Communication As Mutual Entrainment


Image of the Weekસંવાદ એ પરસ્પર સાથ છે - ઉર્સુલા લેગ્વીન સંવાદ નું દરેક પાસું પ્રચંડ હિંમત માગી લે છે, જેમાં આપણે આપણી જાતને બે શક્યતાઓ નો અવકાશ આપીએ છીએ: એક શક્યતા એ છે કે આપણા મનની અંદર જે બીજ અંકુરિત છે તેને બીજાની અંદર વાવવું અને પછી એક અજબ પરસ્પર ની સમજ નું ફૂલ ખીલતું જોવાની; અને બીજી શક્યતા છે તદ્દન ગેરસમજ ઉભી થવી. જ્યાં, અંકુરિત બીજ એક નીંદણ ની જેમ કરમાઈ જાય. વિશ્વસનીયતા અને સ્પષ્ટતા જમીન ને ફળદ્રુપ બનાવવા માં ઘણો સાથ આપે છે, પણ અંતે તો સંવાદ માં અણધાર્યું થવાની શક્યતા કંઇક અંશે રહેજ છે-સૌથી કુણા ઈરાદા પણ ક્યારેક ઠંડા પ્રતિસાદ ને જઈ મળે છે. છતાંય કઇંક એવું છે, જે આપણને પ્રેરિત કરીને, શક્યતાઓ ને બંને હાથમાં રાખીને સંવાદ ની સુંદરતા અને તેના ખોફ ને આધીન કરે છે, તે પ્રાચીન અને ચિરસ્થાયી મનુષ્ય ને મળેલી ભેંટ. અને સોંથી ચમત્કારિક બાબત, સોંથી પવિત્ર બાબત, એ, કે પરિણામ ગમે તે હોય, પણ અંતે આપણે એકબીજામાં આવા ઋજુ બનાવતા- બોલવા અને સાંભળવા ના કાર્યથી, બદલાવ આણીએ છીએ. જીવંત, મોઢા-મોઢ સંવાદ ઘણો આંતરવિષયક હોય છે. આંતરવિષયકતા માં યંત્ર મધ્યસ્થી થી ઉત્તપન થતાં ઉત્તેજના-પ્રતિસાદ થી ઘણું વધારે હોય છે જેને આપણે “ઇન્ટરએક્ટીવ” કહીએ છીએ. આ ઉત્તેજના-પ્રતિસાદ જરાઈ નથી, યાંત્રિક ફેરફાર, નિયંત્રિત લેન-દેન નથી. આંતરવિષયકતા અરસપરસ હોય છે. એ બે ચેતના વચ્ચે નું સતત થતું આદાનપ્રદાન છે. એક “અ” વિભાગ અને બીજા “બ” વિભાગ વચ્ચે નો થતો ફેરફાર નથી, જેમાં એક ક્રિયાત્મક કર્તા અને બીજો નિષ્ક્રિય આશ્રિત બને, પરંતુ આ આંતરવિષયકતા સતત ચાલતી રહે છે. જો તમે બે લોલક દીવાલ ઉપર એકબીજાની બાજુમાં ટીંગાડો, તો તે અનુક્રમે સાથે ઝૂલવા લાગશે. તેઓ એકબીજાની સુક્ષ્મ તરંગો, જે દીવાલમાંથી પસાર થાય છે તેને પકડી અને સાથે ઝૂલવા લાગે છે. કોઈપણ બે વસ્તુ જે એકજ રીતે સમગતિ થી ઝૂલે છે, અને જો તેઓ એકબીજાની નજીક હશે, તો તેઓ એકબીજાના ધબકાર પકડી અને એકજ ગતિએ ઝૂલવા નું શરુ કરે છે. વસ્તુઓ આળસુ છે. એકબીજાની વિપરીત ઝૂલવા કરતાં સાથે ઝૂલવા માં ઓછી શક્તિ નો વપરાશ છે. ભૌતિકવિજ્ઞાની કહે છે આ સુંદર, પોષાય તેવી આળસ -એકબીજાના ધબકાર પકડવા, અથવા સાથ આપવો. બધાંજ જીવો ઝૂલે છે. આપણે ધબકીએ છીએ. અમીબા