What Happens When We Wonder?


Image of the Weekઆપણે આશ્ચર્યચકિત બનીએ ત્યારે શું થાય?


- કેટી સ્તિદલી


જયારે હું આશ્ચર્ય વિષે વિચારું ત્યારે હું પાણી નો ધોધ, નવજાત શિશુ અને વ્હેલ માછલી વિષે વિચારું. હું બીજ, બરફ ના ગોળા અને ઇન્દ્રધનુષ વિષે વિચારું, હું વિજળી, ગગનચુંબી ઈમારત અને મલમલ વિષે વિચારું. આશ્ચર્ય

વ્યાખ્યા થી પરે છે. અને આશ્ચર્ય મને મૌન બનાવે છે. જીજ્ઞાસા કે આશ્ચર્ય રોજ નથી હોતું.

જયારે આપણે જીજ્ઞાસા કે આશ્ચર્ય અનુભવીએ ત્યારે શું થાય?
લોકો એક બીજાનો સાથ આપે. જયારે લોકો આશ્ચર્યચકિત હોય ત્યારે, તેઓ, મોટાભાગે ઝગડો, ગુસ્સો, ચીસો પાડવી કે વાદવિવાદ નથી કરતા. આશ્ચર્ય લોકો ને સાથે લાવે છે. આપણે બધા કાબુલીયે છીએ કે ફૂલો અદભુત હોય. આપણે બધા કાબુલીયે કે બતક અદભુત હોય. આપણે બધા કાબુલીયે કે પ્રવાલ અદભુત હોય છે. પતંગિયા? અદભુત, ચોકલેટ? અદભુત, સુર્યાસ્ત? અદભુત. આશ્ચર્ય આપણને એક એવી ક્ષણ આપે છે જ્યાં

આપણે એકમેક ના હાથ પકડીએ, (કદાચ) આંસુ સારીયે, અને મતઐક્ય મેળવીએ.
જીવન નો ઘોંઘાટ ઝાંખો પડી જાય. મૌન હોવાની જેમ આશ્ચર્ય આપણને મુક બનાવે છે. એક હળવી શાંતિ જે શબ્દો થી પરે છે તે તણાવ દુર કરે છે. પરામર્શ અદભુત ક્ષણો માટે આદર નો રંગ લાવે છે. આશ્ચર્ય એ દુનિયા ની પળોજણ માં એક શાંતિ બિંદુ છે. આનો અનુભવ મને મોઈ માં હાના ને રસ્તે જતા થયો હતો, જયારે મને એવું જ્ઞાત કરવામાં આવ્યું કે મારો આઈફોન જ્વાળામુખી ના વૈભવ થી વધારે મહત્વ નો ન હતો. મારે એ ક્ષણ

ના આશ્ચર્ય માં હાજર રહેવા તે ઘોંઘાટ ને જતો કરવાનો હતો.
આપણી અંદર ના ઉત્તમ ભાગ આપણા વિચાર અને વર્તન નું દિશાસૂચન કરે છે. કૃતજ્ઞતા, કરુણતા અને સમજ આવી અદભુત ક્ષણો માં ઉત્પન થાય છે. આપણું અંતર નું જોડાણ, આપણી કથા, આપણા સ્વપ્ન, આપણો ભૂતકાળ આપણને જોડે છે જયારે આપણે આપણી જાત ને આશ્ચર્યચકિત થવા દઈએ: ખરેખર જોઈએ, સ્પર્શ કરીએ, સ્વાદ લઇએ અને ખરેખર સાંભળીયે. આશ્ચર્ય ની ક્ષણો નું સર્જન કરવું અને તેને માટે હાજર રહેવું તે આપણા જીવન ની ઇમારત ને ઉત્તમ રીતે ચણે છે. જયારે આપણે આશ્ચર્યચકિત થઇએ ત્યારે આપણી પાસે

આપણા વિષે ન્યૂનતા નો અનુભવ કરવાનો ઓછો સમય રહે છે. આપણે દ્રષ્ટી દીર્ઘ બને છે.
આપણે પ્રકૃતિ સાથે જોડાઈ એ છીએ. પ્રકુતિ એક આશ્ચર્ય છે. હિમનદી, કેરી ની વાડી, પર્વત, પ્રવાલ ના ઢેર. મહાસાગર. બધા પ્રાણીઓ. બધાં ઝાડપાન. બધા તારાઓ અને ગ્રહો અને આકાશગંગા. આ બધા માં આશ્ચર્ય છે જયારે આપણે આ બધા ની અંદર રહેલ સુંદરતા ને જોઈએ, અને તેની સાથે સંલગ્નતા અનુભવીએ અને એકમેક નો આધાર અને કૃતજ્ઞતા. જો આપણે પ્રકુતિ ના જગત ની કદર અને આદર કરીએ તો તે એક સુરક્ષા અને સંરક્ષણ નું વાતાવરણ ઉભું કરે છે જે આવનારી પેઢીઓ માટે પ્રકૃતિ ના આશ્ચર્ય ને જાણવા માટે મદદરૂપ છે.


ચમત્કારો બની શકે છે. આશ્ચર્ય મને ચમત્કાર માં વિશ્વાસ કરાવે છે. દરેક દિવસ ચમત્કાર છે. સૂર્ય નું ઊગવું. મારા હ્રદય નું ધબકવું. મારા શ્વાસ નું મારા ફેફસા ની અંદર બહાર આવવું. આ બધું એકદમ નિપુણતાથી થાય છે તેજ ચમત્કાર છે. હજી એક પગલું આગળ વધવા દો મને. આપણો અભિભૂત થવાનો અનુભવ અને આપણા મોં ખુલ્લા રહી જવા અને સમય નું એક ક્ષણ માં સ્થિર થવું, એ એક ચમત્કાર છે. આશ્ચર્ય નો અનુભવ, અને તેમાંથી ઉભી થતી ખુશી અને આનંદ, એ પણ ચમત્કાર છે. તો સૌ વધારે અને વધારે આશ્ચર્ય ને જાણે.

-કેટી સ્તિદલી એક ખોજી, વિચારક અને લેખક છે. તેમને આબેલ ટાસમન માં પર્વતારોહણ કર્યુ છે, તેઓ એ તીર્થ એમ્પ્લ ના ચમત્કારી પાણી માં સ્નાન કર્યું છે અને “કેમ” ના પ્રશ્ન ની ખોજ માં મેરેથોન દોડયા છે. એક ટર્નર નામની બીમારી થી પીડાતી સ્ત્રી, જે દરેક દિવસ ને ચમત્કાર માને છે.

મનન ના પ્રશ્નો:
૧.) આશ્ચર્ય તમારે માટે શું છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે આશ્ચર્ય નો અનુભવ કર્યો હોય.
૩.) જીવન માં આશ્ચર્યચકિત રહેવામાં શું મદદ કરશે?
 

Katie Steedly is a seeker, thinker, and writer. She has trekked the Abel Tasman, bathed in the healing waters of Tirta Empul, and run a marathon in search of the why. As a woman living with Turner syndrome, she believes every day is a miracle. 


Add Your Reflection

11 Past Reflections