Hiding A Penny

Author
Annie Dillard
29 words, 18K views, 6 comments

Image of the Weekએક પાઈ સંતાડવી -એની દીલાર્દ

જયારે હું ૬ કે ૭ વર્ષ ની હઈશ, ત્યારે પીટ્સબર્ગ માં મોટી થતી હતી, ત્યારે હું મારી એક કીંમતી પાઈ લઇ ને એવી રીતે સંતાડું કે કોઈક ને મળે. આ એક જીજ્ઞાસા પ્રેરિત ફરજીયાત કાર્ય બની ગયું; દુઃખદ વાત એ છે હું ક્યારેય તેમાં પકડાઈ નથી. કોઈક કારણોસર, હું હંમેશ તે પાઈ ને પગદંડી ની કોરે ત્યાંજ “સંતાડતી. હું તેને ચિનાર ના વૃક્ષ ના મૂળિયાની ગોદ માં મુકતી, અથવા કહોને, કે પગદંડી ના તૂટેલા કટકા ની બખોલમાં. પછી એક ચોકનો ટુકડો લઈને, ગલી ની બંને બાજુએ મોટા દિશાસૂચક ચિહ્નો દોરતી, જે, તે પાઈ સુધી પહોંચાડે.
હું લખતા શીખી ત્યારે તે ચિહ્નો ની આસપાસ લખતી: આશ્ચર્ય આગળ કે પૈસા આ બાજુ. આવું કરવામાં મને ખુબ ઉત્તેજન મળતું, આવા ચિહ્નો બનાવતી વખતે એવો વિચાર આવતો કે એવો પહેલો કોણ નસીબવાન રાહદાર હશે જે આવી રીતે તેને મેળવશે, કોઈ પુણ્ય વગર, એક બ્રહ્માંડની ભેંટ. પણ હું ક્યારેય ત્યાં આંટા ન મારતી. સીધી ઘેર પહોંચતી અને આ બાબત નો કોઈ વિચાર ન કરતી, જ્યાં સુધી, થોડા મહીનામાં, ફરી એકવાર આવી પાઈ સંતાડવાની તીવ્ર ઈચ્છા ન થાય.

દુનિયામાં આવી ઘણી પાઈ કોઈક ઉદાર હાથે વ્યાપક રીતે પાથરેલી છે. પણ – અત્યારે આ ઘડીએ – કોને એક પાઈ ની ઉત્કંઠા છે?

પણ આ કરુણ ગરીબી છે, જ્યાં માણસ એટલો કુપોષિત અને નબળો છે, કે તે વાંકો વળીને પાઈ પણ ઉપાડવા નથી માગતો. જો તમે સબળી ગરીબી અને સાદગી ને કેળવો, કે તમને એક પાઈ પણ મળે તો તમારો દિવસ બની જાય, તો, કારણકે દુનિયા આવી પાઈ થી ભરેલી છે, તમે તમારી ગરીબી થી ઘણા જીવન ના દિવસો ખરીદી લીધા.

આ ઘણું સરળ છે.

--એની દીલાર્દ ના પુસ્તક 'Pilgrim at Tinker Creek.' માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) “સબળી ગરીબી અને સાદગી” જે તમને કંઇક મળે તેનો આનંદ અપાવે તે વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) તમે ક્યારેય સાદી, નમ્ર અને અજ્ઞાત ભેંટ મેળવી ને કૃતજ્ઞતાના ભાવ માં મસ્ત બન્યા હો તેવો પ્રસંગ વર્ણવો.
૩.) “સબળી ગરીબી અને સાદગી” કેવી રીતે કેળવી શકીએ?
 

Annie Dillard's excerpt taken from her book, 'Pilgrim at Tinker Creek.'


Add Your Reflection

6 Past Reflections