તમારા જીવન માં રહેલ અઘરા લોકો
– સેલી કેમ્તોન
આપણને હંમેશ ખબર નથી પડતી કે આપણા જીવન માં અઘરા લોકો કેમ આવે છે. આ વિષે કેટલીક સારી થિયરી જરૂર હોય છે. જંગ ને માનનારા અને તેવા બીજા ઘણા અધ્યાત્મિક ગુરુઓ, કહે છે કે આપણા જીવન માં રહેલ તમામ લોકો આપણી અંદર જે છે તેનો અરિસો છે, અને જયારે આપણે આપણા મન ને સાફ કરીએ, હ્રદય ને સ્વચ્છ કરીએ; ત્યારે આપણે ગુસ્સા વાળી બહેનપણી, કે ખુંચે તેવા સાથી કામગાર અને ઉદંડ સાહેબો ને આપણા જીવન માં આકર્ષિત કરવાનું બંધ કરીશું. પછી એક માનવાનું એવું છે –જે આ પહેલાં કરતા વિરુદ્ધ નહીં- એવું માને કે જીવન એક પાઠશાળા છે, અને આ અઘરા લોકો આપણા શિક્ષકો છે. (હક્કિત માં , જ્યરે તમે કોઈને એમ કહો કે તમે તેના શિક્ષક છો, ત્યારે પોતાની જાત ને એમ પૂછવું કે તમારી અંદર એવું શું છે જે તેને ખૂંચતું હશે!) એક બાબત સાફ છે: જીવન ના કોઈક તબ્બકે, આપણે જરૂર એવા લોકો નો સામનો કરીશું જેના હોવાથી આપણને અઘરું લાગે. ક્યારેક એવું પણ લાગે કે આપણે જેટલાને ઓળખીએ છીએ તે બધા આપણને પરેશાન કરે છે.
તો, જેને ખરા અર્થમાં અધ્યાત્મિક જીવન જીવવું છે તેને માટે આ મહત્વ નો વિચારવા લાયક પ્રશ્ન છે, જેને માટે ગુફા માં જવાની પણ જરૂર નથી: કેવી રીતે તમે આ અઘરા લોકો સાથે કર્કશ કે કાયર થયા વગર કે તેમને હ્રદય માંથી જાકારો દીધા વગર કેવી રીતે વર્તન કરશો? તમારા મિત્ર જે તમને વાંરવાર તેના જીવન ના નાટકો માં સામેલ કરે, તેને કેમ સમજાવશો કે તમે તેના આ અવિશ્વાસ કે છેહ ની કથા નો ભાગ બન્યા વગર મિત્રતા રાખવા માગો છો? કેવી રીતે તમે આ બધાને સંભાળશો, તમારા ઉપરી સાહેબ જે સમગ્ર કાર્યાલયમાં ભય ફેલાવવા અનેક આવેશો કરે, કે પછી કોઈ સાથી કાર્યકર જે વારંવાર રડી પડે અને તમારા ઉપર ઉતાવળિયા હોવાનો દોષ ઢોળે, જયારે તમે માત્ર કામ ની વાત સમજાવવા પ્રયત્ન કરતા હો?
વધુમાં મૂળ બાબત ઉપર આવતાં, જયારે આવી પરિસ્થિતિ કે વ્યક્તિઓ વારંવાર જીવન માં ઉદ્ભવે ત્યારે શું કરવું? તેને કર્મ માં ખપાવી દેવું? કે પછી રસ્તા શોધી, વાતચીત દ્વારા કે અગાઉથી કામ કરીને તેનો ઉકેલ કરવો? કે પછી એવો પડકાર રૂપ અભિગમ લેવો કે આવા અઘરા, કર્કશ, ચીકણા કે દ્વેષ ઉભો કરતા લોકો હકીકત માં તમારી અંદર રહેલ ભાવના નું પ્રતિબિંબ કે પડછાયા છે.? બીજા શબ્દો માં કહીએ તો, શું ખરેખર એવું છે કે આપણી અંદર જે ગુણો ને આપણે ધીક્કારીયે છીએ કે નકારીએ છીએ તે બીજામાં પ્રતિબિંબિત કરી અને પછી તે વ્યક્તિ ની અંદર તે ગુણો ને ધીક્કારીયે, જે આપણી અંદર ના જ ઓછાયા છે? શું અઘરા લોકો સાથે કામ પાર પાડવું એટલે પહેલાં પોતાની અંદર જોવું કે શાના ઉપર કામ કરવું પડશે?
