Emptiness And Compassion Go Hand In Hand

Author
Norman Fischer
69 words, 33K views, 12 comments

Image of the Weekશૂન્યતા અને કરુણા સાથો સાથ હોય છે


–નોર્મન ફિશર


શૂન્યતા માટે નો અંગ્રેજી શબ્દ “emptiness” ક્યારેક શુષ્ક, નિરાશાજનક અને દુઃખદાયક લાગે છે. ચીનીઓ, શૂન્યતા માટે નો અન્ય શબ્દ શોધતા “sky” (અવકાશ ) એવો પર્યાય વાપરે છે. બધાંજ ધર્મો આવા શૂન્ય છે જેમ કે અવકાશ –નીલરંગી, સુંદર, વિશાળ અને હંમેશ કોઈ પક્ષી, હવા, વાદળ, સૂર્ય, ચંદ્ર અથવાતો વિમાન ને આવકારવા તૈયાર. આ શૂન્યતા છે બધીજ સીમાઓ અને મર્યાદા ની પરે હોવાની. એ ખુલ્લું અને મુક્ત છે.

હું જયારે મારી ચામડી માંહે બંધાયેલ હોવ છું અને બીજો પોતાની માંહે, ત્યારે મારે તેમનાંથી મારું સ્વરક્ષણ અને બચાવ કરવો પડે છે. જયારે હું મારી જાત ને તેઓ ની વચ્ચે મુકું, અને આ ખુબ સાવચેતીભર્યું, અને મહેનત માગી લે તેવું કામ છે, કારણકે મેં અનેકવાર બીજાઓ પાસેથી થી કલેશ, વિરોધ અને નિષ્ફળતા મેળવી છે. પણ જયારે એક ખુલ્લાપણું હોય, મારા અને બીજા વચ્ચે કોઈ સીમાઓ ના હોય –જયારે એવું બને કે ખરા અર્થ માં હું બીજાઓ અને બીજાઓ એ હું છું –ત્યારે પ્રેમ અને જોડાણ સરળ અને સહજ બની જાય છે.

શૂન્યતા અને કરુણા સાથો સાથ હોય છે. કરુણા એક વ્યવહાર તરીકે –કે અહીં હું, ત્યાં તમારે માટે કરુણા રાખું – આ બધું અત્યંત કપરું છે. જો હું તમારું દુઃખ અપનાવવા તૈયાર થાવ અને તેના માટે કંઇક કરવા ની જવાબદારી ઉપાડું, અને આ પ્રકાર ની કરુણા ને મારા અધ્યાત્મ નો પાયા નો પથ્થર બનાવું, તો, હું ઝડપથી થાકી જઈશ. પણ જો હું તમારી અને મારી વચ્ચે ના અંતરાયો ને દુર કરી અને એવું માનું કે મારું અને તમારું દુઃખ એકજ છે, અને આ દુઃખ કોઈ પણ વિયોગ, વજન કે શોકાંત વગર નું ખાલી છે, ત્યારે હું કંઇક કરી શકું. હું હદ બહાર કરુણા અને પ્રેમ કરી શકું, કોઈપણ સીમા વગર. ખાત્રીશીર રીતે, આ સીખ જીવન માં ઉતરતા ઘણો સમય અને મહેનત માગી લે, અને કદાચ આપણે સંપૂર્ણપણે ત્યાં પહોંચી પણ નહી. પણ આ રસ્તો અત્યંત આનંદદાયક, હ્રદયસભર અને ચાલવા જેવો છે.

મહાયાન બૌધ પરંપરા માં, કરુણા ક્યારેક અમર્યાદિત અને સાપેક્ષ કરુણા ની જેમ ચર્ચા માં આવે છે. અમર્યાદિત કરુણા એ શૂન્યાવકાશ ની દ્રષ્ટીએ: બધાંજ જીવો શૂન્ય છે; અને બધાંજ જીવો, પોતાના આ શૂન્ય સ્વભાવ ને કારણે, પવિત્ર અને મુક્ત છે. સૂત્ર માં કહેવાયું છે, કે દુઃખ શૂન્ય છે, અને દુઃખ મુક્તિ પણ શૂન્ય છે.
પણ આ એકતરફી અને વિરુપ લાગે છે. સાપેક્ષ કરુણા – માનવ હુંફ અને વ્યવહારું ભાવાત્મક ઓથ –આ ચિત્ર ને પૂર્ણતા આપે છે. અમર્યાદિત કરુણા આપણ ને ઉમંગથી, મદદ અને ઓથ પૂરી પાડવા નું કાર્ય કરવા માં ટકાવી રાખે છે; સાપેક્ષ કરુણા જીવન ના શૂન્ય સ્વભાવની વિશાળ દ્રષ્ટી ને હ્રદય અને વ્યવહાર માં સ્થિર કરે છે. આમાં એકતરફી દ્રષ્ટિકોણ અશક્ય છે, પણ બંને સાથે જોડાઈ ને અલૌકિક અને દીર્ઘકાલિક જીવન બનાવે છે.

- Lion's Roar નાં લેખો માંથી ઉદ્ધૃ

મનન ના પ્રશ્નો:
૧.) શૂન્યતા અને કરુણા સાથો સાથ હોય છે એ વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય માનવતા ની હુંફ અને શૂન્યતા નો અનુભવ એક સાથે કર્યો હોય તો વર્ણવો?
૩.) શૂન્યતા માં સ્થિર રહીને પણ વ્યવહાર માં જોડાયેલા રહેવા માં શું મદદ કરે છે?
 

Excerpted from an article in Lion's Roar.


Add Your Reflection

12 Past Reflections