એકલતા નહીં પણ એકાંત
- ક્રેગ ચાઈલ્ડ
એકાંત એ અસ્તિત્વ નું એક રૂપ છે. એકલતા નહીં, એકાંત. તેની ખોજ હોય છે , તેનાથી ભાગવાનું નથી. તમે તેને એક ક્ષણ માં મેળવી શકો, એક શ્વાસ માં: સેન્ટ્રલ પાર્કમાં, કે વહેલી સવારે શેરીમાં, પગથીયા પર બેસેલ, બસની કે સબવે ગાડીની બારીમાંથી ડોકાઈ રહેલ, પ્રવાસીઓ ની ભીડ માં એકાકી. ક્યારેક કરિયાણાની દુકાન માં, હું મારા માટે હરોળ શોધું, અને બીજી ખરીદ ગાડી આવે તે પહેલાંના ખાલીપા ની નિરાંત નો શ્વાસ લઉ.
નદી કિનારે, જ્યાં મોબાઇલ નું સિગ્નલ નથી. ઉપગ્રહ થી ચાલતા ફોન ને બહાર નીકળવું અઘરું છે; પત્થર ની ઘાટી આકાશમાં રેંજ ને બાંધે છે. તમે જે શ્વાસ લ્યો છો તે તમારા છે, વિમાન, ગાડી કે ઓરડા માં રહેલા બીજા લોકો ના નહીં. આ અનુભવ વધુ અલભ્ય બની રહ્યો છે. આજુબાજુમાં પીનબોલ મશીન હોય તેમ સતત રણકતાં અને ઝણઝણતા ફોન અને સતત સવાલો જેના જવાબ આપવા, તેમાં એકાંત એક મહામુલી જણસ બની જાય છે.
એકાંત નો દરેક શ્વાસ અને ચલન એક સંવાદ બને છે. પાણીનું દરેક વમળ, ચટ્ટાન પર ના દરેક ધીમા ડગલાં, કંઇક કહે છે. એકાંત માં હું ખુબ કણસુ છું: ક્યારેક સંતોષ નો સુર, તો ક્યારેક નિરાશા કે હતાશા નો સુર. ક્યારેક આશ્ચર્ય નું કણસવું, એક ચકિત થવાનું, કે, પછી ક્યારેક એકદમ નાની ખુશી ની ક્ષણ, જયારે એક નાનું તીડ મારા હલેસાં ઉપર આવી ને બેસે, કે પછી એક ચમકતી ઢાલ વાળા ભમરાનું ગુંજન.
આપણે બીજાની જરૂર નથી, સતત અને આખો વખત. એકાંત નું એક ટીપું હજાર સંવાદ બરાબર છે.
હવા કે નદી ને મોટેથી સાદ પાડવો એ સૂચવે છે કે આપણે કોઈક રીતે એક ગાંઠે બંધાયેલા છીએ, જાણે કે એકબીજાને સમજીએ છીએ. એકાંત માં રહેવું એ તમારાથી વધારે અને તમારા જેવા કંઇક સાથે નું મિલન છે. રોજીંદી ઘટમાળ માંથી માથું ઉચું કરી ને વિશાળ જગત સાથે સંવાદ સાધવાનો આ રસ્તો છે.
મનન ના પ્રશ્નો:
૧.) એકાંત નો અર્થ તમારે માટે શું છે?
૨.) તમે ક્યારેય એક ટીપું એકાંત નો અનુભવ કર્યો છે?
૩.) એકાંત માટે કેવી રીતે સમય ફાળવી શકીએ?