આનો ટૂંકો યોગિક જવાબ છે “હા”. જોકે તેનો મતલબ એવો નથી કે બીજાનું અસમાજિક વર્તન તમે નજરઅંદાજ કરો. (અઘરા સંબંધ માં પોતાનો ભાગ સ્વીકારવો તે નારાજગી બતાવી ને સંઘર્ષ થી બહાર નીકળી જવાથી વેગળું છે.!) આમેય અમુક સંબંધ એટલા મુશ્કેલ હોય કે તેનો ઉકેલ છે તેમાંથી બહાર નીકળી જવું. પણ આમાં કે બાબત છે: આપણે કોશિશ કરીશું, પણ બીજાના વ્યવહાર કે વર્તન ને કાબુમાં રાખવું તે આપણા હાથમાં નથી. આપણી ખરી શક્તિ આપણા ઉપર કામ કરવા માં છે.
આને ૧૦૧ નં. નો યોગ કહી શકીએ. આપણે બધા “જાણીએ” છીએ, તે છતાંય જયારે સંબંધ ના બગડવા માં અટકાય, ત્યારે આ વાત સૌથી પહેલાં વિસરી જઈએ છીએ. તો ફરી એકવાર: તમારી અંતર ની પરિસ્થિતિ એજ તમારું બીજા સાથે સફળતાપૂર્વક વર્તવા નું ચરણ છે. ક્યારેક ઉત્તમ વ્યવહાર કળા પણ કામ નથી આવતી જયારે તમે તેનો પ્રયોગ ભય, ગુસ્સો, કે મન ના ન્યાયીકરણ થી કરો છો. તમારો ખુલ્લો અને શક્તિશાળી સ્વભાવ જ આલંબન છે, એજ શક્તિ નું શ્રોત છે, જ્યાંથી તમે દુનિયા ને હલાવી શકો.
આખરે, એવું શું છે જે વ્યક્તિ ને અઘરા બનાવે? તે છે તેની ઉર્જા. આપણે પરિમાણ શાસ્ત્ર કે બુદ્ધ ની તત્વમિમાંસા ના વિદ્યાર્થી થવાની જરૂર નથી એ સમજવા કે આપણી આસપાસ રહેલ ઉર્જા આપણા મન અને સંવેદના ઉપર કેવી અસર કરે છે. આપણા ઉપર ભારી પડતા લોકો માં એવું શું છે? મૂળમાં, આપણી અંદર રહેલ ઉર્જા જે તેની સાથે સંકલન કરે છે. આપણે બધા અંદર થી એક ઉર્જા નું પડીકું છીએ. જેને આપણે આપણો સ્વભાવ કહીએ તે હકીકતે તો આવી ઉર્જા ના અનેક પડ દ્વારા બનેલ છે – મૃદુ, કોમલ, નાજુક છતાં શક્તિશાળી, કાબુ કરતી કે ખૂંચતી ઉર્જા. આપણે પણ અંદર જંગલી અને ત્રાડ પાડતી ઉર્જા છે, આપણી મદદગાર ઉર્જા, આપણી મુક્ત કે બંધાયેલ કે, સંકોચાયેલ ઉર્જા.
આ ઉર્જાઓ, આપણા શરીર, વિચાર, અને સંવેદના અને મન દ્વારા પ્રગટ થાય છે, તે આપણા સ્વભાવ રૂપે બહાર આવે છે કોઈપણ ક્ષણે. જે આપણે ઉપરથી જોઈએ છીએ, વ્યક્તિ નો વ્યવહાર, તેના ચહેરા ના હાવભાવ, તે ઉર્જા નું સંકલન છે જે તેની અંદર છે. જયારે આપણે વાત કરીએ ત્યારે શબ્દો પાછળ રહેલી ઉર્જા બીજાઓ પર ઊંડી અસર લાવે છે.
પરિવર્તન ની શરૂઆત, તો , એ છે કે આપણી ઉર્જા ને ઓળખી અને તેનો અને તેનાજ સ્વરૂપ નો તાલ મેળવવો. આપણે વધું સજગ થઈએ, એટલે દ્રષ્ટાભાવ થી આપણા વિચાર, સંવેદના ની ઉર્જા ને જોવી (તેની સાથે એક થયા વગર) “તો આ આપણી ઉર્જા સાથે કામ કરવું સહેલું છે. આ સાધના માગી લે છે. મોટાભાગના લોકો પોતાની ઉર્જા વિષે ની જાણકારી થી શરુ નથી કરતા અથવા તો તેનાથી થતી બીજા પર ની અસર નો પણ વિચાર નથી કરતા – અને ખુબ ઓછા પોતાની આ ઉર્જા બદલવા નું જાણે છે.
સેલી કેમ્તોન -સ્વામી મુક્તાનંદ ના શિષ્યા છે, જે એક લેખક અને અધ્યાત્મિક ગુરુ છે.
મનન ના પ્રશ્નો:
૧.) પોતાની ઉર્જા વિષે સભાનતા કેળવવી તે વિષે તમારું શું મંતવ્ય છે.?
૨.) વાતચીત કરતી વેળાએ તમે ક્યારેય તમારી ઉર્જા વિષે સભાન થયા છો? તો વર્ણવો.
૩.) આ સભાનતા કેળવવા શું મદદ કરશે?