Where's Your Umbrella?

Author
Nazeer Ahmed
58 words, 22K views, 12 comments

Image of the Weekતમારી છત્રી ક્યાં છે?

- નાઝીર અહેમદ

આ વર્ષે ફરી વરસાદે દગો કર્યો. આ લગાતાર ત્રીજું વર્ષ હતું જયારે વરસાદ ન પડ્યો. પાક અદ્રશ્ય થઇ ગયો હતો અને જમીન માત્ર બદામી રંગનો ધુળીઓ કટકો બની ગઈ હતી. વૃક્ષો એ પોતાના પાંદડા ક્યારનાય ગુમાવી દીધા હતા, અને તે, માત્ર થોર ના છાયાચિત્ર જેવા, ક્ષિતિજ પર ઉભા હતા. એક ઝરણું પાછલાં વર્ષો માં ગામ ની સીમા ની કોરે વેહ્તું. હવે તે નદી સુકાઈ ગઈ હતી. જ્યાંથી એકવાર ચોખ્ખું, મીઠું પાણી નજીકના પર્વત માંથી વહેતું, ત્યાં હવે સુકી રેતી નો પટ હતો, માટી માં પડેલા ફૂટ ઊંડા ચોરસ ચાસ દીસતા હતાં. પક્ષીઓ નું શું થયું તે આકાશ માં મંડરાતા, એકાદ મરવા છોડી દીધેલાં પશુ ના પિંજર ની તાક માં રહેલ ગીધ સિવાય કોઈ જાણતું ન હતું.

આ પ્રદેશ દુકાળગ્રસ્ત હતો. લોકો હાડપિંજર જેવા થઇ ને લાકડી ની જેમ ફરતાં હતાં, અનેક વિદેશી મદદથી જે કંઈ રેશન મળતું તેના પર જેમતેમ જીવતા.

મદદ માટે મરણીયા બનેલા તેઓએ એક વિશાળ વડ, જે તે ગામ જેટલું જુનું હતું, તેની નીચે સભા ગોઠવી. “આપણે બધાં પ્રાર્થના કરીએ.” એક વૃદ્ધા એ કહ્યું, “ હવે આપણને ઈશ્વર જ મદદ કરી શકશે.”

આ ગામ માં ઘણા સંપ્રદાય ના લોકો રહેતા હતા અને પરિણામસ્વરૂપ એક મોટો વિવાદ ઉભો થયો કે આ પ્રાર્થના ક્યાં કરવી – મંદિરમાં, મસ્જીદમાં, કે દેવળમાં. આમાં કોઈ સર્વસમંતી ન મળી. થાકી ને બધાએ ખુલ્લા માં પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. મોડી રાત્રે, ખુલ્લા આકાશ નીચે, ગામથી થોડે દુર. તે દિવસે પૂર્ણિમા ની રાત હતી અને ચંદ્ર મોહક ચાંદની બિછાવી રહ્યો હતો તારાઓ પણ ઝળકી રહ્યાં હતાં.

પ્રાર્થના માટે એકઠા થયેલાં લોકો માં એક નાની છોકરી પોતાના નાના ભાઈ નો હાથ પકડી ને નજીકના ગામથી દોડીને આવી, તેના હાથમાં ને ઉંચે બન્ને ના માથા પર એક ખુલ્લી છત્રી ઝાલી હતી. શ્વાસ ખાતાં તેઓ ત્યાં ઉભા રહ્યાં, ઉંચે જોઇને, છત્રી હજી ખુલ્લી રાખીને. એકઠા થયેલાં લોકો ફરી ને તેની સામું જોવા લાગ્યા અને આ કૌતુક વિષે વિચારવા લાગ્યા. કેટલાક આશ્ચર્યમાં હતા; અમુક ચીડાયેલા હતા અને કેટલાક ને ગુસ્સો આવી રહ્યો હતો કારણકે છત્રી ના આરા તેમને ખુંચતા હતા.

છેવટે એક આશ્ચર્યચકિત દર્શકે પૂછ્યું, “ તમે છત્રી કેમ લાવ્યા છો? તમને દેખાતું નથી કે અહીંયા વરસાદ નથી અને આપણે વરસાદ માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ? કોઈક મૂરખ માણસ જ આમ સાફ આકાશ નીચે ખુલ્લી છત્રી લઈને ઉભો રહે.”
“હા ચોક્કસ”, છોકરાવ એકી અવાજે રણક્યા, “અમે પણ પ્રાર્થના કરવા આવ્યા છીએ. અમને ખાત્રી છે કે અમે પ્રાર્થના કરીશું અને તે પ્રાર્થના ના પ્રતિસાદ રૂપે વરસાદ આવશે. તેથી અમે આ મોટી રંગીન છત્રી લાવ્યા છીએ. “

-નાઝીર અહેમદ ના The Child who Brought an Open Umbrella for Prayer માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) છોકરાવ ના અજાણ્યા પ્રત્યે હાજર રહેવાની પ્રતિબદ્ધતા, કે તેમની શ્રદ્ધા ને તમે કેવી રીતે સમજશો?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે શ્રદ્ધાવાન બની ને છત્રી ઉઘાડી હોય અને અજાણ માટે પ્રતિબદ્ધ થયા હો
૩.) આવી શ્રદ્ધા કેવી રીતે ઉભી કરી શકીએ?
 

Adapted from The Child who Brought an Open Umbrella for Prayer  by Nazeer Ahmed.


Add Your Reflection

12 Past Reflections