Who Do We Choose To Be?


Image of the Weekઆપણે શું બનવાનું પસંદ કરીએ છીએ


– માર્ગરેટ વ્હિટલી


શક્તિશાળી લોકો હંમેશ જેવું છે તેવું રહેવાનું પસંદ કરે છે કારણકે એ તેની શક્તિ નો શ્રોત અને આધિપત્ય છે. એવી કોઈપણ પરિવર્તન ની સ્થિતિ જેમાં બીજાનો ફાયદો છે તે તેમના દરજ્જા ને વિચલિત કરે છે. અને તેમના દરજ્જા નું સંરક્ષણ તેઓ માટે અતિ મહત્વ નું હોય છે.


લાંબા સમય સુધી ચળવળકાર રહીને અને અનેક વ્યવસ્થા માં આગેવાની બદલવી, અને તે મોટી એકમો ની વ્યવસ્થા માં સલાહકાર અને મિત્ર તરીકે કામ કરીને વર્ષો પહેલાં મને એ સમજણ આવી કે મોટા પાયા ના ફેરફારો શક્ય નથી. આગેવાનો, નિયંત્રણ મેળવવાના લોભ માં હતા, અને વ્યવસ્થિત રીતે વિચારવાને બદલે કટોકટી ના સમયે પ્રતિક્રિયાત્મક થઈ જતા હતા, પોતાની સાથે કામ કરતા કામગાર તરફ માનવીય વલણ ને બદલે તેને “એકમ” તરીકે જોતાં. હું એવા પણ આગેવાનો ને મળી છું જે એકદમ ઉમદા હતાં, જેઓ ખુબ સરસ વિવેકી દ્વીપ ઉભો કરતા જેમાં ઘણું કામ થઇ જતું અને લોકો ગમે તેવી મુસીબત, તીખા વિરોધો, દિલ તોડી નાખે તેવી હાર, મદદ નો અભાવ, એકલતા, એકાકીપણું અને અપયશ વચ્ચે પણ મજબુત સંબંધો ને માણતાં. હું આગેવાનો સાથે એવી પરિસ્થિતિ માં રહી છું જ્યાંથી ભલભલા ઊઠીને ભાગી જાય, અને છતાંય તે લોકો ટકી ગયા.


વર્ષો પહેલાં, જયારે અફર વૈશ્વિક મુસીબતો ઉભી થઇ જ્યાં આગેવાની ની અવક્રાંતિ આવી, ત્યારે હું જે પણ આગેવાન ને મળતી તેને આવાહન આપતા પ્રશ્ન કરતી: અત્યારે તમે શું થવા માગો છો? તમારી શક્તિ નો ઉપયોગ કરીને શું તમે એવા વિવેકી દ્વીપ નું સર્જન કરી શકો જ્યાં ઉત્તમ માનવીય ગુણો સર્જન, દ્રઢતા અને ઉત્પત્તિ શક્ય બને?


આ હું તમને અત્યારે પૂછું છું.


---માર્ગરેટ વ્હિટલી ના પુસ્તક Who do we choose to be? માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) મોટા પાયા ના ફેરફારો શક્ય નથી એ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જ્યાં વિવેક નો દ્વીપ ઉભો કરવામાં કોઈએ ઉત્તમ આગેવાની પ્રદર્શિત કરી હોય.
૩.) તમારા જીવન માં વિવેકી રહેવામાં શું મદદ કરશે.
 

Excerpted from Margaret Wheatley's book Who do we choose to be?


Add Your Reflection

10 Past Reflections