યાદ- જોય હરજો
યાદ રાખો કે તમે જે આકાશ નીચે જનમ્યા,
તેને દરેક તારા ની કથા નું જ્ઞાન છે.
યાદ રાખો કે ચંદ્ર ને ખબર છે કે તે કોણ છે.
યાદ રાખો કે દિવસ નો સૌથી સબળ સમય, સૂર્યોદય નો છે.
યાદ રાખો સુર્યાસ્ત જે અને વહી જતી રાત.
યાદ રાખો કે તમારા જન્મ સમયે, તમારી માતા એ પારાવાર પીડા ભોગવી,
તમને જીવન અને શ્વાસ આપવા. તમે તેના જીવન નો અંશ છો,
તેના અને તેની પણ માં ના, અને તેની પણ.
યાદ રાખો તે પિતાને. તે પણ તમારું જીવન છે.
યાદ રાખો એ ધરતી ને જેની તમે ત્વચા છો:
લાલ પૃથ્વી, શ્યામ પૃથ્વી, પીળી પૃથ્વી, શ્વેત પૃથ્વી,
બદામી પૃથ્વી, આપણે તે પૃથ્વી છીએ.
યાદ રાખો તે છોડ, વૃક્ષ, પ્રાણી જીવન જેમનો એક કબીલો છે, પરિવાર છે,
અને ઈતિહાસ પણ. તેમની સાથે વાત કરો, તેમને સાંભળો. તેઓ જીવંત કાવ્યો છે.
યાદ રાખો પવનને. તેના સંગીત ને. તેને આ બ્રહ્માંડ ની ઉત્પત્તિ ની જાણ છે.
યાદ રાખો તમેજ માનવ છો અને માનવજાત તમારા માં છે.
યાદ રાખો તમે બ્રહ્માંડ છો અને બ્રહ્માંડ તમારા માં છે.
યાદ રાખો કે બધું ગતિશીલ, વધતું, તમેજ છો.
યાદ રાખો ભાષા આમાંથી આવે છે.
યાદ રાખો કે નૃત્ય ની ભાષા છે, જીવન છે.
યાદ રાખો.
મનન ના પ્રશ્નો:
૧.) યાદ તમારા માટે શું પ્રગટ કરે છે?
૨.) તમને ક્યારેય યાદ આવ્યું છે કે તમે બ્રહ્માંડ છો અને બ્રહ્માંડ તમારા માં છે?
૩.) “જીવન છે” તેવું કઈ રીતે યાદ રાખી શકીએ?