કે મનુષ્ય, આપનો ધબકાર છે, એક લયબદ્ધ રીતે, બદલીએ છીએ લયબદ્ધ રીતે; સમય સાચવીને. તમે માયક્રોસ્કોપ નીચે અમીબા ને જુઓ તો દેખાઈ આવે, લયબદ્ધ ઝુલતા અણુઓ, પરમાણુઓ, કોષો, અંતરકોષ. આ સતત, જટિલ, નાજુક, ધબકાર જીવન ની પ્રક્રીયા ને સૂચવે છે. આપણે, મોટા ઘણા અણુઓ ના બનેલા, આપણે અનેક ગણી ઉર્જા ના ધબકાર, અરસપરસ, આપણા શરીર માં અને આપણી આસપાસ ના વાતાવરણ સાથે સંસંર્ગ સાધવો પડશે. મોટાભાગનો સંસર્ગ ધબકાર નું ઐક્ય સાધી, અને તેને એક લય માં ઢાળી, અને સાથ આપવાથી થાય છે. બે લોલક ની જેમ, જટિલ પ્રયત્ન દ્વારા, બે વ્યક્તિઓ સાથે મળીને અરસપરસ લયબદ્ધ બની શકે છે. સફળ માનવ સંબંધ શરૂઆત માગી લે છે –સમન્વય મેળવવો. અને જો તે શક્ય ન બને, તો, આ સંબંધ અકળાવનારો અથવા તો હાનીકારક બની જાય છે. તમે જયારે સાંભળનાર ને શબ્દ કહો છો, ત્યારે બોલવું એ કાર્ય છે. અને તે અરસપરસ નું કાર્ય છે: શ્રોતા નું સાંભળવું , વક્તા ના બોલવા ને પ્રેરિત કરે છે. આ એક સહિયારો પ્રયાસ છે, આંતરવિષયક છે: શ્રોતા અને વક્તા એકબીજાની સાથે શીખે છે. બંને અમીબા સરખા જવાબદાર છે, શારીરિક રીતે સરખા, તરત પોતાની જાત ને વહેંચે છે. અરસપરસ નો વાર્તાલાપ શ્રોતા અને વક્તા બંને માટે શક્તિશાળી કાર્ય છે. દરેક વક્તા ની શક્તિ વધે છે, આ ઉમેરો શ્રોતા ના સાથ ને કારણે. એક સમાજ ની શક્તિ નું વર્ધન અને તેમાં ઉમેરો તેના અરસપરસ ના વક્તવ્ય ના સાથ દ્વારા થાય છે. એટલેજ સ્વરનાદ એક ચમત્કાર છે. શબ્દ માં શક્તિ છે. નામ માં શક્તિ છે. શબ્દોજ એક પ્રસંગ છે, તેઓ કર્તા છે અને બદલાવ લાવનાર છે. તેઓ વક્તા અને શ્રોતા બંને ને બદલે છે; તેઓ શક્તિ નું આદાનપ્રદાન કરી અને તેનું વર્ધન કરે છે. તેઓ સમજ અને સંવેદના નું આદાનપ્રદાન કરી તેનું વર્ધન કરે છે. ઉર્સુલા ક્રોબ્રર લે ગ્વીન એક અમેરિકી લેખક છે. આ ફકરો 'The Magic of Real Human Conversation'. માંથી ઉધ્ધૃત મનન ના પ્રશ્નો: ૧.) અરસપરસ ના સથવારા ને તમે કેવી રીતે સમજો છો? ૨.) સંવાદ દરમિયાન તમને ક્યારેય સામેવાળા ના સાથ નો અનુભવ થયો હોય તો વર્ણવો ૩.) આ સથવારા ને કેવી રીતે જાળવી રાખશો?
 

Ursula Kroeber Le Guin was an American science-fiction novelist. Excerpt above from 'The Magic of Real Human Conversation'.


Add Your Reflection

8 Past Reflections