Universality Is Not An Idea, It Is Reality


Image of the Weekસર્વવ્યાપકતા એ વિચાર નથી, હકીકત છે


–સદ્ગુરુ જગ્ગી વાસુદેવ



યોગ શબ્દ નો અસલી અર્થ છે, “એ જે તમને વાસ્તવિકતા માં લાવે”. અક્ષરશ:, એનો અર્થ છે “સંયોજન”. સંયોજન નો અર્થ એ કે જે તમને અંતિમ સત્ય તરફ લઇ જાઈ, જ્યાં જીવન ની વ્યક્તિક અભિવ્યક્તિ એ સર્જન ની પ્રકીર્યા માં સપાટી પર ના પરપોટા સમાન બની ને રહી જાઈ છે. આ ક્ષણે, એકજ જમીન માંથી નાળીયેર અને કેરી નું વૃક્ષ વૃદ્ધિ પામ્યા છે. તેજ માટી માંથી, મનુષ્ય દેહ અને ઘણા બીજા જીવો ફૂટયા છે. આ બધું એજ માટી છે. યોગ એટલે અનુભવ પર ઉતારેલું સત્ય જ્યાં તેને ખબર છે કે તેના અસ્તિત્વ નો અંતિમ પ્રકાર શું છે, અને તે કેવી રીતે બન્યું છે.


યોગ સંયોજન ને એક વિચાર, કે કોઈ ખ્યાલ નથી જેને તમે ગ્રહણ કરો છો. બુદ્ધિમત્તા સાધવા તમે બ્રહ્માંડ ના એકત્વ ની સાક્ષી પુરાવો, તો તમે ચા પરની ચર્ચા માં જાણીતા બની જાવ, અને કદાચ તમને તેને કારણે સામાજિક મોભો મળી જાઈ, પણ એ કોઈ અર્થ નહી સારે. જયારે પૈસા ની વાત આવે –માત્ર પૈસા ની હજી જીવન મરણ ના પ્રશ્ન સુધી તો ગયા જ નથી, ત્યાંજ તમે જોઈ શકો કે, “આ હું અને આ તું.” આવી સીમાઓ સ્પષ્ટ તરી આવે છે; અહીંયા હું અને તમે એક છો એ તો સવાલ જ ઉભો નથી થતો.


બુદ્ધિ ના સ્તરે જે વ્યક્તિ બધા ને એક તરીકે જુએ એ હકીકતે તેને માટે હાનીકારક છે. લોકો ક્યારેક મુર્ખામી ભર્યું કામ કરતા હોઈ છે એવા વિચાર હેઠળ કે બધા એક છે, જ્યાં સુધી કોઈક તેમને પાઠ ભણાવે અને તેઓ જોઈ શકે કે, “આ હું છું અને આ તું છે. એક થવાનો કોઈ અવકાશ નથી”.
આ જયારે અનુભવ ને સ્તરે ખરાઈ માં ઉતરે, ત્યારે એ કોઈ અપરિપક્વ ક્રિયા માં નહી પરિણમે. ત્યારે એ જીવન ના પ્રચંડ અનુભવ તરીકે બહાર આવશે. સર્વવ્યાપકતા એ વિચાર નથી, હકીકત છે. બીજા શબ્દો માં યોગ એટલે તમારા બધા વિચારો ને દફનાવી દો.


મનન ના પ્રશ્નો:
૧.) સર્વવ્યાપકતા બુદ્ધિ ના સ્તરે નુકસાન કર્તા છે, એ એક પ્રચંડ અનુભવ હોવો જોઈએ આ વિષે તમારું શું માનવું છે?
૨.) આ સર્વવ્યાપકતા નો અનુભવ તમે ક્યારેય બુદ્ધિ ના સ્તરે કરતા હકીકતે કર્યો હોય તો વર્ણવો.
૩.) તમારા સ્વભાવ ની અનુભવિત હકીકત તરફ વળવા માં શું મદદ કરશે?
 

Excerpted from here.


Add Your Reflection

8 Past Reflections