The Work Of Love Is To Love

Author
Mark Nepo
59 words, 27K views, 15 comments

Image of the Weekપ્રેમ નું કામ છે પ્રેમ કરવાનું


- માર્ક નેપો


સૃષ્ટી પર ના મારા સમયે મને એવો વિશ્વાસ આપ્યો છે કે બે તેવા શક્તિશાળી સાધનો છે જે કોઈપણ અનુભવ ને પ્રેમ માં બદલી શકે છે: સમાવેશ અને શ્રવણ. જયારે મેં સમાવેશ કર્યો હોય અથવા તો મારો સમાવેશ થયો હોય, કે જયારે મેં શ્રવણ કર્યું હોય કે મારી વાતનું કોઈએ શ્રવણ કર્યું હોય, તે અનુભવ શાશ્વત અગ્નિ માં બળતાં લાકડા માફક છે અને હું મારી જાત ને પ્રેમ ની હાજરી માં પામું છું. આ હંમેશ તેવું રહ્યું છે. આ જૂની માન્યતા ને જુઓ જેમાં સમાવેશ કરવો અને શ્રવણ કરવા નું જ્ઞાન અને પડકાર બંને રહેલા છે.


પેહલી પુરાણી માન્યતા કે જયારે તમે છીપ ને કાન પર મુકો, ત્યારે તમને દરિયા નો અવાજ સંભળાઈ. આ હંમેશ કામ કરે છે. આયુર્વેદ ની ચોકસી કરતા એવું બહાર આવ્યું કે જયારે તમે છીપ ને કાન સાથે અડકાડો છો ત્યારે હકીકતે તમે તમારા ધબકાર સાંભળો છો, તમારા લોહી નો દરિયો ઉછળી ને કાન સુધી પોતાનો અવાજ પહોચાડે છે. આ સત્ય બાબત પણ તેનો રહસ્ય ફાસ નથી કરતી. તે તેને વધારે છે. કારણકે છીપ ને કાને અડાડી ને આપણે એ શીખીએ છીએ કે કેવી રીતે પૂર્ણ ને એક અંશ દ્વારા સાંભળી શકીએ, અને કેવી રીતે આપણી અંદર બ્રહ્માંડ નો અનુભવ કરવો. તે આપણને એ પણ શીખવે છે કે જયારે આપણે અન્ય જીવ ને આ છીપ ની જેમ, આપણા કાન સુધી લાવીએ, ત્યારે આપણે આપણા રક્ત સાગર અને જીવન બંનેના રહસ્યને સાંભળી શકીએ છીએ.


આશ્ચર્ય એ છે કે દરેક જીવ ની અંદર બ્રહ્માંડ ની કથા વણાયેલી છે. દરેક જીવ એક છીપ છે જે ઊંડા વ્હેણ થી ઘડાયેલો છે. અને શારીરિક કાન પણ, અંદરનો પડદો- જે બહુ નાજુક છે અને સંતુલન કરે છે તે પણ શંખ આકાર નો છે. એટલે, જેનો પણ સમાવેશ થાય અને જેને સાંભળવામાં આવે તે આપણને આ હકીકત થી વાકેફ કરશે કે તે ક્યાં રહેલ છે આપણી અંદર અને સૃષ્ટી માં.


આ આપણને બીજી માન્યતા તરફ લઇ જાય છે: એક દંતકથા જેના મુજબ જો ઘોડા નો પગ તૂટી જાય તો તેને મારી નાખવો. મેં ખોજ કરી છે કે આ સાચું નથી. અરે, પણ આ બને છે તે હકીકત છે. ઘોડા ઉછેરવાળા જેનો પગ ભાંગી જાય તેને ગોળી મારી દે છે જાને બીજું કંઈ કરવાનું જ ન હોય. પણ હવે મને સમજાયું છે કે આ તેઓ પોતાના માટે કરે છે, એટલે જે ઘોડો દોડવા ન શકતો હોય તેની તેઓ એ કાળજી ન કરવી પડે.


આવી રીતે, સ્વાર્થી અને ભયભીત લોકો નબળા જોડે નું બંધન કાપી નાખે છે, એવો મિત્ર જેને કાલ ની ખબર નથી, જેઓ ને કારણે કદાચ તેમની ગતિ ધીમી પડે, તેવા મિત્ર નો સાથ નથી નિભાવવો, અને પોતાની અંદર રહેલ નબળાઈ નો પણ સામનો નથી કરવો. આમાંજ કરુણા ની સામે નો પડકાર રહેલો છે. જો આપણે હિંમત કરીએ આ ભૂમિગ્રસ્ત થયેલા લોકો ને સંભાળવા ની, હિંમત કરીએ તેઓ ને નજીક રાખવાની, તો તેમનો આ સમાવેશ અને શ્રવણ ગાશે અને આપણને તેવી પ્રજ્ઞા આપશે જેનાથી આપણે તૂટેલા હાડકાં ને સમજી શકીશું અને તેને આ કેવી રીતે રુઝાઈ તેને પણ.


આ મુક હિંમત છે જેની આપણને જરૂર છે. આપણે શું છીએ તે જોવાની અને તેની વાટ જોવાની અજબ હિંમત. અને એવી હિંમત જ્યાં આપણે કબુલ કરીએ કે આપણે એકલા નથી. એકબીજાને હ્રદય આ કાન પાસે રાખવાની. અને જે કંઈ તૂટેલું છે તેની કાળજી કરવાની હિંમત.


આ હિંમત ની સાધના હંમેશ રોજબરોજ ની નાની બાબત માં છે. મધર ટેરેસા કહે છે તે પ્રમાણે, નાની બાબતો ખુબ પ્રેમપૂર્વક કરવામાં, આપણે શીખીએ કે હિંમત કેમ કેળવાય. હકીકતે, તો પ્રેમ નું કામ આ નાની બાબતો પ્રત્યે એકદમ સજગ રહેવાનું છે. આ સજગતા રહસ્યો ખોલશે. બારીકાઇ થી આપેલા ધ્યાન ની દિલાવરી, આપણને પ્રેમ ના એવા સાગર ભણી લઇ જાય છે જે આપણને બધાંને સમાવે છે.
સરળ અને ગહન બાબત એ કે, પ્રેમ નું કામ પ્રેમ કરવાનું છે. આ કર્મ કરવાથી, સૃષ્ટી જીવંત બને છે. માર્ટીન બુબર કહે છે કે આ જીવંતતા આપણી વચ્ચે એવો અવકાશ ઉભો કરે છે, જ્યાં બંને એકબીજા સમક્ષ નતમસ્તક બને અને સાચી રીતે સંપર્ક સાધે.


માર્ક નેપો ના "The Exquisite Risk: Daring to Live an Authentic Life"


મનન ના પ્રશ્નો:
૧.) પ્રેમ નું કામ પ્રેમ કરવાનું છે- આ કથન બાબત તમારું શું મંતવ્ય છે?
૨.) ક્યારેય એવું બન્યું હોય કે તમે બીજાને સંભાળ્યા ને ઊંડાણ થી સાંભળ્યા હોય અને તેવું કરવામાં તમને પોતાના રક્તસાગર અને જીવન ના રહસ્યો સાંભળવા મળ્યા હોય- તો વર્ણવો
૩.) ભૂમિગ્રસ્ત થયેલાં ને નજીક થી સંભાળવા ની હિંમત કેળવવા માં શું મદદ કરશે.
 

Mark Nepo from "The Exquisite Risk: Daring to Live an Authentic Life"


Add Your Reflection

15 Past Reflections