Spiritual Activism

Author
Michael Singer
32 words, 23K views, 7 comments

Image of the Weekઅધ્યાત્મિક ક્રિયાવાદ


– માઈકલ સિંગર


હું પર્યાવરણવાદી છું અને મને એવી ગાડી માં ખુબ રસ છે જે પ્રદૂષણ નથી ફેલાવતી અને છતાં વધું ચાલે છે, અને હું કેટલાક ને હમર ચલાવતા જોઉં છું. અને આ સચોટ ઉદાહરણ છે, કે હમર કોઈક ચલાવે છે અને હું વ્યગ્ર સુધારવાદી બની ને તેને ફુંકી મારું છું. ભલા, તમે તો આમ હમર ને ફુંકી મારી ને પર્યાવરણ ને વધું પ્રદુષિત કર્યું જે કદાચ તેના ઇંધણ વપરાશ કરવાં થી પણ નો બનત. તમે કાંઈ સમજો છો? તમે જે કર્યું તે માત્ર તમારા ક્રોધ ને પ્રતિભાવ આપ્યો, તમારી પોતાની પરિસ્થિતિ ને સંભાળવા માટે અશક્ત બનીને.


તમારા કહેવાનો અર્થ શું છે? એવા લોકો છે જેને પર્યાવરણ માટે પરવા નથી. એવા લોકો જેને ઇંધણ વપરાશ થી મળતા લાભ ની પણ નથી પડી. એવા લોકો પણ છે જેને તમને જે બાબત ની પરવા છે તેવી કોઈપણ બાબત ની બીલકુલ ફિકર નથી, ખરુંને? અને જયારે આ આવે, આવો બનાવ તમારી પાસે આવે, ત્યારે તમારા રૂઢિવાદ ને ટક્કર મારે છે. અને જે બહાર આવે છે તે સ્પષ્ટતા નથી, નહીં કે રચનાત્મક પ્રતિભાવ. જે ઉપર આવે છે તે છે ક્રોધ, તે છે ભય, અને તે છે નફરત, ખરુંને? તમારી અંદર જે પ્રગટ થયું તે નફરત અને તેને તમે અભિવ્યક્ત કરી, ખરુંને?


આ બરાબર નો ક્રિયાવાદ નથી. ખરો ક્રિયાવાદ, જે અધ્યાત્મિક ક્રિયાવાદ હોય, તે એ છે કે પહેલાં તમે તમારા પ્રતિભાવ ને જવા દો; તમારી અંદર રહેલ એ ભાગ જે પ્રતિક્રિયાત્મક છે, જે બીજા વ્યક્તિ ના કોઈ અંશ ની સામે પ્રતિક્રિયા કરે છે, તેને જવા દો, કારણકે આ માત્ર યુદ્ધ ઉભું કરે છે. એટલે તેને જવા દો. હવે, તમે તે સ્પષ્ટતા થી વાકેફ થયા જેના માટે હું ફિકર કરું છું-મેં પર્યાવરણ વિષે ચિંતા કરવાનું નથી છોડયું. મેં માત્ર નુકસાન કરતી પ્રતિક્રિયા કરવાનું ટાળ્યું, અને આ પ્રતિભાવ જરાપણ રચનાત્મક ન હતો અને માત્ર મારી પ્રતિક્રિયા જેને મને એવો ભાવ આપ્યો –કે તું કેમ આ હમર ને ફુંકી નથી મારતો? તેને મને સારું લગાડ્યું. પણ આ એ નથી, કે તમને સારું લાગવું જોઈએ. આ તો પર્યાવરણ ને શુધ્ધ રાખવું અને તેમાં મદદ રૂપ થવાની વાત છે.


તો તમે તમારી અંદર ના આ અંશ ને જતો કરો, એજ અંશ જેની આપણે વાત કરીએ છીએ. તેને જવા દો. તે ક્રોધ ને સાચો પુરવાર કરવાની આવશ્યકતા નથી. તેવું કંઈ છેજ નહીં. બસ જવા દો. હવે તમે સાફ છો. જે સાફ છે તે ઉકેલ પણ મેળવી શકશે. ભલે તે નાના પગલાં હોય, પણ તે સાચી દિશા માં પગલાં બનશે. કદાચ બીજી બાજું દુનિયા માં શું બની રહ્યું છે તેના વિષે તમે કંઇજ નહી કરી શકો અને તે સાચું નથી અને ગમે તેવું પણ નથી, ખરુંને? પણ તમારા પરિવાર સાથે અંદર તમે કશુંક કરી શકશો. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમે કંઇક કરી શકશો ત્યાં વધારે પ્રેમ અને સંભાળ લાવવા અને તેને ફેલાવવા અને આ સમયે તો તમે કદાચ આજ કરી શકશો.


મનન ના પ્રશ્નો:
૧.) અધ્યાત્મિક ક્રિયાવાદ તમારે માટે શું છે?
૨.) તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે જ્યાં તમે તમારી અંદર રહેલ પ્રતિક્રિયાત્મક અંશ જે બીજા વ્યક્તિ ના કોઈ અંશ ની સામે પ્રતિક્રિયા કરે છે, તેને જવા દીધો હોય?
૩.) પોતાના માં રહેલ વિનાશક વૃત્તિઓ માં પડવા ને બદલે તમને જેની પરવા છે તેની સાથે સુમેળ સાધવા માં શું મદદ કરશે?

 

Excerpted from here.


Add Your Reflection

7 Past Reflections