ઘણાં બધા નામ
– પાબ્લો નેરુદા
સોમવાર મંગળવાર માં વીંટળાયેલો
અને અઠવાડીયું વર્ષ માં:
તમારી થાકેલી કાતર સમય ને નહીં કાપી શકે,
અને દિવસ ના આ બધા નામ,
રાત્રી ના વ્હેણ માં વહી ચાલ્યા.
કોઈનેય પેદ્રો, કે રોસા કે મારિયા નામ
નહીં આપી શકીએ, કારણકે
આપણે બધા અંતે તો ધૂળ અને માટી છીએ,
વરસાદ માં ફોરા સમાન.
તેઓ મને વેનેઝુએલા, પરેગુઆ અને ચીલે ની વાતો કરે છે
મને સમજાતું નથી તેઓ શું કહે છે:
મને પૃથ્વી ની ત્વચા ની ખબર છે
અને જાણું છું કે તેનું કોઈ નામ નથી.
હું મૂળ સાથે રહ્યો ત્યારે મને તે ફૂલો કરતાં વધારે ગમ્યા,
અને પથ્થર સાથે વાત જાણે મધુરી ઘંટડી નો રણકાર.
આ વસંત ઋતુ એટલી લાંબી કે
આખો શિયાળો ચાલી:
સમય ના પગરખાં જાણે ખોવાયા:
અને વર્ષ માં ચારસો વર્ષ સમાયા.
જયારે હું રાત્રીએ નિંદ્રાધીન બનું,
ત્યારે મારું નામ શું ગણું?
અને જાગું ત્યારે હું કોણ છું
જો હું એ નથી જે સુતો હતો?
આનો અર્થ એ કે હજું તો આપણે
જીવન માં જરીક ઉતર્યા છીએ,
હજી તો હમણાં જન્મ્યાં,
તો આપણા મોંમાં આટલું ન ભરીયે
અનેક ભ્રાંતિ કારક નામ,
સંતાપ ના ચિટ્ઠા,
અનેક આડંબર ભર્યા પત્ર,
કેટલુંય તારું મારું,
અને કેટલી સહીયો લીધેલા કાગળ.
હું બધી વસ્તુ ને મુંઝવી નાખવા માગું છું,
તેમને એક કરવા, પુનર્જન્મ આપવા,
મેળવવા, નગ્ન કરવા,
જ્યાં સૃષ્ટી ના પ્રકાશમાં
મહાસાગરનું ઐકય પ્રગટે,
એક કરુણામય પૂર્ણતા,
એક જીવંત અને ઉગતી ફોરમ.
---પાબ્લો નેરુદા ચીલી ના કવિ છે, જેમને ૧૩ વર્ષ ની ઉંમરે કાવ્યરચના કરવાનું શરુ કર્યું . તેમને ૧૯૭૧ માં સાહિત્ય નું નોબેલ મળ્યું.
મનન ના પ્રશ્નો:
૧.) નામ ને જતું કરવા વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે કયારેય કરુણામય પૂર્ણતા નો અનુભવ કરતાં તમામ ભેદભાવ ની પરે જોયું છે?
૩.) આ પૂર્ણતા માં સૃષ્ટી ના ભેદભાવ ની સાથે નાતો છોડયા વગર કેવી રીતે સ્થિર બની શકીએ