બિનશરતી સ્થિરતા -રીક હેન્સન
સ્થિરતા, નિત્ય હોવાનો ભાવ, તે બધેજ છે.
દાખલા તરીકે, આ કાયમી સ્થિરતા નથી, પણ એક સુખદ ભાવના છે જયારે ઘરમાં નિરવતા હોય અને તમે શાંતિથી બેઠા હોવ, વાસણ ઉટકાય ગયા અને છોકરાવ મજામાં છે (કે તેવું કંઇક), અને તમે ખરેખર બધું છોડીને નિરાંતે પડતું મુકો. તમારા સ્વભાવ માં, જબરદસ્ત સહનશક્તિ અને ગુણો અને મુલ્યો છે; પરિસ્થિતિ પલટાય પણ તમારા સારા ઉદ્દેશો સતત રહે છે. સંબંધો માં, પ્રેમ ને વશ થવું –તમને પાગલ કરે તેવા લોકો માટે પણ !
માર્મિક રીતે, આ એક ક્ષણ હોય છે, જેમકે ઉંચે ઉછાળેલો દડો જે નથી પડી રહ્યો કે નથી ઉપર જઈ રહ્યો, કે, પહેલી પીંછી રંગની ફેરવ્યા પછીનું થોભવું, અથવા તો શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો અંતરાલ, કે મૌન માં પ્રગટ થતો રવ, કે પછી મન સાવ શાંત હોય ત્યારે પ્રત્યક્ષ થતાં વિચાર.
નદીનું પેટાળ જેમ સ્થિર હોય અને તેની માથેથી વ્હેણ જતાં હોય, તેમ તમારા અંતરમનમાં એક સ્થિરતા છે જેમાં લાગણીઓ ના પ્રતિભાવ અને તમારું કલ્યાણ સમાયેલું છે. અને તેમાં એક શાશ્વત જાગૃતિ છે, જે વિચારો ને વ્હેણમાં પણ બદલાતી નથી.
તાત્વિક રીતે ૨+૨= ૪ હંમેશ થાય, વર્તુળ નું ક્ષેત્રફળ હંમેશા પાઈ ગુણ્યા ત્રિજીયા નો વર્ગ હોય; અને તેવું ઘણું બધું. કંઇક ઉત્તપન થયું તેનો અર્થ એ કે તે બદલશે નહીં. જે લોકો તમને પ્રેમ કરે છે તેમને હંમેશ તમને પ્રેમ કર્યો છે; અને તમને પ્રેમ ને લાયક ગણ્યા છે. તે મૂળ સત્ય છે – અનિત્ય ના બોધ ને ગણીને – તેના હાર્દ માં નિત્ય સ્થિરતા પડેલી છે. બાબતો બદલે છે – પણ તેનો સ્વભાવ – પ્રગટતો, ક્ષણભંગુર અને પરાવલંબી – તે નથી બદલતો.
ચરમસીમાએ જે બાબતો હોય, જ્યાં ભાષાનું કોઈ કામ નથી, ત્યાં તમને કશાક એવા નો અનુભવ થાય જે નિત્યપણે ક્ષણભંગુર અને દૈવી હોય છે. કે પછી, કોઈ અનુબંધિત ઘટના બનવાની હોય તેની પહેલાં સ્ફૂરણા પામતું બિનશરતી અંતર્જ્ઞાન.
જ્યાં પણ તમને સાંપડે, સ્થિરતા ને તમે માણો અને તેને તમને પુષ્ટ કરવા દો. તે ઘરેડ અને અવાજથી મુક્ત કરી અને શાંતી અને સ્પષ્ટતા નું શ્રોત બને છે. તમારી જાત ને અવકાશ આપો, તેને સ્થિર થવાની છૂટ આપો – તમારા મનને તો જરાક આપો -જેઓ અત્યંત વ્યસ્ત છે તેઓ.
એક જૂની વાયકા પ્રમાણે: તમારું મન સ્થિરતા માં આનંદ મેળવે.
--રીક હેન્સન એક લેખક અને વૈજ્ઞાનિક છે.
મનન ના પ્રશ્નો:
૧.) નિત્ય સ્થિરતા, અનિત્ય ને ધારણ કરતું પાત્ર છે, તે વિષે તમારી શું સમજ છે?
૨.) તમને કયારેય નિત્ય સ્થિરતાનો અનુભવ થયો છે?
૩.) સ્થિરતા માં આનંદ કઈ રીતે મેળવી શકીએ?