Everything Is Waiting For You


Image of the Weekબધું તમારી રાહ જુએ છે


-ડેવિડ વ્હાઈટ


તમારી મોટી ભૂલ એ કે તમે નાટક માં એકલા છો તેવી રીતે વર્તવું
જાણે કે જીવન એક પ્રગતિશીલ ગુનો છે અને તેના નાના પરિવર્તન નો કોઈ સાક્ષી નથી
પોતાને તરછોડાયેલા માનવું એ આસપાસ ની આત્મિયતા માટે નો નકાર છે.
અને ખરું છે, કે ક્યારેક તમે પણ મહાન સંનિવેશ; છવાઈ જતી સ્થિતિ, સમૂહગાન, જે તમારા એક અવાજ ને ભીડ માં થી તારવે છે.


તમે ધ્યાન આપો કે કેવી રીતે સાબુદાની તમારી મદદ કરે છે, કે પછી બારીનો નકૂચો તમને મુક્તિ અપાવે છે.
સજકતા એ જાણકારી ની છુપી પદ્ધતિ છે.
પગથીયા આવનારી બાબત ના માર્ગદર્શક છે, દરવાજા જે હંમેશ પોતાની જગ્યાએ સ્થિર છે તે તમને ક્યારેક ભય આપે છે તો ક્યારેક આમંત્રણ આપે છે,
અને ટેલિફોન માં આવતો ઝીણો અવાજ તમારે માટે અસીમ સુખ ની સીડી હોય શકે.


તમારી એકલતા નો ભાર કોરે મુકો અને આરામથી ગોષ્ટી કરો.
કીટલી જયારે રેડે છે ત્યારે ગાતી હોય છે, રસોઈ ના વાસણ પણ પોતાની અક્કડ બેફિકરાઈ ને કોરે મૂકી ને તમારા માં કંઇક સારું જુએ છે. દુનિયા ના બધાં પક્ષી અને પશુ, પોતાના જ, કહી પણ ન શકીએ તેવા અસ્તિત્વ માં છે.


બધું તમારી રાહ જુએ છે.


મનન ના પ્રશ્નો:

૧.) આ નાટક માં એકલા હોવા નો એહસાસ એ મોટી ભૂલ છે એ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય તમારી આસપાસ મહાન આત્મીયતા નો અનુભવ કર્યો છે?
૩.) તમારી એકલતા ના વજન ને બાજુ પર મૂકી ને મુક્ત મને ગોષ્ટી કરવા માં શું મદદ કરશે?
 

David Whyte from Everything is Waiting for You.


Add Your Reflection

40 Past Reflections