What You Missed That Day You Were Absent From Fourth Grade

Author
Brad Aaron Modlin
61 words, 35K views, 12 comments

Image of the Weekજે તમે ચોથી કક્ષા માં ગુમાવ્યું

બ્રેડ એરોન મોડ્લીન

મીસીસ નેલ્સન એ સમજાવ્યું કે કેવી રીતે સ્થિર ઉભા રહીને પસાર થતી હવાને સાંભળવી, અને કેવી રીતે ગેસ ના પંપ માં રહેલ ગૂઢ અર્થ સમજવો,


બટાકા છોલવા એ પણ કેવી રીતે પ્રાર્થના સ્વરૂપ હોય. અંધારા માં કેવી રીતે ખોવાઈ ન જવું તે વિષે ના પ્રશ્નો ને તે હલ કરતાં.


જમ્યા બાદ તે એવું લેસન આપતાં જેમાં તમે તમારા દાદા નો અવાજ કેવી રીતે સાંભળી શકો તેવા રસ્તા હતા. પછી ચર્ચા કરતા આખો વર્ગ કંઈ કરવાનું - કંઇક જરૂરી -ભૂલ્યા હોય તેવી ભાવના વગર નિદ્રાધીન થયો –
અને કેવી રીતે તમે જે ઘરમાં આંખ ઉઘાડો તે તમારું ઘર છે એવો વિશ્વાસ રાખવો.
આના થી મીસીસ નેલ્સન ને પ્રેરણા થઈ અને તેઓ ઊઠીને ચોક બોર્ડ પર એવી આકૃતિ દોરવા લાગ્યા જેમાં સિગારેટ પીતાં કેવી રીતે સ્તોત્ર પાઠ કરી શકાઈ તે માટે ની રીતો હતી,


અને કેવી રીતે જયારે તમે માત્ર તમારા વિચારો સાથે હોવ ત્યારે અન્ય કોઈ અવાજ ની ખેવના ન કરવી; અને, કે તમારી પાસે પુરતું છે.

અંગ્રેજી નો પાઠ એ હતો કે “હું છું “ એ એક પૂર્ણ વાક્ય છે.

અને બપોર ની ઘંટી પહેલાં, તેમને ગણિત નું સમીકરણ સહેલું કરી આપ્યું. એવું કે જે અનેક પ્રશ્નો ને હલ કરે, અને ટાઢ વાવી, કે તે બધી રાતો કે જે તમે કશુંક ખોવાયેલું શોધવા માં પસાર કરી, અને તે એક વ્યક્તિ, આ બધા નો કંઇક સરવાળો છે.



બ્રેડ એરોન મોડ્લીન ની કવિતા,What You Missed that Day You Were Absent from Fourth Grade,અને તેમના પુસ્તક "Everyone At This Party Has Two Names." માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) “હું છું” એ પૂર્ણ વાક્ય છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમને અનુભવ માં પૂર્ણતા નો ભાવ થયો હોય.
૩.) તમારી પાસે પુરતું છે અને તમે પૂર્ણ છો એ વાત ને યાદ રાખવા શું મદદ કરશે?
 

From Brad Aaron Modlin's book Everyone At This Party Has Two Names.


Add Your Reflection

12 Past Reflections