No Rush, No Dawdle: The Secret Of Proper Timing

Author
Tom Maxwell
74 words, 20K views, 7 comments

Image of the Weekઉતાવળ નહીં, આળસ નહીં: સાચા સમય નું રહસ્ય


-ટોમ મેક્ષ્વેલ


વર્તમાનજ છે જ્યાં આપણો વાસ છે. જેને આપણે ભૂતકાળ કહીએ છીએ તે સ્મૃતિ નું સર્જન, કે સ્મરણ છે, જે વર્તમાન ના અનુભવ નું નિર્માણ કરે છે. લેખક એલન વોટ્સ કહે છે તે પ્રમાણે, ભવિષ્ય પણ આજ રીતે સર્જન છે, “અને અનુભવ પર ત્યાં સુધી નહીં ઉતરે જ્યાં સુધી તે વર્તમાન માં નહીં આવે”.


એટલેજ, ભવિષ્યના આનંદ ને જાણવા, આપણે અત્યારે આનંદ માં રહેવું જોઈએ. આનંદ ઉઠાવવા માં વાર કરવી તે હંમેશ ક્રિસમસ ની પૂર્વસંધ્યા માં જીવવા જેવું છે, તમારી આસપાસ કેટલી ભેટો સચવાઈ ને વિંટળાઇને પડી છે.

તે ઉપરાંત, વર્તમાન માં ભાગ લેવા માટે- સંપૂર્ણ રીતે સજગ થવા, તે અનુભવ સાથે ઐકય કેળવવા, અને અનુભવ કર્તા ની ઓળખ થી પણ મુક્ત થવું.

[વોટ્સ:] “સંગીત ને સમજવા, તમારે તેને સંભાળવું પડે. પણ જ્યાં સુધી તમે વિચાર્યા કરો, ‘હું સંગીત સાંભળું છું,’ ત્યાં સુધી તમે સાંભળી નથી રહ્યા. એવીજ રીતે આનંદ કે ભય ને સમજવા, તમારે સંપૂર્ણ અને અબાધિત પણે તેના પ્રત્યે સજગ થવું પડે. જ્યાં સુધી તમે તેને નામ આપો અને કહો કે, “હું ખુશ છું,’ કે “ભયભીત છું,” તમે તેના વિષે સજગ નથી.”
અને તમે ખાલી તેના વિષે સજગ નથી એટલુંજ નહીં, પરંતુ તમે એક “હું” નું સર્જન કરો છો જે ભયભીત છે, અને આથી, આ અલગાવ થી, તમે ખાતરીપૂર્વક ભય ના ઓથાર માં સતત રહેશો.

“આ કોઈ માનસિક કે અધ્યાત્મિક આત્મ શુદ્ધિ ની સાધના નથી,” વોટ્સ લખે છે. “આ માત્ર વર્તમાન ના અનુભવ પ્રત્યે સજગ રહેવાની વાત છે, અને તેવું સમજવા ની કે તમે તેની વ્યાખ્યા પણ નહીં કરી શકો અને નહીં તેમાંથી તમારી જાત ને અલગ કરી શકો. કોઈ બીજો નિયમ નથી, આ એક સિવાય ‘જુઓ!”

સદીઓ થી પાશ્ચાત્ય સમાજ અને સંસ્કૃતિ એ, આ વિચાર ક્રાંતિ જે ઘણી અઘરી છે, તેને પકડવા ની કોશિશ કરી છે, પણ તેની સાથે ઐકય કેળવવા ની નહીં. આપણે કટ્ટર ભૌતિકવાદી છીએ, ઓળખ ને વળગેલા અને વિક્ષેપ ના વ્યસનીઓ. આપણે દુઃખને ટાળીએ છીએ અને સુરક્ષાની સતત ખેવના કરીએ છીએ, અને એમ કરવાથી વધારે દુઃખ અને અસુરક્ષિતતા આવશેજ. નિકટના અજ્ઞાત ને ટાળવા ને બદલે તેને સામેથી ભેટવું જોઈએ. આપણી સ્થિરતા, આપણી અનુકુલનક્ષમતા, તેના પર નિર્ભર છે કે આપણે આ ક્ષણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છીએ, અને તેને એક નવા અનોખા અનુભવ તરીકે સમજવા. આપણે અગણિત વર્તમાન ક્ષણો માં જીવીએ છીએ, જે પ્રતિક્ષણ મૃત્યુ પામે છે અને ફરી જન્મ લે છે. આ સચ્ચાઈ માં ડૂબકી મારવી તેજ બદલાવ લાવે છે, કારણકે ત્યાંજ શાશ્વત
રહેલ છે.

“કોઈપણ કળા માં માહેર થવા માટે, “ વોટ્સ કહે છે, “તમારે તમારા હાડકાં સુધી તેનો શાશ્વત અનુભવ કરવો જોઈએ-અને તેજ સાચા સમય નું રહસ્ય છે. કોઈ ઉતાવળ નહીં. કોઈ આળસ નહીં. માત્ર અનુભવો સાથે વહેવાની ખબર, એવીજ રીતે જેવી રીતે તમે સંગીત સંભાળતા તાલબદ્ધ બની નૃત્ય કરો, તેનાથી આગળ જવા પણ નહીં, કે, નહીં પાછળ પડવા. ઉતાવળ કે પાછળ પડવું એ વર્તમાન ના અસ્વિકાર જેવું છે.”

---ટોમ મેક્ષ્વેલ એક લેખક અને સંગીતકાર છે. બંને વચ્ચેની સંલગ્નતા તેઓ ને ગમે છે.


મનન ના પ્રશ્નો:
૧.) અનુભવ સાથે સંપૂર્ણ કેળવવું તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) શાશ્વત તમારી અંદર હાડકાં સુધી રહેલ છે તેવો ક્યારેય તમને અનુભવ થયો છે?
૩.) શું તમને વર્તમાન નો પ્રતિરોધ કરતાં અટકાવશે?
 

Tom Maxwell is a writer and musician. He likes how one informs the other. Excerpt from article.


Add Your Reflection

7 Past Reflections