Preparing For The Extraordinary: An Essential Practice

Author
Alan Briskin
47 words, 16K views, 14 comments

Image of the Weekઅસાધારણ ની તૈયારી – એક જરૂરી સાધના

– એલન બ્રીસ્કીન

અસાધારણ માટે તૈયારી કરવી એ [...] સામુહિક પ્રજ્ઞા માટે ની મહત્વ ની સાધના છે. આને માટે સ્પસ્ટ ઇરાદો અને જાગૃતિ ભરી તૈયારી જે બીજી અધ્યાત્મિક શક્તિઓ અને અન્ય સાથે ની સંલગ્નતા ને મેળવવા મદદ કરે છે.


આ વિચાર ને એક વાર્તા ના ઉદાહરણ રૂપે સમજાવવું કામ લાગશે. મહાન સંત, રેબ ઝેલમન હેચર શાલોમીએ એકવાર મને તેને તેના મિત્ર અને સહકાર્યકર્તા, હોવર્ડ થર્મન [..], જે એક આફ્રીકી અમેરિકી ચિંતક અને ધર્મશાસ્ત્રી હતા- જે માર્ટિન લ્યુથર કિંગ ના માર્ગદર્શક હતા, તેની સાથે થયેલો અનુભવ વર્ણવ્યો.

તે વખતે રેબ ઝેલમન હેચરે થર્મન ને મનીતોબા, તેઓ જ્યાં રહેતા હતા ત્યાં નિમંત્રિત કર્યા. તેઓ બંને ત્યાં એક ખ્રિસ્તી મઠ માં ગયા, જ્યાં થર્મન એક શીખાઉ પાદરી ને મળ્યા. થર્મને તેમને પૂછ્યું કે તેમના શિષ્યો ની સાધારણ ફરિયાદ શું હતી. તે ગુરુ એ કહ્યું કે, તે લોકો ને જે સવારે ૩ વાગ્યે પ્રાર્થના માટે ઉઠવું, પછી પથારી માંથી બહાર આવી ને ટાઢ માં ચેપલ માં જવું, તે આકરું લાગતું હતું. તેઓ કેહતા કે “આમ કેમ કરવાનું”, જયારે અમને સવારે ૯ વાગ્યા ની સેવા માં ખુબ સંતોષ મળતો હતો?

આના પ્રતિઉત્તર માં ગુરુ એ તેમને ૩ વાગ્યે આવવા માટે નિષેધ કર્યો. ૨ અઠવાડિયા બાદ તેઓ એ ફરિયાદ કરી કે હવે તેઓ ને ૯ વાગ્યા ની સેવા માં પહેલાં જેવો આનંદ અને અલૌકિક એહસાસ થવો બંધ થયો હતો. પછી તેમને ફરી ૩ વાગ્યે આવવાની છૂટ આપવા માં આવી, નવા આદર સાથે કે આ પરોઢ પહેલાં ના કલાક ની તૈયારી માં કેવું ધ્યાન રહે છે જેની અસર બાકીના આખા દિવસ ઉપર પડે છે. થર્મન અને રેબ બંને આ યાદ કરી ને ખુબ આનંદિત થયા.

અસાધારણ ની તૈયારી એ આપણો પ્રયાસ છે, જે કર્મકાંડ આપણે બનાવીએ, કે અંતરમન નું કામ જે કરીએ, તે આપણા ભાવ ને ધારદાર બનાવે છે અને નવું કંઇક સરસ બને તેનો રસ્તો તૈયાર કરે છે. ક્યારેક એ સખત પ્રત્યયવાદી તૈયારીમાં, તો ક્યારેક મુક પ્રાર્થનામાં. ક્યારેક એ કષ્ટ સહન કરવાનું શીખવા માં છે, તો ક્યારેક પોતાની જાત ને જુસ્સાભેર કાર્ય માટે તૈયાર કરવામાં છે.

ગમે તેવી રીતે આ મળે, એ ભાગ્યેજ કોઈ એક વ્યક્તિ ના એકાકી પ્રયત્નો દ્વારા શક્ય છે, પણ આ તો મોટા સામાજીક ક્ષેત્ર જ્યાં વ્યક્તિઓ સાથે મળીને, પોતાનો ભાગ ભજવે છે, પોતાના વિશિષ્ટ ગુણો ને પ્રગટ કરી અને બીજા દ્વારા જોવાઈ અને ઓળખાઈ છે. સામુહિક પ્રજ્ઞા ના કેન્દ્ર માં રહેલ સિદ્ધાંત એ છે કે આપણે, દરેક વ્યક્તિ, જૂથ ના અનુભવ ની રચના કરવામાં ભાગ ભજવીએ અને જૂથ માં તેવી વિશિષ્ટતાઓ હોય જે વ્યક્તિ ને અસરકારક છે. આપણે આ જૂથ ના અનુભવ ના સહ-રચયિતા છીએ, જૂથ ક્ષેત્ર ને બનાવનાર અને તે રચનાનો ભાગ.

એલન બ્રીસ્કીન – સહ-લેખક The Power of Collective Wisdom

મનન ના પ્રશ્નો:
૧.) અસાધારણ ને મેળવવા માટે તૈયારી ની જરૂર છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે જૂથ ના અનુભવ ના સહ-રચયિતા અને તેની અસર થી પ્રભાવિત બંને છો?
૩.) કેવી રીતે તમે જૂથ ના અનુભવ ના સહ-રચયિતા, જૂથ ક્ષેત્ર ને બનાવનાર અને તે રચનાનો ભાગ હોવાની જાગૃતિ કેળવશો?
 

by Alan Briskin, co-author The Power of Collective Wisdom.


Add Your Reflection

14 Past Reflections