Stopping The War


Image of the Weekયુદ્ધ વિરામ આણવો


– જેક કોન્ફીલ્ડ


આધ્યાત્મિક તાલીમ નો હેતુ એ છે કે આપણે યુદ્ધ વિરામ આણીએ, આપણા મનોબળ થી નહીં, પણ રચનાગત રીતે સમજણ, અને અનુક્રમે કેળવણી મેળવતાં. સતત ચાલતી આધ્યાત્મિક સાધના આપણને જીવન સાથે સંલગ્ન થવાના નવા રસ્તા, કે જેના દ્વારા આપણે આપણા યુદ્ધો ને જતાં કરીએ, તેવી કેળવણી આપે છે.


જયારે આપણે યુદ્ધ માંથી બહાર નીકળીએ, ત્યારે નવી નજર થી જોઈએ, જેમ તાઓ તે ચીંગ કહે છે, “ જેમ ઝંખનાના વાદળથી નિરભ્ર થયેલી દ્રષ્ટી ”. આપણે જોઈએ કે આપણે કેવી રીતે લડાઈ ઉભી કરીએ છીએ. જોઈએ, સતત ઉભા થતાં આપણા ગમા-અણગમા, કે, જેનો ભય છે તેને રોકવાની સતત લડાઈ. આપણે જોઈએ, આપણા પૂર્વગ્રહો, લાલચ, સીમાબંધનો. આ બધું જોવું ખરેખર કઠીન છે, પણ, તે બધું છે. અને આ બધાં ની નીચે છે સતત ચાલતી લડાઈ, જ્યાં આપણે વ્યાપક થયેલી ભય અને અપૂર્ણતા ની ભાવનાઓ થી પીડાઈએ છીએ. આપણે તે પણ જોઈ શકીએ કે આ બધો જીવન સાથેનો સંઘર્ષ કેવી રીતે આપણું હ્રદય બંધ રાખે છે.


આ આપણા બધા માટે મોટું કામ છે. વ્યક્તિગત અને સામાજીક રીતે, આપણે આપણા વેગ ના દર્દ થી, આપણી આદતો થી, અને લડાઈ બંધ કરવા પ્રત્યે ના અસ્વિકાર થી અળગું થવું જોઈએ. મહાન બદલાવ આ નાના કર્મ થી આવી શકે તેમ છે. નેપોલિયન બોનાપાર્ટ પણ આ સમજી ગયો હતો, તેથી તેને જિંદગી ના અંતે એમ કહ્યું, “તમને ખબર છે કે દુનિયામાં મને સૌથી વધારે અચંબો શેનો થયો છે? બળ વડે કંઈપણ ઉભું કરવાની નિષ્ફળતાથી. લાંબા સમયે, તલવાર ને ચૈતન્ય હરાવે છે.”


કરુણા અને હ્રદય ની મહાનતા ત્યારે ઉદભવે જયારે આપણે લડાઈ બંધ કરીએ. અને આપણા બધાંના હ્રદય ના ઊંડાણમાં તે મહેચ્છા છેજ, કે આની શોધ કેવી રીતે કરી શકીએ. આપણે બધાં એવું ઈચ્છીએ છીએ કે આ ભય, ક્રોધ અને આદતો નાં બંધન થી મુક્ત થઈને તેની પરે જઈએ, “મેં” ,“હું”, “મારું” તેનાથી ઉપર કંઇક મહાન તત્વ સાથે સંલગ્નતા સ્થાપીએ, આપણી ન્યૂન કથાઓ અને જાત થી ઉપર. આ શક્ય છે, કે, લડાઈ બંધ કરી અને સમય ની પાર આ ક્ષણ માં આવીએ – અને તેનો અનુભવ કરીએ જ્યાં બધુંજ સમાયેલું છે. અધ્યાત્મિક સાધનાનો આજ હેતુ છે, અને હ્રદયપૂર્વક એવો રસ્તો શોધીએ – જે શાંતિ અને આપણી અંદર જોડાઈ અને અંદર ના યુદ્ધ નો વિરામ આણે અને તેથી બહાર આપણી આસપાસ યુદ્ધ વિરામ થાય.


જેક કોન્ફીલ્ડ ના "A Path with Heart" માંથી ઉદધૃત


મનન ના પ્રશ્નો:

૧.) લેખક ની તેવી ભલામણ કે આપણે આપણા વેગ ના દર્દ થી, આદતો થી, અને લડાઈ બંધ કરવા પ્રત્યે ના અસ્વિકાર થી અળગું થવું જોઈએ તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે “નિરભ્ર દ્રષ્ટી” કેળવી , લડાઈ થી પરે થઇને નવી આંખે, આપણે કેવી રીતે લડાઈ ઉભી કરીએ છીએ તેવું જોઈ શક્યા હો, તો વર્ણવો.
૩.) પોતાની અંદર ખરેખર શું સત્ય છે તે પ્રત્યે દ્રષ્ટી રાખવામાં શું મદદ કરશે?
 

Excerpted from "A Path with Heart" by Jack Kornfield.


Add Your Reflection

5 Past Reflections