Listening As An Act Of Transformation


Image of the Weekસાંભળવું એ પરિવર્તન નું કર્મ છે

–ડગ લીપ્મેન


બે ગ્રામવાસી એક ધર્મગુરુ પાસે તકરાર લઇ ને આવ્યા. ધર્મગુરુ એ જયારે તેમને ત્યાં બેસી ને વાત કરવા આમંત્રિત કર્યા, ત્યારે બંને એ એક બીજા સામે આંખ લાલ કરી, જાણે એમ કહેતા હોય કે, “જો તું આ ટેબલ પર બેસીસ, તો હું નહી બેસું!” છેવટે, તેઓ ધર્મગુરુ ના ટેબલ પર બંને હાથે અદબ વાળી, એક બીજા સામે ગુસ્સા ભરી નજરે બેસ્યા.

પછી ધર્મગુરુ એ કહ્યું, “તારે વધું કાંઈ કહેવાનું છે, શ્લોમો?” હા, શ્લોમો એ કહ્યું, તેને વધું કહેવાનું હતું. ધર્મગુરુ સાંભળતા રહ્યાં અને ત્યાર સુધી પ્રશ્ન કરતાં રહ્યાં જ્યાં સુધી તેને સાવ શાંત થઇ ને કહ્યું કે , “ના, હવે વધું મારે કશું કહેવાનું નથી.”

પછી ધર્મગુરુ બીજા ગ્રામવાસી, મોશે તરફ વળ્યા, અને કહ્યું, “શું થયું ?” પછી ધર્મગુરુ તેને પણ સાંભળતા રહ્યાં અને ત્યાર સુધી પ્રશ્ન કરતાં રહ્યાં જ્યાં સુધી તેને કહ્યું કે , “ના, હવે વધું મારે કશું કહેવાનું નથી.”
પછી ધર્મગુરુ ટેબલ પરથી ઉઠી ને, ઓરડા ની બહાર જતા બોલ્યાં, “હું આના પર વિચાર કરી ને મારો નિર્ણય આપીશ.”

પછી હજુ એક મિનીટ પણ પૂરી નહોતી થઇ ત્યાં, તે પરત આવ્યા, ટેબલ પર બેઠા, અને કહ્યું, “ હું મારા નિર્ણય પર પહોંચી ગયો છું.” પછી તે ધર્મગુરુ એ પોતાનો નિર્ણય તેમને વર્ણવ્યો. શ્લોમો અને મોશે એ એક બીજા સામે જોઈ ને કહ્યું, “બરાબર. આજ ઉકેલ છે.” તેઓ એ હાથ મિલાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.

ઓરડા માં રહેલ એક બીજા માણસે આ બધું જોયું. તેને આવી ને ધર્મગુરુ ને પ્રશ્ન કર્યો, “ તમે તો આ ઉકેલ એક મિનીટ માં મેળવી લીધો હતો. તો પછી તમે તેમને આટલી લાંબી વાત કેમ કરવા દીધી, જયારે તમે પહેલેથીજ જવાબ જાણતા હતા.?”

ધર્મગુરુ એ કહ્યું, “જો મેં તે બંને ની પૂરી વાત ને ધ્યાન દઈ ને નો સાંભળી હોત તો તેઓ એ મારા નિર્ણય ને ઠુકરાવી દીધો હોત. આ મારો ન્યાય ન હતો જેને પ્રશ્ન નો ઉકેલ લાવ્યો હતો. પણ આ તેઓ ની પૂરી કથા ને સાંભળવાનું હતું જેને આ ઉકેલ આણ્યો હતો.”

-ઉપરની કથા પુરાણ ના હસીદિક સમય ની કથા છે જે ડગ લીપ્મેન અહીં ફરી કહે છે.

મનન ના પ્રશ્નો:
૧.) સાંભળવાથી પરિવર્તન આવ્યું નહી કે ન્યાયીકરણ થી, તે વિષે તમારો શો મત છે.
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે ધ્યાન થી સાંભળવા ને કારણે તમારા જીવન માં પરિવર્તન આવ્યું હોય.
૩.) ઊંડાણથી સાંભળવા માટે ધીરજ અને પ્રતિબદ્ધતા કેળવવા માટે શું મદદ કરશે?
 

Above is a retelling of an ancient Hasidic tale, retold by Doug Lipman in this article.


Add Your Reflection

11 Past Reflections