Exhausting Quest For Perfection

Author
Brene Brown
57 words, 30K views, 11 comments

Image of the Weekપૂર્ણતા ની થકાવનારી ખોજ


– બ્રેન બ્રાઉન


પૂર્ણતા ની ખોજ ઘણી થકાવનારી અને કઠોર હોય છે પણ આપણે જેટલી કોશિશ કરીએ, તેટલું આપણે આપણા મગજ માં અનેક સંદેશાઓ ભમે છે કે “આટલું સારું નથી” અને “લોકો શું કહેશે ?”


જયારે આપણને ખબર છે કે પૂર્ણતા જેવું કંઈજ નથી, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો કેમ બધા માટે બધુજ બનવા પાછળ અવિશ્વસનીય સમય ખર્ચે છે.? શું આપણે ખરેખર પૂર્ણતા ના સમર્થક છીએ? ના- સાચું તો એ છે કે આપણે એવા લોકો તરફ ખેચાઇએ છીએ જેઓ સાચા અને વાસ્તવિક હોય છે. આપણને વાસ્તવિકતા ગમે છે અને આપણે જાણીએ છીએ કે જીવન અસ્તવ્યસ્ત અને અપૂર્ણ છે.


આપણે પૂર્ણતા ભણી એકજ કારણ થી ખેચાઇ છીએ: આપણને લાગે છે કે પૂર્ણતા આપણી રક્ષા કરશે. પૂર્ણતા પાછળ એવી માન્યતા છે કે જો આપણે પૂર્ણ જીવીએ, પૂર્ણ દેખાવ હોય, પૂર્ણ કર્મ હોય, તો આપણે દોષ, નાયયીકરણ અને શરમીંદગી ના દુઃખને ટાળી અથવા તેને ઓછું કરી શકીએ.


આપણને બધાને પ્રેમ અને સંબંધ ને સુપાત્ર બનવું છે, અને આ સુપાત્રતા નો આધાર તેના ઉપર છે કે આપણે એવું મહેસુસ કરીએ કે આપણે ક્યારેય _____પૂરતા નથી (આ ખાલી જગ્યા ને: પાતળા, સુંદર, વિલક્ષણ, પ્રતિભાશાળી, લોકપ્રિય, વૃદ્ધિ પામેલા, નિપુણ – આમાંના કોઈપણ શબ્દો થી ભરી શકીએ.)


પૂર્ણતા એ આપણું સર્વોચ્ચ કરવાના પ્રયાસ બરાબર નથી. પૂર્ણતા એ વિકાસ કે સિદ્ધિ મેળવવી એ પણ નથી; એ તો કવચ છે. પૂર્ણતા એ એક ૨૦-ટન નું કવચ છે જેને આપણે બધેજ ખેંચીએ છીએ એમ સમજીને કે તે આપણું રક્ષણ કરશે પણ આપણે એ વાત થી અજાણ છીએ કે આજ વજન આપણા બહાર આવવા અને ઉડવા માં રોક લગાવે છે.


એવા સમાજ માં રહેવું જ્યાં સતત દરેક કલ્પ્ય બાબત વિષે અલભ્ય અપેક્ષાઓ ના પુર આવ્યા કરે, ત્યાં પૂર્ણતા નું કવચ છોડી દેવું ભયાવહ છે. “લોકો શું કહેશે”? ના વિચાર માંથી બહાર આવીને “હું પર્યાપ્ત છું” સુધી ની શક્તિ, કરુણા અને જોડાણ સ્થાપિત કરવું અઘરું છે. પણ આપણે ગમે તેટલા બદલાવ ના ભય માં હોય, એક પ્રશ્ન નો ઉત્તર આપણે આપવો જોઈએ:


વધુ જોખમ શામાં છે? લોકો શું વિચારશે તે જતું કરવામાં કે- આપણે શું અનુભવ કરીએ છીએ, કે શું માનીએ છીએ અને હું કોણ છું? તે જતું કરવામા?


-- બ્રેન બ્રાઉન સંશોધક અને વાર્તાકાર છે, અને તેમના ટેડ ભાષણ “on vulnerability”, માટે પ્રખ્યાત છે.

મનન ના પ્રશ્નો:
૧.) પૂર્ણતા ની ખોજ થકાવનારી હોય છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) ક્યારેય તમે એવો અનુભવ કર્યો છે જ્યાં તમે લોકો શું કહેશે તેને જતું કર્યું હોય?
૩.) બીજાઓ શું વિચારે છે તેના થી પર થઈને શું તમને વાસ્તવિક થવામાં મદદ કરશે?
 

Brene Brown is a researcher and story teller, most famous for her Ted Talk on vulnerability.


Add Your Reflection

11 Past Reflections