Somehow I'm Always Held


Image of the Weekકોઈક રીતે હું સચવાઈ જાવ છું


- જેફ ફોસ્ટર


આ ગ્રહ પરનાં મારા ટૂંકા સમય માં, મેં ઘણો ઉદ્વેગ જાણ્યો છે અને વિષાદ ના સમુદ્રમાં ડૂબીને, એવી એકલતા માં ફેંકાયો છું કે તેમાંથી પરત થવું મને અશક્ય લાગ્યું.

મેં ધ્યાન માં મળતા હર્ષોન્મ્ત આનંદ, પ્રેમ ની પ્રખર ઘનિષ્ઠતા, હ્રદયભંગ ની ક્રુરતા નું દુઃખ, અચાનક મળતી સફળતા ની ઉત્કંઠા અને અચાનક આવતી નિષ્ફળતા નો સ્વાદ ચાખ્યો છે.

એવો સમય પણ આવ્યો છે કે મને લાગ્યું કે હું કદી નહીં પહોંચી વળું, જયારે મારા સ્વપ્ન ના એવા ચૂરેચૂરા થયા કે મને લાગ્યું કે મારુ જીવન કેવી રીતે આગળ ધપશે તે વિષે હું વિચારતો. તે છતાંય તે ચાલ્યું, અને બરબાદી માં મને નમ્રતા નો અહેસાસ થયો અને કલ્પનાતીત ભાવી ની રાખ માંથી વર્તમાન ના સુખો ઉભા થયા, અને કોઇપણ અનુભવ નકામો ન ગયો.

હું જીવન નો સંપૂર્ણપણે વિશ્વાસ કરું છું, અને એવા સમયે પણ જયારે હું બધાનો વિશ્વાસ કરવાનું ભૂલી ગયો હોવ અને ત્યારે પણ વિશ્વાસ કે જીવન આપણી યોજના પ્રમાણે નથી ચાલતું, અને કોઈ યોજના હોતી પણ નથી, માત્ર જીવન હોય છે અને મોટી અનિશ્ચિતતા વખતે પણ શ્રેષ્ઠ પ્રજ્ઞા ને જાળવવી, અને ક્યારેક તમારે પડવું જરૂરી છે કે તમે વધું નીડર બની ઉભા થાવ, અને વધારે કરુણામય બનીને.
કોઈક રીતે હું સચવાઈ જાવ છું, એવી રીતે કે હું સમજાવી શકું તેમ નથી અને સમજાવું પણ નથી. હું કદાચ પાછો કચડાઈ જઈશ, બહુ ઝડપથી, અને વધારે દુર્ગમ મુશ્કેલીઓ અને હ્રદયભંગ નો અનુભવ થશે, પણ હું સચવાઈ જઈશ. કોઈક રીતે હું હંમેશ સચવાઈ જાવ છું.

--જેફ ફોસ્ટર ઈંગ્લેંડમાં લેખક અને અધ્યાત્મિક ગુરુ છે.

મનન ના પ્રશ્નો:
૧.) કોઈક રીતે હું સચવાઈ જાવ છું, એ વાક્ય વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) વિકટ પરિસ્થિતિમાં તમે સચવાઈ ગયા હોવ તેવો અનુભવ ક્યારેય થયો છે?
૩.) તમે સચવાઈ જશો, એવું વિકટ પરિસ્થિતિ માં યાદ રાખવામાં શું મદદ કરશે?
 

Jeff Foster is an author and spiritual teacher from England.


Add Your Reflection

23 Past Reflections