત.

---પવિત્રા મહેતા કવિ, પુરસ્કૃત ચલચિત્રકાર, લેખક અને સર્વીસ સ્પેસ ના વિચારક છે. તેમની ફિલ્મ અને પુસ્તક "Infinite Vision એક પ્રૌઢ આંખના સર્જન જેમને નવરચના અને સંવેદના, સેવા ને વ્યાપાર ના આદર્શ સાથે અને આંતરિક બદલાવ ને બહારી બદલાવ સાથે સંકલિત કર્યા, તેમની કથા છે.

મનન ના પ્રશ્નો:
૧.) સિંહ ના ગળાની ગુફામાં રહેલી ત્રાડ ની જેમ જીવવા વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) ક્યારેય એવો અનુભવ થયો હોય કે, તમને બધામાં તમારી લહેજત ભેળવવા ફૂટી પડવા નું મન થયું હોય તો વર્ણવો.
૩.) મીણબત્તીમાં રહેલ વાટ ની જેમ ઝગમગતા, પ્રખર અને જીવંત રીતે જીવવામાં શું મદદ કરશે?
 

Pavithra Mehta is a poet, award-winning filmmaker and ​author, and ServiceSpace visionary. Her film and book "Infinite Vision," tell the improbable story of a crippled, retired eye surgeon who integrated innovation with empathy, service with business principles, and inner change with outer transformation.


Add Your Reflection

13 Past Reflections